IPL 2021: રવિન્દ્ર જાડેજાએ જબરદસ્ત થ્રો કરી કેએલ રાહુલને રન આઉટ કરવાની ચપળતા જોઈ સૌ કોઈ દંગ, જુઓ VIDEO

આઈપીએલ 2021ની 8મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings vs Punjab Kings) બંને વચ્ચે મુંબઈમાં રમાઈ રહી છે.

IPL 2021: રવિન્દ્ર જાડેજાએ જબરદસ્ત થ્રો કરી કેએલ રાહુલને રન આઉટ કરવાની ચપળતા જોઈ સૌ કોઈ દંગ, જુઓ VIDEO
Punjab vs Chennai
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 16, 2021 | 10:29 PM

આઈપીએલ 2021ની 8મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings vs Punjab Kings) બંને વચ્ચે મુંબઈમાં રમાઈ રહી છે. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)એ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ કિંગ્સની ટીમ પર દિપક ચાહર (Deepak Chahar)નો કહેર વર્તાયો હતો. 26 રનના સ્કોર પર જ અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ચાહરે પ્રથમ ઓવરના ચોથા બોલેર ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) પણ આજે ખાસ કંઈ નહોતા કરી શક્યો, તે પણ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના જબરદસ્ત થ્રો પર રન આઉટ થયો હતો.

પંજાબ કિંગ્સની બેટીંગ ઈનીંગની ત્રીજી ઓવરમાં જ્યારે પંજાબ 15 રનના સ્કોર પર હતુ, ત્યારે જ રવિન્દ્ર જાડેજાએ શાનદાર થ્રો કરીને કેએલ રાહુલને પેવેલિયન પરત મોકલ્યો હતો. કેએલ રાહુલ 5 રન બનાવીને જ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. જાડેજાએ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ઈજા થવા બાદ તે સીધો જ આઈપીએલ સાથે ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન જાડેજાને અંગૂઠો ફેક્ચર થયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

https://twitter.com/IamUMulk/status/1383094202238607364?s=20

પંજાબ કિંગ્સે શાહરુખ ખાનની 47 રનની ઈનિંગને લઈને 100 રન પાર કરવામાં સફળ રહ્યુ હતુ. પંજાબે અંતમાં 8 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા હતા. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઇલેવનમાં શુક્રવારની મેચ દરમ્યાન કોઈ ફેરફાર કર્યો નહોતો. અગાઉ દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે હાર સહન કરવી પડી હતી. આમ સિઝનની બીજી મેચમાં હવે ચેન્નાઇ જીતની શોધ સાથે મેદાને ઉતર્યુ હતુ. જે જુસ્સો પણ ચેન્નાઇમાં આજે જોવા મળતો હતો.

આ પણ વાંચો: PBKS vs CSK Live Score, IPL 2021: અર્શદીપે આપ્યો ચેન્નઈને પહેલો ઝટકો, ઋતુરાજ ગાયકવાડ સસ્તામાં OUT

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">