IPL 2021: સિઝન માટે ખૂબ લુંટ્યા પૈસા, કરોડોમાં રમ્યા પરંતુ મેદાનમાં ઉતર્યા તો પ્રદર્શન રહ્યુ આમ

IPL 2021 ની હરાજીએ આ ખેલાડીઓને રાતોરાત કરોડપતિ બનાવ્યા છે. પરંતુ જ્યારે તે રમવાની વાત આવી ત્યારે વાસ્તવિકતા ચોંકાવનારી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 12:00 PM
ipl 2022 mega auction

ipl 2022 mega auction

1 / 6
કૃષ્ણપ્પા ગૌતમ IPL 2021 ની હરાજીમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ધોની (Dhoni) એ આ ખેલાડીને હજુ સુધી એક મેચ પણ રમાડી નથી. જોકે આ દરમ્યાન ગૌતમે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે શ્રીલંકાના પ્રવાસથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. કર્ણાટક તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમનાર આ ખેલાડીએ રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે પોતાના પ્રદર્શનથી છાપ ઉભી કરી હતી.

2 / 6
આઈપીએલની હરાજી દરમ્યાન ઓસ્ટ્રેલિયાના ઝાય રિચાર્ડસનની પર પણ ખૂબ પૈસા વરસાવ્યા હતા. તેને પંજાબ કિંગ્સે 14 કરોડ રૂપિયામાં પોતાની સાથે લીધો હતો. પરંતુ આ ઝડપી બોલરનો આ ભરોસા પર ખરો ન ઉતર્યો. ઝાય રિચાર્ડસને પહેલા હાફમાં ત્રણ મેચ રમી અને ત્રણ વિકેટ હતી. પરંતુ આ માટે ઓવર દીઠ 10 વધુ રન ખર્ચવામાં આવ્યા હતા. જ્યારે યુએઈમાં આઈપીએલ ફરી શરૂ થઈ ત્યારે આ ખેલાડી રમવા આવ્યો ન હતો. રિચાર્ડસન પર જ્યારે 14 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા ત્યારે પણ આશ્ચર્ય થયું કે શા માટે અને કયા કારણોસર આટલા પૈસા ખર્ચવામાં આવ્યા.

3 / 6
IPL 2021 ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ ત્રીજો સૌથી મોંઘા ખેલાડી હતા. તેમને RCB એ 14.25 કરોડમાં લીધા હતા. આઈપીએલમાં સતત ખરાબ પ્રદર્શન બાદ પણ તેમના પર આટલી મોટી રકમ ખર્ચવામાં આવી હતી. પરંતુ મેક્સવેલનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે IPL 2021 માં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને 350 રન બનાવ્યા છે. તેણે ચાર અડધી સદી ફટકારી છે અને 15 સિક્સર સાથે આ સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેનોમાંનો એક છે. બોલિંગમાં પણ તેણે કેપ્ટન વિરાટ કોહલીના માથાનો દુખાવો ઓછો કર્યો છે. તેણે અત્યાર સુધી છ વિકેટ લીધી છે અને ઇકોનોમી પણ પણ છ ની રાખી છે.

4 / 6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ન્યુઝીલેન્ડના ઉંચા કદના કાયલ જેમીસનને પોતાની સાથે લેવા માટે પોતાની તિજોરી ખોલી દીધી હતી. RCB એ આ ખેલાડીને તેમની સાથે 15 કરોડ રૂપિયામાં ઉમેર્યો કર્યો હતો. પરંતુ કિવી બોલરનું પ્રદર્શન તેની બોલી પ્રમાણે ન હતું. તેણે અત્યાર સુધી નવ મેચ રમી છે. માત્ર નવ વિકેટ ઝડપી છે. આ દરમ્યાન તેની ઇકોનોમી 9.60 છે. એટલે કે, દરેક ઓવરમાં લગભગ 10 રન આપવામાં આવ્યા છે. બેટિંગની વાત કરીએ તો ત્યાં પણ નિરાશા છે. જેમીસન માત્ર 65 રન જ બનાવી શક્યો હતો. તાજેતરની મેચોમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો.

5 / 6
ક્રિસ મોરિસ IPL 2021 નો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં પોતાની સાથે લીધો હતો. જ્યારે IPL 2021 ભારતમાં શરૂ થઈ ત્યારે મોરિસે સારી રમત બતાવી હતી. સાત મેચમાં 14 વિકેટ લીધી હતી. પરંતુ યુએઈમાં તેઓ બીજા હાફમાં નિષ્ફળ રહ્યો છે. તેણે અત્યાર સુધી રમેલી ત્રણ મેચમાં તેને વિકેટ પણ મળી નથી. તેની ઇકોનોમી પણ ઓવર દીઠ નવ રનથી વધુ છે. જ્યારે ગયા વર્ષે RCB માટે, તેણે આ પીચો પર ધૂમ મચાવી દીધી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">