IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં પ્રથમ વાર કંગાળ હાલત, સતત ચોથી હાર બાદ પ્લેઓફના દરવાજા બંધ!

સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) બુધવારે બીજા તબક્કામાં પોતાની પ્રથમ મેચ રમી હતી. તેને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામેની આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદની ટૂર્નામેન્ટમાં પ્રથમ વાર કંગાળ હાલત, સતત ચોથી હાર બાદ પ્લેઓફના દરવાજા બંધ!
Sunrisers Hyderabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 9:22 AM

IPL 2021 માં, સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) બુધવારે બીજા તબક્કામાં પોતાની સફર શરૂ કરી હતી. તેણે પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નો સામનો કર્યો હતો, જ્યાં તેઓએ હાર મેળવી હતી. આ સાથે જ તેમનુ નિરાશાજનક પ્રદર્શન જારી રહ્યુ હતુ, IPL ની વર્તમાન સિઝનમાં પણ ચાલુ રહી હતી. બીજી બાજુ, દિલ્હી કેપિટલ્સે IPL 2021 માં 7 મી જીત નોંધાવી હતી. તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

આ હાર સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે. દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 9 વિકેટે 134 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 17.5 ઓવરમાં બે વિકેટે 139 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવને 42, શ્રેયસ અય્યરે અણનમ 47 અને કેપ્ટન રિષભ પંતે અણનમ 35 રન બનાવ્યા હતા. પૃથ્વી શો 11 રન બનાવી આઉટ થયો હતો.

હાર બાદ ટીમના કેપ્ટન વિલિયમ્સને કહ્યું, અમને જે શરૂઆત મળવી જોઈએ તે મળી નથી. અંતે થોડી સારી બેટિંગ કરી હતી. પરંતુ અમે 25-30 રનથી પાછળ રહી ગયા. તે શરમજનક છે પરંતુ અમારે આગળ વધુ સારું કરવું પડશે. દિલ્હીના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને અમને દબાણ હેઠળ રાખ્યા. આજનો દિવસ અમારો નહોતો. અમારે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને આગળ વધવું પડશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

સનરાઇઝર્સ હૈદરાબાદને સતત ચોથી હાર મળી

આઇપીએલના ઇતિહાસમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ એક ટીમ એવી ટીમ તરીકે ઓળખવામાં આવે છે, જેનું પ્રદર્શન હંમેશા નિયમિત રહ્યું છે. જોકે આ વખતે ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. બુધવારે આ ટીમને લીગમાં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ સતત ચાર મેચ હારી છે.

હૈદરાબાદ અત્યાર સુધી આઠ મેચ રમી ચૂક્યું છે. આ 8 માંથી તેણે માત્ર એક જ મેચ જીતી છે. તે પોઈન્ટ ટેબલમાં બે પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે. અગાઉ 2009 માં KKR, 2010 માં પંજાબ કિંગ્સ, 2013 માં દિલ્હી કેપિટલ્સ અને 2019 માં RCB પ્રથમ 8 મેચમાંથી 7 મેચ હારી ગયા હતા.

સ્ટાર ખેલાડીઓની અછત

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આ વખતે ડેવિડ વોર્નરની જગ્યાએ, કિવિ બેટ્સમેન કેન વિલિયમસનને પોતાના કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો. આ દરમ્યાવ લીગની મધ્યમાં, તેણે તેના સ્ટાર ખેલાડી વોર્નરને ટીમમાંથી બહાર કરી દીધો હતો. આનો ભોગ તેઓએ સહન કરવો પડશે. બીજા તબક્કામાં આ ટીમ માટે મુશ્કેલીઓ વધી છે. તેમના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરિસ્ટોએ અંગત કારણોસર લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ટીમમાં સ્ટાર ખેલાડીઓની અછતની અસર તેના પ્રદર્શન પર પણ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ IPL 2021: ગબ્બરનુ પ્રદર્શન લગાતાર, દરેક સિઝને ખડકી દે છે રનનો અંબાર, સતત પાંચમી વાર આ આંકડાને પાર કર્યો

આ પણ વાંચોઃ IPL 2021 Orange Cap: ઓરેન્જ કેપની રેસમાં ગબ્બર ફરી નંબર-1, કેએલ રાહુલ પણ આપી રહ્યો છે ટક્કર

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">