IPL 2021: બેંગ્લોર સામે પંજાબનો આ મોંઘોદાટ ઝડપી બોલર થયો ઘાયલ, પંજાબની ચિંતા વધી ગઇ

પંજાબ કિંગ્સ (Punjab Kings) માટે આઇપીએલ 2021 નો સમય સારો નથી રહ્યો. પરંતુ શુક્રવારની સાંજ તેમની ટીમ માટે શાનદાર રહી હતી. કેએલ રાહુલની આગેવાની ધરાવતી પંજાબ કિંગ્સ એ વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને 34 રન હરાવી દીધી હતી.

IPL 2021: બેંગ્લોર સામે પંજાબનો આ મોંઘોદાટ ઝડપી બોલર થયો ઘાયલ, પંજાબની ચિંતા વધી ગઇ
Punjab vs Bangalore
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 01, 2021 | 10:41 AM

પંજાબ કિંગ્સ (Punjab Kings) માટે આઇપીએલ 2021 નો સમય સારો નથી રહ્યો. પરંતુ શુક્રવારની સાંજ તેમની ટીમ માટે શાનદાર રહી હતી. કેએલ રાહુલની આગેવાની ધરાવતી પંજાબ કિંગ્સ એ વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને 34 રન હરાવી દીધી હતી.

આ સાથે જ પંજાબે સિઝનમાં તેની ત્રીજી જીત નોંધાવી હતી. બેટીંગ થી લઇને બોલીંગ અને ફિલ્ડીંગ તમામ વિભાગમાં શુક્રવારની મેચમા જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. પંજાબ કિંગ્સ માટે આ એક પરફેક્ટ મેચ રહી હતી. જોકે જીત સાથે જ મેચનો અંત પંજાબ માટે થોડોક નિરાશા જનક રહ્યો હતો. પંજાબના મોંઘાદાટ ઝડપી બોલર રિલે મેરેડિથ (Riley Meredith) મેચ ખતમ થવાને આરે હતી ત્યારે જ ઇજાગ્રસ્ત બન્યો હતો.

ઓસ્ટ્રેલીયન ઝડપી બોલર સતત ત્રણ મેચ થી બહાર બેઠો હતો. ફરી એકવાર તેને ટીમમાં સમાવાયો હતો અને તેણે પોતાની ઝડપ સાથે શાનદાર વાપસી કરી હતી. વિરાટ કોહલીને તેણે રીતસર પરેશાન રાખી દીધો હતો. મેરેડિથ એ પ્રથમ ઓવર કરીને કોહલીને પરેશાન કર્યો, બીજી ઓવર લઇ આવતા મેરેડિને તોફાની ઝડપે દેવદત્ત પડિક્કલનુ ઓફ સ્ટંપ બોલ વડે દૂર સુધી ઉખાડી ફેંક્યુ હતુ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જેમિસનના શોટ થી ઘાયલ થયો મેરેડિથ એ પાવર પ્લેમાં જ લગાતાર 3 ઓવર કરી હતી, અને ફક્ત 22 રન આપીને એક વિકેટ ઝડપી હતી. મેરેડિથ એ ફરી થી બેંગ્લોર સામે ઇનીંગની અંતિમ 20 ઓવર લઇને બોલીંગ કરી હતી. જે સમયે બેંગ્લોરની હાર નિશ્વિત થઇ ચુકી હતી. છતાં પણ તેણે પૂરા દમ સાથે અંતિમ ઓવર ની શરુઆત કરી હતી. ઓવર ના બીજા બોલ પર RCB ના કાઇલ જેમિસને બોલને જોર થી બોલર ની દીશામાં જ ફટકાર્યો હતો. મેરેડિથ ફોલોથ્રુમાં સંભાળે તે પહેલા જ બોલ સીધો જ તેના ઘુંટણ પાસે આવીને જોર થી વાગ્યો હતો.

જેને લઇને મેરેડિથ મેદાન પર જ બેસી ગયો હતો. ટીમના ફિઝીયો પણ મેદાન પર દોડી આવ્યા હતા. તેમણે તેની ઇજાનુ નિરિક્ષણ કરીને બોલીંગ આગળ નહી કરવાનો નિર્ણય કર્યો હતો અને મેરેડિથને મેદાન બહાર લઇ ગયા હતા. મેરેડિથ પણ લંગડાતો મેદાન બહાર નિકળ્યો હતો. બાકી રહેલા ચાર બોલ મહંમદ શામીએ પુરા કરીને ઓવર સમાપ્ત કરી હતી. મેરેડિથે  3.2 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

ખરાબ શરુઆત બાદ વાપસી

આઇપીએલ 2021 ની સિઝન માટે ઓકશન દરમ્યાન પંજાબે 8 કરોડ રુપિયામાં ઓસ્ટ્રેલીયાના આ ઝડપી બોલર મેરેડિથને ખરીદ કર્યો હતો. તેણે શુક્રવારે શાનદાર પ્રદર્શન બેંગ્લોર સામે કર્યુ હતુ. જોકે સિઝન સાથે ડેબ્યુ કરી રહેલા આ તોફાની બોલરની શરુઆત સારી રહી નહોતી. શરુઆતની ત્રણ મેચમાં બેટ્સમેનોએ તેને ખૂબ ફટકારીને રન કર્યા હતા. મેરેડિથ પોતાની ઝડપ થી હરિફો ને હંફાવવામાં નિષ્ફળ નિવડ્યો હતો. શુક્રવારના પ્રદર્શન ને લઇને તે ટીમમાં સ્થાન પાક્કુ રાખવા સફળ મજબૂત થયો હતો. પરંતુ હવે ફિટનેશને લઇને કેપ્ટન કેએલ રાહુલ પણ ટેન્શનમાં લાગી રહ્યો છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">