IPL 2021: રવિન્દ્ર જાડેજાની આ તસ્વીર અચાનક ફરીવાર વાયરલ થઇ રહી છે, ફેન્સ પણ લઇ રહ્યા છે મજા

ભારતમાં કોરોના વાયરસ ખૂબ ઝડપ કહેર વર્તાવી રહ્યો છે. જેને લઇને દેશભરમાં પરિસ્થિતી મુશ્કેલ બની ચુકી છે. આઇપીએલ 2021 ને પણ અનિશ્વિત સમય સુધી સ્થગીત કરી દેવામાં આવી છે. કારણ કે અનેક ખેલાડીઓ મેચ દરમ્યાન અચાનક જ કોરોના પોઝિટીવ જણાઇ આવ્યા હતા.

  • Publish Date - 7:47 pm, Wed, 5 May 21 Edited By: Utpal Patel
IPL 2021: રવિન્દ્ર જાડેજાની આ તસ્વીર અચાનક ફરીવાર વાયરલ થઇ રહી છે, ફેન્સ પણ લઇ રહ્યા છે મજા
Ravindra Jadeja

ભારતમાં કોરોના વાયરસ ખૂબ ઝડપ કહેર વર્તાવી રહ્યો છે. જેને લઇને દેશભરમાં પરિસ્થિતી મુશ્કેલ બની ચુકી છે. આઇપીએલ 2021 ને પણ અનિશ્વિત સમય સુધી સ્થગીત કરી દેવામાં આવી છે. કારણ કે અનેક ખેલાડીઓ મેચ દરમ્યાન અચાનક જ કોરોના પોઝિટીવ જણાઇ આવ્યા હતા. IPL સ્થગીત થવાને લઇને ક્રિકેટ ફેન્સ ને ઝટકો લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની અસર સ્પષ્ટ વર્તાઇ રહી છે. લોકો સતત મજેદાર મીમ્સ અને જોક્સ શેર કરી રહ્યા છે. તો વળી એક ફેન્સ એ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના ખેલાડી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની એક તસ્વીર શેર કરી છે, જે વાયરલ થઇ ગઇ છે. લોકો પણ તેની પર હવે મજા લેવા લાગ્યા છે.

એ વાત પણ એટલી જ સાચી છે કે, આઇપીએલ સ્થગીત થવાને લઇને ક્રિકેટ ફેન્સ ખૂબ જ દુખી છે. કારણ કે, કોરોના સંકટ વચ્ચે તેમનુ મનોરંજન અચાનક જ રોકાઇ જવા પામ્યુ છે. આ દરમ્યાન એક ફેન્સ એ રવિન્દ્ર જાડેજાની તસ્વીર શેર કરી છે. તેની આ તસ્વીર આઇપીએલ ની છે, જ્યારે રવિન્દ્ર જાડેજાએ એક ઝડપ્યો હતો. જે તસ્વીર એ વખતે પણ ખૂબ વાયરલ થઇ હતી. તો વળી એકવાર ફરી થી આ તસ્વીર વાયરલ થવા લાગી છે. જોકે તમારા મનમાં એક સવાલ ઉઠી રહ્યો હશે કે, આખરે આ તસ્વીર કેમ વાયરલ થવા લાગી છે ? તો ચાલો, આપને વધારે સસ્પેન્સમાં રાખવાને બદલે એ પણ બતાવી દઇ એ.

સૌથી પહેલા આપ આ તસ્વીર ધ્યાન રાખો. તસ્વીરમાં જાડેજા પોતાની ચાર આંગળી દર્શાવી રહ્યો છે. ચાર મે થી આઈપીએલ અનિશ્વિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. એક યુઝરે તસ્વીર ને શેર કરતા લખ્યુ છે કે, જાડેજા એ પહેલા જ હિન્ટ આપી દીધી હતી કે, ચાર મે થી આઇપીએલ સ્થગીત થઇ રહી છે. હવે આ તસ્વીર સોશિયલ મીડીયા પર વાયરલ થવા લાગી રહી છે. લોકો પણ તેની પર ખૂબ મજા લઇ રહ્યા છે. આ તસ્વીરને 13 હજાર થી પણ વધારે લાઇક મળી ચુકી છે. જ્યારે 1400 થી વઘારે લોકો રીટ્વીટ કરી ચુક્યા છે. જુઓ તસ્વીર પર લોકો કેવી કોમેન્ટ કરી રહ્યા છે.

https://twitter.com/LuckyPreeti10/status/1389629542147387394?s=20