IPL 2021: ચેન્નાઇ સામે મુંબઇના હાઇસ્કોરીંગ રન ચેઝ ને રોહિત શર્માએ જીવનની રોમાંચક T20 મેચ ગણાવી

ચેન્નાઇ સુપર કિગ્સ (Chennai Super Kings) ની સામે વિશાળ સ્કોર વાળી મેચમાં, મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) એ ચાર વિકેટે રોમાંચક જીત મેળવ હતી. રોમાંચકતા સાથે જીત મેળવ્યા બાદ મુંબઇ ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ કહ્યુ હતુ કે, તેમના જીવનની લગભગ સૌથી રોમાંચક T20 મેચ હતી.

IPL 2021: ચેન્નાઇ સામે મુંબઇના હાઇસ્કોરીંગ રન ચેઝ ને રોહિત શર્માએ જીવનની રોમાંચક T20 મેચ ગણાવી
Rohit Sharma
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 02, 2021 | 10:10 AM

ચેન્નાઇ સુપર કિગ્સ (Chennai Super Kings) ની સામે વિશાળ સ્કોર વાળી મેચમાં, મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) એ ચાર વિકેટે રોમાંચક જીત મેળવ હતી. રોમાંચકતા સાથે જીત મેળવ્યા બાદ મુંબઇ ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ કહ્યુ હતુ કે, તેમના જીવનની લગભગ સૌથી રોમાંચક T20 મેચ હતી. ચેન્નાઇ એ ચાર વિકેટ ગુમાવીને મુંબઇ સામે 218 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેનો પિછો કરતા મુંબઇએ છ વિકેટ ગુમાવીને 219 રન બનાવી અંતિમ બોલ પર જીત મેળવી હતી. આ સાથે જ મુંબઇએ IPL ના ઇતિહાસમાં પ્રથમ વખત 200 રન થી વધારેનો સ્કોર સફળતા પૂર્વક ચેઝ કર્યો હતો. તેની આ જીત માટે મુખ્ય હિરો કિયરોન પોલાર્ડ (Kieron Pollard) રહ્યો હતો, જેણે 34 બોલમાં 87 રનની અણનમ રમત રમી હતી. રોહિત એ મેચ બાદ કહ્યુ હતુ કે પોલાર્ડે અદ્ભૂત ઇનીંગ રમી હતી.

તેમણે કહ્યુ હતુ કે, સંભવતઃ મારા જીવનની આ સૌથી વધુ રોમાંચક T20 મેચ હતી. પોલાર્ડ લાજવાબ હતો. આ મેદાન પ્રમાણમાં નાનુ હોવાને લઇને બોલરો માટે થોડુ વિકટ હતુ. રોહિત શર્મા એ કહ્યુ હતુ કે, આશા હતી કે, જો કોઇ બેટ્સમેન અંત સુધી ક્રિઝ પર રહ્યો તો લક્ષ્ય હાંસલ કરી લેવાશે. તેણે કહ્યુ હતુ કે, અમને ખ્યાલ હતો કે આ બેટીંગ માટે સારુ મેદાન છે. આવામાં આવામાં આવામાં અમે પુરી 20 ઓવર સુધી ક્રિઝ પર રહેવા માટેનો નિર્ણય કર્યો હતો. અમે સારી શરુઆત કરી હતી, બાદમાં પોલાર્ડ અને કૃણાલ એ ઇનીગને સંભાળી હતી. ટીમમાં હાર્દીક અને જેમ્સ નિશમની હાજરીને લઇને જીતનો ભરોસો હતો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

પોલાર્ડે તેના બેટ વડે દર્શાવેલા કમાલ અને ટીમને અપાવેલી જીતને લઇને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે બોલીંગ માં પણ 2 ઓવર કરીને 12 રન આપી 2 વિકેટ ઝડપી હતી. તેણે કહ્યુ હતુ કે, જ્યારે અમે બોલીંગ કરી રહ્યા હતા, ત્યારે અમારા બોલર ઝડપી બોલ ફેંકી રહ્યા હતા. તેની પર રન બનાવા આસાન હતા, જેથી મે ધીમા બોલનો ઉપયોગ કર્યો હતો. પોલાર્ડ એ કહ્યુ હતુ કે, અંતિમ ઓવરની તમામ છ બોલ પોતે જ રમવા ઇચ્છતા હતા. તેણે કહ્યુ હતુ કે, બોલર મારા સામે વાઇડ યોર્કર બોલનો ઉપયોગ કરશે, જોકે મે પણ આ વખતે તેમની સામે તૈયારી કરી હતી જે મને કામ લાગી હતી. તેણે કહ્યુ હતુ કે, અંતિમ ઓવરમાં પણ સ્ટ્રાઇક મે મારી પાસે રાખી હતી. કારણ કે હું ઇચ્છતો હતો કે, છ બોલ હું જ રમુ તો જેના થી જીતવાની સંભાવના વધારે રહેશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">