IPL 2021: પહેલા તબક્કામાં અધૂરા રહેલા કાર્યને UAEમાં પૂરુ કરાશે, રાજસ્થાન રોયલ્સના બેટ્સમેને ભર્યો હુંકાર

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) 2008માં IPLની પ્રથમ સિઝનનું ટાઈટલ જીત્યુ હતુ, જોકે તેના બાદ ટીમ ફરીથી ટ્રોફી ઉઠાવી શકી નથી.

IPL 2021: પહેલા તબક્કામાં અધૂરા રહેલા કાર્યને UAEમાં પૂરુ કરાશે, રાજસ્થાન રોયલ્સના બેટ્સમેને ભર્યો હુંકાર
Manan Vohra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:49 PM

IPL-2021નો પહેલો તબક્કો રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે ખાસ નહોતો. સાત મેચમાંથી ટીમે ત્રણ જીતી અને ચાર મેચ હારી હતી. ટીમના ઘણા ખેલાડીઓનું પ્રદર્શન સારું નહોતું અને તેઓ અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નહીં. એવું જ એક નામ છે મનન વોહરા (Manan Vohra).

પ્રથમ તબક્કામાં વોહરાનું પ્રદર્શન નિરાશાજનક હતું. તેણે ચાર મેચ રમી અને માત્ર 42 રન જ બનાવી શક્યો. વોહરાએ કહ્યું છે કે તેઓ પ્રથમ તબક્કાની ભૂલોમાંથી શીખીને સારું કરવાનું લક્ષ્ય સાથે બીજા તબક્કામાં જશે. વોહરાએ IPLની 53 મેચોમાં 130થી વધુના સ્ટ્રાઈક રેટ પર 1,054 રન બનાવ્યા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આઈપીએલ 2021 મેના પ્રથમ સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવી હતી કારણ કે કોરોના વાઈરસ લીગના બાયોબબલમાં દસ્તક આપી હતી. હવે લીગનો બીજો તબક્કો સંયુક્ત આરબ અમીરાતમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. વોહરાએ ફ્રેન્ચાઈઝી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહ્યું હું થોડો નિરાશ હતો કારણ કે મને સમજાયું કે મેં શરૂઆતનો લાભ નથી લીધો. જોકે તેનો અર્થ એ છે કે મેં તેનાથી ઘણું શીખ્યા અને હું બીજા તબક્કા માટે તૈયાર છું.

રાજસ્થાન ટાઈટલ જીતશે!

અંડર -19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય વોહરાએ જણાવ્યું હતું કે આઈપીએલની પ્રથમ સિઝન જીતનાર રાજસ્થાન રોયલ્સ માટે ફરી એક વખત ટાઈટલ જીતવાનો સમય આવી ગયો છે અને તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર છે. T20 લીગમાં પ્રવેશતા પહેલા વર્ષ 2019માં રોયલ્સમાં જોડાયેલા વોહરાએ કહ્યું એક ટીમ તરીકે અમે સૌ ટ્રોફી જીતવા માંગીએ છીએ.

ફ્રેન્ચાઈઝીએ ટાઈટલ જીત્યાને ઘણો સમય થઈ ગયો છે. શ્રેષ્ઠ એ છે કે અમારી ટીમમાં દરેક વ્યક્તિ માને છે કે ટીમમાં ફરી એક વખત ટાઈટલ જીતવાની ક્ષમતા છે, તેથી અમારો ઉદ્દેશ ટ્રોફી જીતવાનો છે, પરંતુ અમે એક સમયે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

દેશ માટે રમવાનું સપનું

અન્ય ક્રિકેટરોની જેમ વોહરાએ પણ દેશ માટે રમવાનું લક્ષ્ય રાખ્યું હતું અને કહ્યું હતું કે તે આગામી ઘરેલુ સિઝનમાં પોતાના પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કરવા માંગે છે. તેણે કહ્યું ઘરેલુ ક્રિકેટમાં રમતા તમામ ક્રિકેટરોનું લક્ષ્ય સમાન છે અને મારું લક્ષ્ય સમાન છે. હું ચોક્કસપણે ભારતીય ટીમ માટે રમવા માંગુ છું. મને લાગે છે કે આવનારી સિઝન મને ફરીથી પ્રભાવી બનાવવાની તક આપશે.

આ પણ વાંચોઃ IPL 2021: એક ભારતીય ઓલરાઉન્ડર સહિત આ ખેલાડીઓ ફટકારી ચુક્યા છે, IPL ના ઇતિહાસની સૌથી ઝડપી ટોપ ફાઇવ સદી

આ પણ વાંચોઃ IPL 2021: MS ધોનીની ટીમનો આ ઈંગ્લીશ ખેલાડી હજુ ટીમ સાથે પહોંચ્યો નહીં, CSKની વધી ચિંતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">