IPL 2021 KKR vs RCB Live Streaming: જાણો RCB અને KKR ની મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Banglaore) પ્રથમ તબક્કામાં પણ સામસામે આવી ગયા હતા, જ્યારે વિજય RCB ના ખાતામાં ગયો હતો.

IPL 2021 KKR vs RCB Live Streaming: જાણો RCB અને KKR ની મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે?
kolkata knight riders
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:39 AM

IPL 2021 નો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે રવિવારે મુંબઈ ઈન્ડીયન્સને હરાવ્યું. બીજા તબક્કાની બીજી મેચ અબુધાબીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Banglaore) વચ્ચે રમાવાની છે. આ મેચ 3 મેના રોજ રમાવાની હતી, જોકે KKR માં કોરોના સંક્રમણને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી.

બંને ટીમો સિઝનમાં બીજી વખત સામ-સામે થશે. છેલ્લી વખત જ્યારે બંને ટીમો ચેપૌકમાં રમાયેલા સ્ટેડિયમમાં ટકરાયા હતા. આ મેચમાં RCB એ કોલકાતા નાઈટ રાઈડર્સને 38 રનથી હરાવ્યું હતું. RCB ની આ સિઝનમાં સતત ત્રીજી જીત હતી. બેંગ્લોરે મેક્સવેલના 49 બોલમાં 78 અને એબી ડી વિલિયર્સના 34 બોલમાં અણનમ 76 રનની મદદથી 20 ઓવરમાં 204 રન બનાવ્યા હતા. કોલકાતાએ ઝડપથી લક્ષ્યનો પીછો કરવાનું શરૂ કર્યું પરંતુ તેની વિકેટ દરેક અંતરાલે પડી રહી. ટીમના કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યા ન હતા અને KKR અંતે 20 ઓવરમાં આઠ વિકેટના નુકશાને માત્ર 166 રન જ બનાવી શક્યું હતું.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

બંને ટીમો મોટા ફેરફારો સાથે આવશે

બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની પ્રથમ તબક્કો નબળો રહ્યો હતો અને ટીમ સાતમાંથી પાંચ મેચ હારી ગઈ હતી. ટીમ પોઇન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. KKR એ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સની જગ્યાએ ન્યૂઝીલેન્ડના વરિષ્ઠ ઝડપી બોલર ટિમ સાઉથીને ટીમમાં સામેલ કર્યો છે. કમિન્સે બીજા તબક્કામાં ન રમવાનો નિર્ણય કર્યો છે, જ્યારે RCB સાતમાંથી પાંચ મેચ જીત્યા બાદ 10 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બીજા તબક્કા માટે ટીમે ચાર નવા વિદેશી ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સની મેચ ક્યારે રમાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ (RCB vs KKR) IPL 2021 ની 31 મી મેચ 20 સપ્ટેમ્બર, સોમવારે રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ મેચ ક્યાં રમાશે?

અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ (RCB vs KKR) મેચ રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ (RCB vs KKR) મેચ 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ 7 વાગ્યે યોજાશે.

કઈ ટીવી ચેનલ દ્વારા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ મેચનું જીવંત પ્રસારણ કરાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ (RCB vs KKR) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ (RCB vs KKR) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ આ છે IPL માં સૌથી કંજૂસ ખેલાડી, ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં સૌથી યુવાન કેપ્ટન તરીકેનો રેકોર્ડ અને 19 વર્ષનો થવા પહેલા 100 વિકેટ મેળવી હતી

આ પણ વાંચોઃ IPL 2021 Orange Cap: ટોપ-5 માં પહોંચ્યો ચેન્નાઇ સુપર કિંગ્સનો ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન હજુ પણ ટોચ પર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">