IPL 2021 RR vs PBKS: સંજૂ સેમસનની આક્રમક સદી છતાં રાજસ્થાન રોયલ્સની પંજાબ કિંગ્સ સામે 4 રને હાર

IPL 2021ની સિઝનની ચોથી અને જબરદસ્ત રોમાંચક મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમાઈ. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી.

IPL 2021 RR vs PBKS: સંજૂ સેમસનની આક્રમક સદી છતાં રાજસ્થાન રોયલ્સની પંજાબ કિંગ્સ સામે 4 રને હાર
IPL 2021
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 12, 2021 | 11:53 PM

IPL 2021ની સિઝનની ચોથી અને જબરદસ્ત રોમાંચક મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમાઈ. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. કેએલ રાહુલે (KL Rahul) 91 રનની ઈનીંગ રમી હતી. જ્યારે સંજૂ સેમસને જબરદસ્ત આક્રમક શતક ફટકાર્યુ હતુ, રાજસ્થાનના ચેતન સાકરિયા (Chetan Sakariya)એ 3 વિકેટ ડેબ્યૂ મેચમાં ઝડપી હતી. દિપક હૂડ્ડા (Deepak Hooda)એ 20 બોલમાં ફિફટી સાથે જબરદસ્ત આક્રમક રમત દર્શાવી હતી. 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સે 6 વિકેટ ગુમાવીને 221 રન કર્યા હતા. જેના જવાબમાં કેપ્ટન સંજૂ સેમસનના શતક સાથે 20 ઓવરમાં 7 વિકેટ એ 217 રન પર ઈનીંગ રોકાઈ ગઈ હતી. આમ દિલધડક મેચમાં 5 રનથી રોમાંચક જીત પંજાબને નસીબ થઈ હતી.

કેપ્ટનની સદી સંજૂ સેમસને જબરદસ્ત આક્રમક શતક ફટકાર્યુ હતુ. તેનુ આ ત્રીજુ શતક હતુ. આ પહેલા તેણે 2017ની સિઝનમાં શતક લગાવ્યુ હતુ. ત્યારબાદ 2019માં પણ અણનમ 102 રન સાથે શતક ફટકાર્યુ હતુ. ત્યારબાદ સિઝન 2021માં સોમવારે કરિયરનું ત્રીજુ શતક લગાવ્ય હતુ. તે અત્યાર સુધીમાં આઈપીએલની 108 મેચ રમી ચુક્યો છે. આ સાથે જ આઈપીએલમાં વ્યક્તિગત શ્રેષ્ઠ બેટીંગ સ્કોર પણ તેણે આ સાથે નોંધાવ્યો છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

રાજસ્થાન રોયલ્સની બેટીંગ

કેપ્ટન સંજૂ સેમસને કેપ્ટન ઈનીંગ રમી બતાવી હતી. કેપ્ટન તરીકેની ભૂમિકાની તેની પ્રથમ મેચમાં જ તેણે જબરદસ્ત રમત દર્શાવી હતી. સેમસને 63 બોલમાં 119 રનની ઈનીંગ રમ્યો હતો. તેને 7 છગ્ગા લગાવ્યા હતા અને 12 ચોગ્ગા લગાવ્યા હતા. વિશાળ લક્ષ્યાંકને પીછો કરવાની શરુઆતમાં જ પ્રથમ ઓવરમાં જ રાજસ્થાને એક રન પર જ પ્રથમ વિકેટ ગુમાવી હતી. બેન સ્ટોક્સ શૂન્ય રન પર જ શામીનો શિકાર થયો હતો. ત્યારબાદ 25 રનના સ્કોર પર મનન વહોરા 8 બોલમાં 12 રન બનાવી વિકેટ ગુમાવી હતી. જોસ બટલર 13 બોલમાં 25 રન કરીને રિચાર્ડસનના બોલ પર બોલ્ડ થયો હતો.

શુવમ દુબેએ 15 બોલમાં 23 રન ફટકાર્યા હતા. રિયાન પરાગે 11 બોલમાં 3 છગ્ગા ફટકારીને 25 રન કર્યા હતા. જ્યારે રાહુલ તેવટીયા 4 બોલમાં 2 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. અંતિમ ઓવરમાં રાજસ્થાને 13 રન કરવાની સ્થિતી પર હતુ, જ્યારે અંતિમ બોલ પર 5 રન કરવાનું લક્ષ્ય હતુ. આમ અંતિમ બોલ પર સંજૂએ છગ્ગો લગાવવા જતા બાઉન્ડ્રી પર કેચ ઝડપાઈ જતા મેચનુ પરીણામ પંજાબ તરફે રહ્યુ હતુ.

પંજાબ કિંગ્સની બોલીંગ મહંમદ શામીએ 4 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. તેણે 33 રન આપ્યા હતા. અર્શદિપ સિંઘે 4 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ઝાય રિચાર્ડસને 4 ઓવરમાં 55 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રિલે મેરડીથે 4 ઓવરમાં 49 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મુરુગન અશ્વિને 4 ઓવરમાં 43 રન આપ્યા હતા, પરંતુ તેને વિકેટ મળી શકી નહોતી.

પંજાબ કિંગ્સ બેટીંગ

કે એલ રાહુલે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ટીમની બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. કેએલ રાહુલે કેપ્ટન ઈનીંગ સ્વરુપ જબરદસ્ત ઈનીંગ રમી હતી. તેણે અર્ધશતક લગાવ્યુ હતુ. રાહુલે 50 બોલમાં 91 રનની ઈનીંગ રમી હતી. મંયક અગ્રવાલ 9 બોલમાં 14 રન કરીને ચેતન સાકરિયાનો શિકાર બન્યો હતો.

ક્રિસ ગેઈલે 28 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 40 રનની ઈનીંગ રમી હતી. દિપક હુડ્ડાએ 6 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે આતશી ઈનીંગ રમી હતી. તેણે 28 બોલમાં 64 રન ફટકાર્યા હતા. જ્યારે 20 બોલમાં જ તેનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. નિકોલસ પૂરન તેનો પ્રથમ બોલ રમતા જ ક્રિસ મોરિસના બોલ પર કેચ આઉટ થયો હતો.

રાજસ્થાન રોયલ્સ બોલીંગ ઇનીંગ

ચેતન સાકરિયાએ ઈનીંગની પ્રથમ અને અંતિમ ઓવર કરી હતી. તેણે ત્રણ વિકેટ પોતાની ડેબ્યૂ મેચમાં મહત્વની બોલીંગ ભૂમિકા ભજવવા સાથે નિભાવી હતી. તેણે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. આમ વિકેટ ઝડપવા સાથે અન્ય બોલરોના પ્રમાણમાં કરકસર ભરી બોલીંગ પણ કરી હતી. રાજસ્થાનના બોલીંગ આક્રમણ પર જાણે કે પંજાબના બેટ્સમેનો તુટી પડ્યા હતા.

કેપ્ટન સંજૂ સેમસને પણ તેની પ્રથમ કેપ્ટન ઈનિંગની જાણે પરિક્ષા થઈ ગઈ હતી. સેમસને એક બાદ એક 8 બોલર અજમાવી લીધા હતા. પરંતુ પંજાબ પર નિયંત્રણ થઈ શકતુ નહોતુ. ક્રિસ મોરિસે 4 ઓવરમાં 41 રન ગુમાવ્યા હતા. તેણે 2 વિકેટ ઝડપી હતી. રિયાન પરાગે એક વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશનના મુસ્તફુર રહેમાને 4 ઓવરમાં 45 રન ગુમાવ્યા હતા.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">