IPL 2021 PBKS vs RR Live Streaming: પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યાં, ક્યારે અને કેવી રીતો જોઇ શકશો

IPL 2021 ના ​​પહેલા તબક્કામાં પંજાબ કિંગ્સ (Punjab Kings) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામસામે આવ્યા ત્યારે પંજાબ કિંગ્સે જીત મેળવી હતી.

IPL 2021 PBKS vs RR Live Streaming: પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યાં, ક્યારે અને કેવી રીતો જોઇ શકશો
Punjab vs Rajasthan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 12:29 PM

IPL 2021 PBKS vs RR Live Streaming: IPL 2021 ની 32 મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Punjab Kings vs Rajasthan Royals) વચ્ચે રમાવાની છે. આ મેચ દુબઈમાં રમાશે. પોઈન્ટ ટેબલની દ્રષ્ટિએ આ મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વની છે. પંજાબ અને રાજસ્થાન બંને હાલમાં ટોપ 4 માંથી બહાર છે. રાજસ્થાનની ટીમ સાત મેચમાં ત્રણ જીત સાથે પાંચમા સ્થાને છે, જ્યારે પંજાબની ટીમ આઠ મેચમાં એટલી જ જીત સાથે છઠ્ઠા સ્થાને છે. બંને ટીમોના છ -છ પોઇન્ટ છે.

રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં નવા કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson) સાથે મેદાનમાં ઉતર્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે ગત વર્ષ ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. સારી શરૂઆત છતાં રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી. 13 મી સીઝન પછી તરત જ, રાજસ્થાન રોયલ્સે સ્ટીવ સ્મિથને કેપ્ટનશીપમાંથી હટાવી દીધો. એટલું જ નહીં તેને ટીમમાંથી પણ મુક્ત કર્યો. જોકે, નવા કેપ્ટન હોવા છતાં રાજસ્થાનનું નસીબ બહુ બદલાયું નથી.

પંજાબને છેલ્લી મેચમાં વિજય મળ્યો હતો

છેલ્લી વખત બંને ટીમો સામસામે આવી ત્યારે ચાહકોને રોમાંચક સ્પર્ધા જોવા મળી. પંજાબ કિંગ્સે આ મેચ ચાર રનથી જીતી હતી. બાઈના વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી મેચમાં છેલ્લા બોલ પર જીત-હારનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સંજુ સેમસને કેપ્ટન તરીકે પ્રથમ સદી ફટકારી હતી. પરંતુ છેલ્લા બોલ પર જીતથી ચૂકી ગયો હતો. છેલ્લી ઓવરમાં સંજુ સેમસનનો સિંગલ રન ચર્ચાનું કારણ બન્યો હતો.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

પંજાબ કિંગ્સે કેપ્ટન લોકેશ રાહુલ (91) અને દીપક હુડા (64) ની અડધી સદીના આધારે 221 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. સંજૂ સેમસને જોસ બટલર, શિવમ દુબે અને રિયાન પરાગ સાથે ઝડપી રન બનાવ્યા અને મહત્વની ભાગીદારી કરી પરંતુ હજુ પણ સાથે મળીને ટીમ જીતી શકી નથી. સંજુ (119) સિવાય કોઈ અન્ય ખેલાડી મોટી ઈનિંગ રમી શક્યો નહીં અને અંતે રાજસ્થાનની ટીમ છેલ્લા બોલ પર ચાર રને મેચ હારી ગઈ.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ ની મેચ ક્યારે રમાશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (PBKS vs RR) IPL 2021 ની 32 મી મેચ 21 સપ્ટેમ્બર, મંગળવારે રમાશે.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ મેચ ક્યાં રમાશે?

દુબઇના દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (PBKS vs RR) મેચ રમાશે.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (PBKS vs RR) મેચ 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ 7 વાગ્યે યોજાશે.

કઈ ટીવી ચેનલ દ્વારા રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સર્સ મેચનું જીવંત પ્રસારણ કરાશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (PBKS vs RR) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (PBKS vs RR) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ IPL 2021: આજે રાજસ્થાન સામે ધમાલ મચાવી આ ધૂંઆધાર બેટ્સમેન મનાવી શકે છે ‘જન્મદિવસ’, જે T20 ક્રિકેટનો બળિયો કહેવાય છે

આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાન પોલીસનો બિરીયાની ઝાપટવામાં પણ રેકોર્ડ, ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષા દરમ્યાન 27 લાખની બિરીયાની ખાઇ જતાં વિવાદ

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">