IPL 2021: MS ધોનીની ટીમનો આ ઈંગ્લીશ ખેલાડી હજુ ટીમ સાથે પહોંચ્યો નહીં, CSKની વધી ચિંતા

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ત્રણ વારની ચેમ્પિયન છે. જોકે IPL 2020માં સાતમાં ક્રમે રહી હતી. આ વખતે પ્રથમ તબક્કામાં દમદાર પ્રદર્શન ધોનીની ટીમે કર્યુ છે.

IPL 2021: MS ધોનીની ટીમનો આ ઈંગ્લીશ ખેલાડી હજુ ટીમ સાથે પહોંચ્યો નહીં, CSKની વધી ચિંતા
Team Chennai Super Kings
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 7:23 PM

IPL 2021 પહેલા ત્રણ વખત IPL વિજેતા રહી ચૂકેલી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના ચાર ખેલાડીઓ ટીમ સાથે જોડાયા છે.

આ ચારેય ઈંગ્લેન્ડથી UAE પહોંચ્યા હતા. આ ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોઈન અલી અને ચેતેશ્વર પૂજારાનો સમાવેશ થાય છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સનો ધમાકેદાર ખેલાડી હજુ સુધી ટીમમાં જોડાઈ શક્યો નથી. તેના કારણે મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના નેતૃત્વમાં ટીમના ચાહકોના ધબકારા વધી ગયા છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

આ ખેલાડી છે સેમ કરન (Sam Curran). આ ઈંગ્લિશ ખેલાડી 12 સપ્ટેમ્બર સુધી ઈંગ્લેન્ડથી યુએઈ પહોંચી શક્યો ન હતો. આ કારણે CSKના ચાહકોને ડર લાગવા લાગ્યો કે જો આ ખેલાડી IPL 2021ના ​​બીજા ભાગમાં બહાર ન રહી જાય. જોકે થોડા દિવસો પહેલા ચેન્નાઈએ કહ્યું હતું કે તેના બંને ઈંગ્લીશ ખેલાડીઓ સેમ કરન અને મોઈન અલી યુએઈમાં રમવા આવશે.

સેમ કરન વિશે એવી માહિતી છે કે તે એક દિવસ મોડો CSK કેમ્પમાં જોડાશે. તેના વિશે કહેવામાં આવ્યું છે કે તે 13 સપ્ટેમ્બર સુધીમાં યુએઈ આવશે. આ પછી તે છ દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રહેશે. પરંતુ વિલંબને કારણે મુંબઈ ઈન્ડીયન્સ સામેની પ્રથમ મેચમાં સેમ કરનના રમવાને લઈ શંકાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જો તે 13 સપ્ટેમ્બરે આવે છે તો તેનું ક્વોરન્ટાઈન 19 સપ્ટેમ્બરે જ પૂર્ણ થશે. આવી સ્થિતીમાં જે તે દિવસે જ રમાનારી મેચ કેવી રીતે રમશે.

જોકે સેમ ભલે તે એ જ દિવસે રમે બધાની નજર પ્રેક્ટિસ વગર તેના પ્રદર્શન પર રહેશે. IPL 2020થી સેમ કરન ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છે. ત્યારથી તે આ ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી એક બની ગયો છે. ધોનીની ટીમ માટે તે બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ મહત્વની ભૂમિકા ધરાવે છે.

સારા રંગમાં છે ચેન્નાઈના ખેલાડી

CSK માટે સારી વાત એ છે કે તેમના ખેલાડીઓ અત્યાર સુધી સારા ફોર્મમાં રહ્યા છે. પૂજારાએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 227 રન બનાવ્યા હતા. સૌથી વધુ રન બનાવનારાઓમાં તે ચોથા નંબરે હતો. તે જ સમયે, શાર્દુલ ઠાકુરે બે અડધીસદીની મદદથી 117 રન બનાવ્યા અને જરૂરી વિકેટ પણ લીધી. જાડેજા પણ સારા રંગમાં રહ્યા હતા.

આ દરમ્યાન મોઈન અલી અને સેમ કરન ધ હન્ડ્રેડમાં સારી રમત રમી હતી. આ અર્થમાં CSK ખૂબ મજબૂત છે. કોરોનાને કારણે મે 2021માં IPL 2021 સ્થગીત કરવામાં આવી ત્યાં સુધી ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે હતી. તેણે સાતમાંથી પાંચ મેચ જીતી હતી. આ વખતે તે ફરીથી પ્લેઓફમાં જવાની દાવેદાર છે.

આ પણ વાંચોઃ IPL 2021: એક ભારતીય ઓલરાઉન્ડર સહિત આ ખેલાડીઓ ફટકારી ચુક્યા છે, IPL ના ઇતિહાસની સૌથી ઝડપી ટોપ ફાઇવ સદી

આ પણ વાંચોઃ PM MODIએ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે વાતચીતનો વીડિયો શેર કર્યો, કહ્યું ખેલાડીઓનું મનોબળ વધશે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">