IPL 2021, RR vs KKR: રાજસ્થાન રોયલ્સે કલકત્તાને 6 વિકેટે હરાવ્યુ, કલકત્તાની લગાતાર ચોથી હાર

IPL 2021 ની 18 મી મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મુંબઇમાં રમાઇ હતી. જેમાં રાજસ્થાને જીત મેળવી હતી.

IPL 2021, RR vs KKR: રાજસ્થાન રોયલ્સે કલકત્તાને 6 વિકેટે હરાવ્યુ, કલકત્તાની લગાતાર ચોથી હાર
Kolkata vs Rajasthan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 24, 2021 | 11:30 PM

IPL 2021 ની 18 મી મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે મુંબઇમાં રમાઇ હતી. જેમાં રાજસ્થાને જીત મેળવી હતી. સંજૂ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ કલકત્તાને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. કલક્તાએ નિયમીત રીતે વિકેટો ગુમાવતા ધીમી રન રેટ થી સ્કોર કર્યો હતો. ક્રિસ મોરીસે (Chris Morris) 4 વિકેટ ઝડપી હતી. કલકત્તાએ 20 ઓવરના અંતે 9 વિકેટે 133 રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાને 18. 4 ઓવર કરીને જીતના 133 રન 4 વિક્ટ ગુમાવીને કરી લીધા હતા. આમ સતત ચોથી મેચ કલકત્તાએ ગુમાવી હતી.

રાજસ્થાન રોયલ્સ બેટીંગ શરુઆતમાં જોસ બટલરની વિકેટ ઝડપ થી રાજસ્થાન ગુમાવી હતી, તેણે 5 રન કરીને જ વિકેટ ગુમાવી હતી. જે વખતે ટીમનો સ્કોર 21 રન હતો. યશવી જયસ્વાલના રુપમાં બીજી વિકેટ 40 રને ગુમાવી હતી. તેણે 22 રન 17 બોલમાં કર્યા હતા. શિવમ દુબે એ 18 બોલમાં 22 રન કર્યા હતા. રાહુલ તેવટીયા 5 રન કરીને આઉટ થયા હતા. સંજૂ સેમસને અણનમ 42 રન કર્યા હતા. ડેવિડ મિલરે 24 રન કર્યા હતા. સંજૂ સેમસન અને મિલરે ધીરજ પૂર્વક રમતને જીત તરફ આગળ વધારી જીત મેળવી હતી.

કલકત્તા નાઇટ રાઇડર્સ વરુણ ચક્રવર્તીએ 4 ઓવર કરીને 32 રન આપી 2 વિકેટ ઝડપી હતી. શિમવ માવીએ 4 ઓવર કરીને 19 રન આપી એક વિકેટ ઝડપી હતી. સુનિલ નરેને 4 ઓવર કરીને 20 રન આપ્યા હતા, પરંતુ તેને વિકેટ મેળવવામાં સફળતા મળી શકી નહોતી. પ્રસિદ્ધ કૃષ્ણાંએ 3 ઓવર કરી ને 20 રન આપ્યા હતા. જ્યારે તેણે એક વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સે 3.4 ઓવર કરીને 35 રન આપ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કલકત્તા નાઇટ રાઇડર્સ બેટીંગ રાજસ્થાન સામે પ્રથમ બેટીંગ ઇનીંગ ટોસ હારીને રમનાર કલકત્તાએ નિયમીત વિકેટો ગુમાવી હતી. સિઝનમાં શરઆત થી જ કલકત્તાને ટોપ ઓર્ડરની નિષ્ફળતાની સમસ્યા સતાવે છે, સમસ્યા જારી રહી હતી. ઓપનર શુભમન ગીલ ટીમના 24 રનના સ્કોર પર પ્રથમ વિકેટ રુપે આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 11 રન કર્યા હતા. ઓપનર નિતીશ રાણા 22 રન કરીને આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી એ 26 બોલમાં 36 રન કરીને સ્કોર બોર્ડને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ મુસ્તફિઝુરનો શિકાર થતા આઉટ થયો હતો. સુનિલ નરેન ફરીએકવા ફ્લોપ શો રહ્યો હતો, તે માત્ર 6 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન ઇયોન મોર્ગન શૂન્ય રને જ કમનસીબ રીતે રન આઉટ વિકેટ ગુમાવી બેઠો હતો. દિનેશ કાર્તિક 25 રન કરીને આઉટ થયો હતો. આંદ્રે રસેલે 9 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ બોલીંગ ક્રિસ મોરીસે 4 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા. જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 25 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ચેતન સાકરીયાએ 4 ઓવર કરીને 31 રન આપી એક વિકેટ ઝડપી હતી. મુસ્તફીઝુર રહેમાને 4 ઓવરમાં 22 રન આપ્યા હતા સાથે જ એક વિકેટ પણ મેળવી હતી. રાહુલ તેવટીયાએ 3 ઓવરમાં 24 રન આપ્યા હતા. શિવમ દુબેએ એક ઓવર કરીને 5 રન આપ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">