IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદને અફઘાનિસ્તાનથી મુશ્કેલી આવી, સ્ટાર સ્પિનરને UAE ના વિઝા ના મળ્યા

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) જે હાલમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે, 22 સપ્ટેમ્બરે લીગ લીડર્સ દિલ્હી કેપિટલ્સ સામે UAEમાં તેમની પ્રથમ મેચ રમશે.

IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદને અફઘાનિસ્તાનથી મુશ્કેલી આવી, સ્ટાર સ્પિનરને UAE ના વિઝા ના મળ્યા
Sunrisers Hyderabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 10:23 PM

IPL 2021નો બીજો ભાગ શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી છે અને તમામ ટીમોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કેટલાક ખેલાડીઓ હજુ પણ ક્વોરન્ટાઈનમાં છે, પરંતુ તેઓ ટુર્નામેન્ટ ફરી શરૂ થાય તે પહેલા ટીમનો ભાગ પણ બનશે અને તાલીમ બાદ મેચ માટે તૈયાર થશે. પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એક અલગ પ્રકારની મુશ્કેલીમાં ફસાઈ ગયું છે. ટીમના યુવા અફઘાન સ્પિનર ​​મુજીબ ઉર રહેમાન (Mujeeb Ur Rahman) હજુ સુધી UAEમાં ટીમ સાથે જોડાઈ શક્યા નથી.

તાલિબાન (Taliban)ના કબજા બાદ અફઘાનિસ્તાન (Afghanistan)માં ઉથલપાથલથી સર્જાયેલી પરિસ્થિતિ અનિશ્ચિતતાની સ્થિતિ તરફ દોરી ગઈ છે. તેથી મુજીબની આઈપીએલમાં ભાગીદારી પર અસર પડી છે. મીડિયા રિપોર્ટનુસાર મુજીબ ક્યારે તેની ફ્રેન્ચાઈઝીમાં જોડાઈ શકશે તે અંગે કોઈ સ્પષ્ટ સ્થિતિ નથી.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

મુજીબને ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે યુએઈ સરકાર તરફથી દેશમાં પ્રવેશ માટે હજુ સુધી વિઝા મળ્યા નથી, જેના કારણે તે ટીમનો ભાગ બની શક્યો નથી. જોકે, સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન અને અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબી ટીમ સાથે યુએઈમાં છે અને હાલમાં 6 દિવસના ક્વોરેન્ટાઈનમાંથી પસાર થઈ રહ્યા છે.

એન્ટ્રી વિઝાના મુદ્દાને ઉકેલવામાં રોકાયેલા અધિકારીઓ

રિપોર્ટમાં આ મામલાના ખાનગી સૂત્રએ કહ્યું કે “આ અંગે હજુ કામ ચાલુ છે અને મુજીબની ફ્રેન્ચાઈઝીમાં જોડાવાની તારીખ હજુ નક્કી થઈ નથી. તેના એન્ટ્રી વિઝા અંગે પ્રયાસો ચાલુ છે અને ટૂંક સમયમાં આ અંગે થોડું અપડેટ મળશે. ” SRHએ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી હરાજીમાં મુજીબને ખરીદ્યો હતો. ટુર્નામેન્ટની યુએઈ બાજુની સનરાઈઝર્સની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે દુબઈમાં દિલ્હી કેપિટલ્સ સામે થશે. મુજીબે આ સિઝનમાં માત્ર એક જ મેચ રમી હતી, જેમાં તેને બે વિકેટ મળી હતી.

ટીમમાં મોટો ફેરફાર

આ પહેલા ટુર્નામેન્ટની અન્ય ટીમોની જેમ સનરાઈઝર્સે પણ આ વખતે યુએઈમાં તેમના મુખ્ય ખેલાડીઓ વગર ઉતરવું પડશે. ટીમના ઈંગ્લિશ ઓપનર જોની બેયરસ્ટોએ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. બેયરસ્ટો સતત ટીમ માટે ઓપનિંગની જવાબદારી નિભાવી રહ્યા હતા. બેયરસ્ટોનું સ્થાન ભરવા માટે સનરાઈઝર્સે વેસ્ટ ઈન્ડીઝના આક્રમક બેટ્સમેન શેરફેન રધરફોર્ડને સાઈન કર્યા છે, જે કેરેબિયન પ્રીમિયર લીગમાં ધમાકેદાર દેખાવ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ IPL 2021: ધોની બાદ રવિન્દ્ર જાડેજાએ ફેન્સ સમક્ષ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન બનવાની ઇચ્છા દર્શાવી ! જાડેજાની ઇચ્છાએ જગાવી ખૂબ ચર્ચા

આ પણ વાંચોઃ Cricket: બુમરાહ, શામી અને સિરાજની ત્રિપુટીએ આ ઈંગ્લીશ બેટ્સમેનને પરેશાન કર્યો, કહ્યું તેમની સામે બેટીંગ કરવી ખૂબ મુશ્કેલ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">