IPL 2021 RRvsSRH: બટલરનું ધમાકેદાર શતક, હૈદરાબાદ સામે 3 વિકેટે 220 રન રાજસ્થાને ખડક્યા

આઈપીએલ 2021ની આજે રવિવારે પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં સનરાઈઝર્સના નવા કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.

IPL 2021 RRvsSRH: બટલરનું ધમાકેદાર શતક, હૈદરાબાદ સામે 3 વિકેટે 220 રન રાજસ્થાને ખડક્યા
Rajasthan vs Hyderabad
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 02, 2021 | 5:23 PM

આઈપીએલ 2021ની આજે રવિવારે પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં સનરાઈઝર્સના નવા કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.

ઓપનર યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવવા છતાં પણ સારી શરુઆત કરી હતી. જોસ બટલરે ધમાકેદાર શતક લગાવ્યુ હતુ, તેણે સંજૂ સેમસન સાથે મળીને મોટી ભાગીદારી રમત રમી હતી. 20 ઓવરના અંતે રાજસ્થાને 3 વિકેટ ગુમાવીને 220 રન ખડક્યા હતા.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

રાજસ્થાન રોયલ્સની બેટીંગ

ટોસ હારીને મેદાને આવેલ રાજસ્થાનની ટીમે શરુઆતમાં જ 17 રનના સ્કોર પર ઓપનર યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી હતી. જોકે ત્યારબાદ ઓપનર જોસ બટલર અને કેપ્ટન સંજૂ સેમસને સ્કોર બોર્ડને આગળ ધપાવ્યુ હતુ. જોસ બટલરે આક્રમકતા પૂર્વક બેટીંગ કરીને સારી શરુઆત કરાવી હતી.

બટલરે આઈપીએલમાં પ્રથમ શતક લગાવ્યુ હતુ. 56 બોલમાં જ તેણે સદી પુરી કરી હતી. 64 બોલમાં 124 રન કરીને બટલર આઉટ થયો હતો. સંજૂ સેમસન 48 રન 33 બોલમાં કરીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. રિયાન પરાગે 15 રન અને ડેવિડ મિલરે 7 રન કર્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગ

કેન વિલિયમસન માટે આજે સિઝનની પ્રથમ કસોટી રુપ સ્થિતી હતી. બોલર્સ વિકેટ મેળવવા સંઘર્ષ કરતા રહ્યા હતા તો જોસ બટલરને નિયંત્રિત થઈ શકતો નહોતો. રાશિદ ખાને 4 ઓવરમાં 24 રન આપીને જયસ્વાલની વિકેટ ઝડપી હતી.

બીજી તરફ અન્ય બોલરો રન લુટાવતા જઈ રહ્યા હતા. ખલિલ અહેમદે 4 ઓવરમાં 41 રન આપ્યા હતા. વિજય શંકરે 3 ઓવર કરીને 42 રન આપી એક વિકેટ ઝડપી હતી. મહંમદ નબીએ એક ઓવર કરીને 21 રન ગુમાવ્યા હતા. સંદિપ શર્માએ 4 ઓવર કરીને 50 રન આપી બટલરની વિકેટ ઝડપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">