IPL 2021: CPL માં જબરદસ્ત ફોર્મમાં રહેલો આ કેરેબિયન બેટ્સમેન હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે

આ બેટ્સમેનના આવવાથી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની તાકાત ઘણી વધી જશે. આ વિસ્ફોટક ખેલાડી અગાઉ મુંબઈ ઈન્ડીયન્સની શાન રહ્યો છે.

IPL 2021: CPL માં જબરદસ્ત ફોર્મમાં રહેલો આ કેરેબિયન બેટ્સમેન હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે
Evin Lewis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 5:51 PM

IPL 2021 ના ​​બીજા ભાગમાં જોસ બટલર, બેન સ્ટોક્સની ગેરહાજરીથી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમને ઝટકો લાગ્યો હતો. આ બંને ઇંગ્લિશ ખેલાડીઓ જુદા જુદા કારણોસર બહાર થઇ ગયા હતા. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સે આ બે ખેલાડીઓના રિપ્લેશ શોધવા પડ્યા હતા. આ અંતર્ગત વેસ્ટ ઈન્ડીઝના ડાબા હાથના બેટ્સમેન એવિન લેવિસ (Evin Lewis) નું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું. હવે લાગે છે કે, આ બેટ્સમેનને લેવાનો નિર્ણય રોયલ્સ માટે યોગ્ય સાબિત થઈ શકે છે. કારણ કે અત્યારે આ ખેલાડી અદભૂત ફોર્મમાં છે.

કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ લુસિયા કિંગ્સ તરફથી રમતા, તેણે આશ્ચર્યજનક બેટિંગ કરી અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું. તેણે 11 મેચમાં 426 રન બનાવ્યા હતા. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં તે બીજા સ્થાને રહ્યો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઇવિન લેવિસે CPL 2021 માં 47.33 ની સરેરાશ અને 163.21 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. તેના નામે એક સદી અને ત્રણ અડધી સદી હતી. 102 અણનમ તેનો સર્વોચ્ચ સ્કોર હતો. સેન્ટ લુસિયા કિંગ્સના બેટ્સમેને ટુર્નામેન્ટ દરમિયાન ચોગ્ગા કરતા વધુ છગ્ગા ફટકાર્યા હતા. તેના બેટે 25 ચોગ્ગા અને 38 છગ્ગા ફટકાર્યા હતા.

આ ટુર્નામેન્ટમાં તેના પછી, નિકોલસ પૂરણ સિક્સર ફટકારવામાં બીજા નંબરે હતો. તેણે 11 મેચમાં 25 સિક્સર ફટકારી હતી. એટલે કે, એવિન લેવિસે પુરન કરતા 13 સિક્સર વધુ ફટકારી હતી જ્યારે બંનેએ સમાન મેચ રમી હતી. CPL 2021 માં આ ખેલાડી ચોગ્ગા ફટકારવામાં બીજા નંબરે રહ્યો હતો. તેણે 25 બાઉન્ડ્રી ફટકારી હતી અને તેની સામે માત્ર રોસ્ટન ચેઝ હતો જેણે 35 બાઉન્ડ્રી ફટકારી હતી.

મુંબઇ ઇન્ડીયન્સનો હતો હિસ્સો હતો

આઇપીએલ 2018 અને 2019 માં લુઇસ મુંબઇ ઇન્ડીયન્સનો ભાગ રહ્યો છે. અહીં તેણે 16 મેચ રમી અને 131.1 ના સ્ટ્રાઇક રેટ સાથે 430 રન બનાવ્યા. તેણે બે વખત IPL માં ફિફ્ટી ફટકારી છે. એવિન લેવિસ ઓપનર તરીકે રમે છે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સ પણ તેને આ જ ભૂમિકામાં અજમાવી શકે છે. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં તેનો સારો રેકોર્ડ છે. તેણે 45 મેચ રમી છે અને 31.38 ની સરેરાશ અને 158.03 ની સ્ટ્રાઇક રેટથી 1318 રન બનાવ્યા છે. તેણે આંતરરાષ્ટ્રીય T20 મેચમાં બે સદી ફટકારી છે. આ સાથે નવ અર્ધશતક પણ તેના નામે છે.

આ પણ વાંચોઃ CPL 2021: સેન્ટ કિટ્સ એન્ડ નેવિસે જીત્યુ ટાઇટલ, ગેઇલ, લુઇસ અને બ્રાવો રહ્યા ફેઇલ, IPL ના નેટ બોલર ડ્રેક્સ રહ્યો ફાઇનલનો સ્ટાર

આ પણ વાંચોઃ Asian Championship: ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રા એશિયન ચેમ્પિયનશિપ ટીમથી બહાર કરી દેવાઇ, ઓલિમ્પિકને લઇને કર્યો હતો મોટો આક્ષેપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">