IPL 2021: સર્જરી વડે ત્રણ મહિને જોફ્રા આર્ચરની આંગળીમાંથી કાચનો ટુકડો બહાર કઢાયો, IPL રમવા પર સંદેહ

IPL ટીમ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને મોટો ઝટકાની સ્થિતી સર્જાઇ છે. ટીમના મહત્વના બોલર જોફ્રા આર્ચર (Joffra Archer) ને ગત જાન્યુઆરી માસમાં ઇજા પહોચી હતી, જેને લઇને હાલમાં તેને સર્જરી કરવામાં આવી છે.

  • Avnish Goswami
  • Published On - 11:38 AM, 30 Mar 2021
IPL 2021: સર્જરી વડે ત્રણ મહિને જોફ્રા આર્ચરની આંગળીમાંથી કાચનો ટુકડો બહાર કઢાયો, IPL રમવા પર સંદેહ
Joffra Archer

IPL ટીમ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને મોટા ઝટકાની સ્થિતિ સર્જાઇ છે. ટીમના મહત્વના બોલર જોફ્રા આર્ચર (Joffra Archer) ને ગત જાન્યુઆરી માસમાં ઇજા પહોચી હતી, જેને લઇને હાલમાં તેને સર્જરી કરવામાં આવી છે. સર્જરીને લઇને હાલમાં તો એમ લાગી રહ્યુ છે કે, જોફ્રા IPL ની આગામી સિઝનની શરુઆતની મેચો નહી રમી શકે. જોફ્રા આર્ચર IPL 2021 ની સિઝનમાં પણ ભાગ લેશે કે નહી તે અંગે સપ્તાહના અંત સુધીમાં નિર્ણય લેવામાં આવશે. જોફ્રાને લઇને હાલ તો રાજસ્થાન માટે ચિંતાજનક સમાચાર ગણી શકાય.

જોફ્રા આર્ચરના હાથે ગત જાન્યુઆરી માસ દરમ્યાન ફિશ ટેંન્ક પડી હતી, જેને લઇને તેના જમણાં હાથની વચ્ચેની આંગળીમાં ઇજા પહોંચી હતી. તેની જે આંગળીમાં પિડા સહન કર્યા બાદ હવે તેની સર્જરી કરવામાં આવી હતી, જે દરમ્યાન તેની આંગળીમાંથી કાચનો ટુકડો બહાર નિકાળવામાં આવ્યો હતો. આમ હવે તેની આ સર્જરીને લઇને તેના આઇપીએલ રમવા પર પ્રશ્નાર્થ સર્જી દીધો છે. જોકે ઇંગ્લેંડના ભારત પ્રવાસ દરમ્યાન આ ઇજા હોવા છતાં પણ જોફ્રાને ટીમમાં સમાવાયો હતો. તેને T20 અને ટેસ્ટ મેચમાં પણ સ્થાન આપવામાં આવ્યુ હતુ.

ઇંગ્લેંડના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ એશ્લે જાઇલ્સે (Ashley Giles) કહ્યુ હતુ કે, એવુ લાગી રહ્યુ છે કે, આ કોઇ સાજિશ છે અને મને ખ્યાલ છે કે આ નિવેદન બાદ ટ્વીટર પર કેવી પ્રતિક્રિયાઓ આવશે. પરંતુ હા તેમના ઘરે ફિશ ટેન્ક હતી, જેની સફાઇ તે કરી રહ્યો હતો અને તેના હાથમાંથી ફીશ ટેન્ક છુટી ગઇ હતી. જેના થી તેના હાથમાં ઇજા પહોંચી હતી. જેને લઇને આજે તેની સર્જરી કરવામાં આવી હતી.

જોફ્રા આર્ચરની સર્જરી સારી રીતે થઇ ચુકી છે. ભારત પ્રવાસ દરમ્યાન તેની ઇજાની પુરી રીતે દરકાર રાખવામાં આવી હતી. તેના હાથમાંથી કાચ નો એક નાનો ટુકડો નિકાળવામાં આવ્યો છે, એમ જાઇલ્સે નિવેદન આપ્યુ હતુ. ભારત સામે ઇંગ્લેંડનો ટેસ્ટ સિરીઝમાં 3-1, T20 સિરીઝમાં 3-2 અન વન ડે શ્રેણીમાં 2-1 થી હાર મેળવી હતી.