IPL 2021 RCB vs MI: અંતિમ બોલે RCBનો મુંબઈ ઈન્ડીયન્સ સામે 2 વિકેટે રોમાંચક વિજય

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021)નો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ હતી.

IPL 2021 RCB vs MI: અંતિમ બોલે RCBનો મુંબઈ ઈન્ડીયન્સ સામે 2 વિકેટે રોમાંચક વિજય
RCB vs MI
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 09, 2021 | 11:43 PM

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021)નો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ હતી. ઓપનિંગ મેચમાં ટોસ જીતીને વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. RCBના બોલર હર્ષલ પટેલે (Harshal Patel) અંતમાં તરખાટ મચાવી, તેણે 5 વિકેટ હાંસલ કરી હતી. મુંબઈ ઈન્ડીયન્સની ટીમે 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 159 રન કર્યા હતા. જેના જવાબમાં RCBએ અંતિમ બોલે 2 વિકેટે રોમાંચક જીત મેળવી હતી.

RCBની બેટીંગ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કોહલીની સેનાની શરુઆત જેટલી શાનદાર રહી હતી, એટલી સારી ઈનીંગ આગળ વધારી શકાઈ નહોતી. એકાએક જ બેંગ્લોરની ઈનીંગ લડખડાઈ ગઈ હતી. વોશિંગ્ટન સુંદર અને વિરાટ કોહલી ઓપનીંગ બેટીંગ માટે ક્રિઝ પર આવ્યા હતા. જોકે સુંદર ઓપનીંગ કરવામાં સફળ થઈ શક્યો નહોતો. તેણે 16 બોલમાં 10 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 33 રન 29 બોલમાં બનાવ્યા હતા. રજત પાટીદાર પણ ત્રીજા ક્રમે આવીને ખાસ સફળ રહ્યો નહોતો, તે 8 બોલમાં 8 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો.

ગ્લેન મેક્સવેલે ધમાકેદાર રમત દાખવી હતી, પરંતુ તે પણ જેનસનનો શિકાર બન્યો હતો. તેણે 28 બોલમાં 39 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. બોલીંગમાં નિષ્ફળ નિવડેલા શાહબાઝ અહેમદ બેટીંગમાં પણ 2 બોલ રમીને 1 રન કરી આઉટ થયો હતો. ડેન ક્રિસ્ટીઅન 1 રન બનાવીને બુમરાહનો શિકાર થયો હતો.

સૌથી વધુ રન એબી ડિવિલીયર્સે 27 બોલમાં 48 રન બનાવ્યા હતા. તેના આઉટ થવા બાદ આમ તો આરસીબીની જીત દાવ પર લાગી હતી. જોકે બાદમાં અંતિમ બોલે ટીમ મેચને જીતવામાં સફળ રહી હતી. હર્ષલ પટેલે અંતિમ ઓવરને બેટીંગ દ્વારા પણ સંભાળી લઈને 3 બોલમાં 4 રન બનાવીને ટીમની જીતને નાના આંકડાથી હાર જીતના અંતર માટે કિંમતી યોગદાન આપ્યુ હતુ. હર્ષલે અંતિમ બોલે વિજયી રન મેળવ્યો હતો.

મુંબઈ ઈન્ડીયન્સની બોલીંગ

જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે મેકરો જેન્સને પણ 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટે પણ એક વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહરે 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. તેને એક પણ વિકેટ મળી નહોતી. જોકે મુંબઈના બોલરોએ સમયાંતરે વિકેટ મેળવતા રહેતા એક સમયે એક તરફી બનેલી મેચ રોમાંચક સ્થિતી તરફ વળી હતી અને મુંબઈને આશા જાગી હતી.

મુંબઈ ઈન્ડીયન્સ બેટીંગ

ચેન્નાઈની ધીમી પીચ પર રોહિત શર્મા અને ક્રિસ લીને ટીમની બેટીંગ શરુઆત કરી હતી. બંનેએ સેટ થવાનો પ્રયાસ કરીને આક્રમક રમતની શરુઆત કરવાની લય પકડી હતી, ત્યાં જ રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. 24 રનના સ્કોર પર ક્રિસ લીને કવર્સ તરફ શોટ મારી રન લેવા દરમ્યાન અડધી પીચ પર પહોંચી ક્રિસ લીન પરત ફરી જતા રોહિત રન આઉટ થયો હતો. બીજી વિકેટ સૂર્યકુમાર યાદવની 94 રન પર ગુમાવી હતી. તેણે 23 બોલમાં 31 રન કર્યા હતા. ત્રીજી વિકેટ ક્રિસ લીનના રુપમાં ગુમાવી હતી. તે એક રન માટે અર્ધશતક ચુક્યો હતો, તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. 35 બોલમાં તેણે 49 રન કર્યા હતા.

ઈશાન કિશન 19 બોલમાં 28 રન કરીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ 10 બોલમાં 2 ચોગ્ગા સાથે 13 રન કરીને એલબીડબલ્યુ આઉટ થયોહતો. કિરોન પોલાર્ડ અને કૃણાલ પંડ્યા તેમજ માર્કો સહિતના મધ્યક્રમ નિષ્ફળ નિવડ્યો. આમ મુંબઈની સારી શરુઆત હર્ષલ પટેલ સામે ખરાબ અંતથી ઈનીંગ સમાપ્ત થઇ હતી.

RCB ની બોલીંગ

ધીમી પીચનો બોલરોએ ફાયદો ઉઠાવવા માટે પ્રયાસ કર્યો હતો. શરુઆતમાં બેટ્સમેનોને શોટ રમવામાં ઘણી તકલીફ પડી રહી હતી. ગુજરાતના સાણંદના હર્ષલ પટેલે કમાલની બોલીંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 5 વિકેટ ઝડપી ડેથ ઓવરમાં મુંબઈને નિયંત્રણમાં રાખ્યુ હતુ. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 41 રન આપ્યા હતાં, પરંતુ વિકેટ ઝડપવામાં તે નિષ્ફળ રહ્યો હતો. કાયલ જેમીસને 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. મંહમદ સિરાજે 4ઓવરમાં 22 રન આપ્યા હતા, આમ તેણે કરકસર ભરી બોલીંગ કરી હતી. જોકે વિકેટ તેને નસીબ થઈ શકી નહોતી. વોશિંગ્ટન સુંદરે એક ઓવર કરીને 7 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

ક્રિસ લીન અને માર્કો યાનસન ને તક

મુંબઈ ઈન્ડીયન્સે ક્રિસ લીન અને માર્કો યાનસનને તક આપી હતી, બંને ખેલાડીઓ પ્રથમ વખત જ મુંબઈ સાથે રમી રહ્યા છે. લીન આ પહેલા પણ આઈપીએલમાં પોતાનું પ્રદર્શન દર્શાવી ચુક્યો છે. ઓસ્ટ્રેલીયાનો ધુંઆધાર ઓપનર મનાય છે તો 6.8 ઇંચની ઉંચાઈ ધરાવતો માર્કો યાનસન ઝડપી બોલર છે. તેને પણ તેનું પ્રદર્શન બતાવવા મુંબઇએ તક આપી છે. તેનુ નામ ખૂબ ઓછા લોકોએ સાંભળ્યુ હશે.

આ પણ વાંચો: IPL 2021: ગુજરાતી હર્ષલ પટેલે દર્શાવ્યો દમ, 5 વિકેટ ઝડપવા સાથે જ સર્જી દીધો રેકોર્ડ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">