IPL 2021: રવિ બિશ્નોઇએ ડાઇવ લગાવીને ઝડપ્યો હવાઇ કેચ, વાયરલ થયો વિડીયો, જુઓ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં પંજાબ કિંગ્સ (Punjab Kings) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે સોમવારે આઇપીએલ 2021ની મેચ રમાઇ હતી. જે મેચમાં ટોસ હારીને પંજાબ કિંગ્સે પ્રથમ બેટીંગ કરી હતી.

IPL 2021: રવિ બિશ્નોઇએ ડાઇવ લગાવીને ઝડપ્યો હવાઇ કેચ, વાયરલ થયો વિડીયો, જુઓ
Ravi Bishnoi
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 27, 2021 | 12:42 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં પંજાબ કિંગ્સ (Punjab Kings) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે સોમવારે આઇપીએલ 2021 ની મેચ રમાઇ હતી. જે મેચમાં ટોસ હારીને પંજાબ કિંગ્સે પ્રથમ બેટીંગ કરી હતી. પંજાબે 20 ઓવરના અંતે ફક્ત 123 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં કલકત્તાએ નબળી શરુઆત કરવા છતાં મક્કમતા પૂર્વક જીત તરફ આગળ વધ્યુ હતુ. કલકત્તાએ 17 રનમાં જ તેના ટોપ ઓર્ડર્સની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ત્રીજી વિકેટ સુનિલ નરેન (Sunil Narine ) ની ગુમાવી હતી. ઝડપી બોલર અર્શદિપ સિંહ (Arshdeep Singh) ના બોલર પર સુનિલ નરેને ઉંચો શોટ લગાવ્યો હતો. જેને રવિ બિશ્નોઇ ( Ravi Bishnoi) એ અશક્ય લાગી રહેલા કેચને ડાઇવ લગાવીને ઝડપી લીધો હતો. જબરદસ્ત ઉંચો અને દુર રહેલો કેચ ઝડપવાને લઇને ફેંસ પણ તેની પર ફિદા થઇ ગયા હતા. તેનો વિડીયો પણ વાયરલ થવા લાગ્યો હતો.

કલકત્તા નાઇટ રાઇડર્સ ની બેટીંગ ઇનીંગ દરમ્યાન ત્રીજી ઓવરમાં આ કેચ ઝડપાયો હતો. જે કેચ પહેલા કલકત્તાએ નિતીશ રાણા અને શુભમન ગીલના રુપમાં બે વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. આ દરમ્યાન હવે કલકત્તાએ મજબૂત ભાગીદારી રમતની જરુર હતી. પરંતુ ત્રીજી ઓવર ના અંતિમ બોલ દરમ્યાન અર્શદિપના બોલને ઉંચો શોટ લગાવ્યો હતો, સિક્સરની અપેક્ષાએ લગાવેલો બોલ બાઉન્ડરી લાઇનની અંદર જ વધારે ઉંચો હવામાં ગયો હતો. દરમ્યાન બાઉન્ડરી નજીક ફિલ્ડીંગ કરી રહેલા રવિ બિશ્નોઇએ દોટ મુકી ને બોલ પાસે પહોંચવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં તેણે અંતમાં બોલને ઝડપી લેવા ડાઇવ લગાવીને વિશાલ ઉંચાઇ થી આવેલા બોલને ઝડપી લીધો હતો. આ સાથે જ સુનિલ નરેને પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ.

https://twitter.com/cricket_ffs/status/1386720774732533770?s=20

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ પહેલા કલકત્તાએ પ્રસિદ્ધ કૃષ્ણા ની આગેવાનીમાં બોલરોએ જબરદસ્ત પ્રદર્શન વડે પંજાબની ટીમ એ 123 રનના આસાન સ્કોર પર જ રોકાઇ ગઇ હતી. પંજાબે 9 વિકેટ ગુમાવી હતી. પંજાબના કેપ્ટન કેએલ રાહુલ એ 19 રન બનાવ્યા હતા. જ્યારે મયંક અગ્રવાલે 31 રન બનાવ્યા હતા. કૃષ્ણાં એ ત્રણ વિકેટ સાથે બોલીંગ પ્રદર્શન સોમવારની મેચમાં સારુ કર્યુ હતુ. સાથે જ અન્ય બોલરોએ પણ વિકેટ ઝડપતા રહેતા પંજાબે નિયમિત રીતે વિકેટો ગુમાવી હતી..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">