IPL 2021 RR vs KKR Live Streaming: જાણો કલકત્તા અને રાજસ્થાન વચ્ચેની મેચ ક્યા અને કેવી રીતે જોઇ શકાશે

શનિવારે આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે IPL 2021 ની મેચ રમાનારી છે. આઈપીએલ માં બંને ટીમોની સ્થિતી આમ તો એક જેવી જ છે.

IPL 2021 RR vs KKR Live Streaming: જાણો કલકત્તા અને રાજસ્થાન વચ્ચેની મેચ ક્યા અને કેવી રીતે જોઇ શકાશે
Kolkata vs Rajasthan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 24, 2021 | 6:40 PM

શનિવારે આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે IPL 2021 ની મેચ રમાનારી છે. આઈપીએલ માં બંને ટીમોની સ્થિતી આમ તો એક જેવી જ છે. બંને ટીમોએ ચાર ચાર મેચ રમી છે, જેમાં બંનેને એક જ મેચમાં જીત મળી શકી છે. બંને ટીમોએ હવે પોતાના ટ્રેકરેકર્ડને સુધારવા માટે થઇને જીત જરુરી બની ગઇ છે. કલકત્તાએ તેની પ્રથમ મેચમાં જીત હાંસલ કરી હતી. રાજસ્થાન રોયલ્સે આ મેચમાં આરસીબી સામે 10 વિકેટે મળેલી હાર બાદ મેદાને ઉતરનાર છે. સંજૂ સેમસનની આગેવાની વાળી ટીમ અત્યાર સુધીમાં ફક્ત દિલ્હી કેપિટલ્સ સામેની મેચ જીતી શકી હતી.

કલકત્તા વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધીમાં આઇપીએલ માં કુલ 23 મેચ રમાઇ છે. જેમાં કલકત્તાનુ પલડુ થોડુક ભારે છે. કારણ કે 23 મેચો બંને વચ્ચે રમાઇ છે જેમાં 12 મેચ કલકત્તાએ જીતી છે. જોકે વાનખેડેમાં રમાનારી આ મેચને લઇને કલકત્તાને ઉચાટ એ વાતનો છે કે, વાનખેડે સ્ટેડિયમાં અત્યાર સુધી આઇપીએલમાં કલકત્તાએ માત્ર એક જ જીત મેળવી છે અને 8 મેચ ગુમાવી છે. રાજસ્થાન રોયલ્સ કલકત્તા સામે 10 મેચો અત્યાર સુધી જીતી શક્યુ છે. જ્યારે બંને વચ્ચે એક મેચ અનિર્ણીત રહી છે. બંને ટીમો તેમની બેટીંગ લાઇનને લઇ પરેશાન છે. તેમના ટોપ ઓર્ડર નિષ્ફળ જઇ રહ્યા છે. જેથી બંને ટીમો તેમના ટોપ ઓર્ડરમાં સુધારા વાળી રમતની અપેક્ષા રાખી રહ્યા હશે.

ક્યારે રમાશે કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ? કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ શુક્રવાર, 24 એપ્રિલે રમાશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ ની મેચ કયા સમયે શરુ થશે? કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ ની મેચ ભારતીય સમયાનુસર સાંજે 7.30 કલાકે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ક્યાં રમાશે કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ? કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ મુંબઇ ના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ક્યા થશે કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચનુ લાઇવન પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ? કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">