IPL 2021, RCB vs KKR: બેંગ્લોરની ટીમે કોલકાતા સામે 139 રનનો આસાન પડકાર રાખ્યો, સુનિલ અને ફરગ્યુશન સામે RCBના બેસ્ટમેન ફસડ્યા

આજે હાર એ સપનાઓને તોડવા સમાન હશે એટલે જ વિરાટ કોહલી (Virat Kohli) અને ઇયોન મોર્ગન (Eoin Morgan) પુરો દમ લગાવી દેશે.

IPL 2021, RCB vs KKR: બેંગ્લોરની ટીમે કોલકાતા સામે 139 રનનો આસાન પડકાર રાખ્યો, સુનિલ અને ફરગ્યુશન   સામે RCBના બેસ્ટમેન ફસડ્યા
Virat Kohli is bowled by Sunil Narine

IPL 2021 ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ની ટીમો વચ્ચે રમાઇ રહી છે. ટોસ જીતીને વિરાટ કોહલી (Virat Kohli) એ બેટીંગ પસંદ કરી હતી. સુનિલ નરેન (Sunil Narine) ની બોલીંગ સામે આરસીબી જાણે ઉભુ રહી શક્યુ નહોતુ. આરસીબીએ 20 ઓવરના અંતે 7 વિકેટે 139 રનનો આસાન પડકાર કોલકાતા સામે રાખ્યો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટીંગ

કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે ઝડપ થી રન બનાવવાની શરુઆત કરી હતી. પરંતુ પડિક્કલ ના રુપ મા આરસીબીએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 18 બોલમા 21 રન કર્યા હતા. ફોર્મમા રહેલ શ્રીકર ભરત ની વિકેટ ઝડપથી ગુમાવતા બેંગલોર ને મોટો ઝટકો બીજી વિકેટ પર લાગ્યો હતો. ભરતે 16 બોલ રમીને 9 રન કર્યા હતા. બંનેની વિકેટ ગુમાવતા બેંગ્લોર ની ટીમ દબાણમાં જોવા મળી હતી.

 

કોહલી એ 39 રન 33 બોલમા કર્યા હતા. તેણે આક્રમક રમત રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તેની જોડી તૂટતા જ ધીમો પડ્યો હતો. કોહલી ની વિકેટ ગુમાવતા બેંગ્લોર ની રમત પર દબાણનો વધ્યું હતુ. તેને નરેને ક્લિન બોલ્ડ કર્યો હતો. 14મી ઓવર સમાપ્ત થવા સુધી એક પણ છગ્ગો લગાવી શક્યો હતો. ડિવિલીયર્સ 9 બોલમાં 11 રન કરીને બોલ્ડ થયો હતો. શાહબાઝ અહેમદે 14 બોલમાં 13 રન કર્યા હતા.

ડેનિયલ કિશ્વન 9 બોલમાં 8 રન કરીને રન આઉટ થયો હતો. હર્ષલ પટેલે અણનમ 6 બોલમાં 8 રન કર્યા હતા. જ્યારે જ્યોર્જ ગાર્ટન શૂન્ય રને અણનમ રહ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ બોલીંગ

સુનિલ નરેને કેપ્ટન કોહલીની જ નહી પરંતુ તેની ટીમના સપનાંઓની ગીલ્લીઓ ઉડાવી દીધી હોય એવો માહોલ સર્જાયો હતો. સુનિલ નરેને 4 ઓવરમાં 21 રન આપીને કોહલી સહિતના ટોપ ઓર્ડરને વિખેરી નાંખતી 4 મહત્વની વિકેટ ઝડપી હતી. લોકી ફરગ્યુશને 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 20 રન આપ્યા હતા. જ્યારે શાકિબ અલ હસને 4 ઓવરમાં 24 રન આપ્યા હતા. શિવમ માવી એ 4 ઓવરમાં 36 રન આપ્યા હતા કેપ્ટન મોર્ગને 5 બોલરોની ઉપયોગ કરીને તેમના સ્પેલની તમામ ઓવરો પૂરી નંખાવી હતી.

 

 

આ પણ વાંચોઃ Cricket: આયર્લેન્ડની 16 વર્ષની જ ખેલાડીએ સ્ટાર ક્રિકેટ મિતાલી રાજ નો બે દાયકા જૂનો વિશ્વ વિક્રમ તોડી દીધો

આ પણ વાંચોઃ IPL 2021: ધોની ને આ બે સંયોગ ફળી ગયા તો ચેન્નાઇને ચેમ્પિયન બનાવતા કોઇ નહી રોકી શકે ! જાણો આ અનોખા સંયોગ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati