IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પંજાબે કિંગ્સે ટ્રંપ કાર્ડ રમ્યુ, T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં ધમાલ મચાવનારને મેદાને ઉતાર્યો

પંજાબ કિંગ્સે (Punjab Kings) વિજયની શોધમાં નવા ખેલાડી પર દાવ લગાવ્યો હતો. આ ખેલાડી પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય T20 મેચમાં ધમાલ મચાવી ચૂક્યો છે.

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પંજાબે કિંગ્સે ટ્રંપ કાર્ડ રમ્યુ, T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં ધમાલ મચાવનારને મેદાને ઉતાર્યો
KL Rahul-Kane Williamson
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 7:55 PM

IPL 2021 ની 37 મી મેચમાં પંજાબ કિંગ્સે (Punjab Kings) વિજયની શોધમાં નવા ચહેરાને તક આપી છે. કેએલ રાહુલે (KL Rahul) શારજાહમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામેની મેચ માટે નાથન એલિસને (Nathan Ellis) પોતાની ટીમમાં સામેલ કર્યો છે. એલિસ ઓસ્ટ્રેલિયાની રહેવાસી છે અને તાજેતરમાં જ તેણે ધમાકેદાર અંદાજમાં આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં પગ મૂક્યો હતો.

તેણે બાંગ્લાદેશ સામે તેની પ્રથમ T20 મેચમાં હેટ્રિક લીધી હતી. નાથન એલિસે હૈદરાબાદ સામેની મેચ માટે પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવનમાં વેસ્ટ ઇન્ડીઝના ફેબિયન એલનનું સ્થાન લીધું છે. એલન બીજા હાફની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ખાસ કંઈ કરી શક્યો ન હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આઈપીએલ 2021 ના ​​બીજા ભાગમાંથી ઝાય રિચાર્ડસન અને રિલે મેરિડિથ હટી ગયા બાદ પંજાબ કિંગ્સે નાથન એલિસને પોતાની સાથે લીધો હતો. રિચાર્ડસન અને મેરિડિથ પણ ઓસ્ટ્રેલિયાથી આવે છે. જે બંનેને પંજાબ દ્વારા એક મોટી રકમ માટે લેવામાં આવ્યા હતા. નાથન એલિસને T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમના અનામત ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે.

26 વર્ષીય એલિસે અત્યાર સુધીમાં બે આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે અને તેમાં પાંચ વિકેટ લીધી છે. આ સાથે જ તેણે લીગ અને ઘરેલુ T20 મેચમાં 33 મેચમાં 38 વિકેટ ઝડપી છે. તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ ઝડપથી સફળતાની સીડી ચઢી છે.

બે વર્ષ પહેલા ક્લબ ક્રિકેટ રમતો હતો

બે વર્ષ પહેલા સુધી તે ક્લબ ક્રિકેટ રમી રહ્યો હતો. અને હવે બે મહિનામાં આંતરરાષ્ટ્રીય પદાર્પણ સાથે, T20 વર્લ્ડ કપના અનામત ખેલાડીઓ સાથે, તે પણ IPL નો એક ભાગ બની ગયો છે. નાથન એલિસે IPL માં રમવા વિશે કહ્યું હતું કે, તેનાથી તેનો અનુભવ વધશે. તેણે આ ટૂર્નામેન્ટમાં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શામી જેવા મજબૂત ભારતીય બોલરો પાસેથી ટીપ્સ લેવાની વાત પણ કરી હતી.

ડેબ્યુમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

એલિસે 6 ઓગસ્ટના રોજ ઢાકામાં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય T20 ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ આ મેચમાં હેટ્રિક લીધી. નાથન એલિસે ઇનિંગની છેલ્લી ઓવરના છેલ્લા 3 બોલમાં આ અદ્ભુત કર્યું. આ દ્વારા, તે આંતરરાષ્ટ્રીય T20 મેચમાં ડેબ્યુમાં હેટ્રિક લેનાર પ્રથમ ક્રિકેટર બન્યો. આ દરમ્યાન તેણે આંતરરાષ્ટ્રીય T20 મેચમાં હેટ્રિક લેનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન બન્યો છે.

આ પણ વાંચોઃ DC vs RR, IPL 2021: રાજસ્થાન સામે 33 રને શાનદાર વિજય સાથે દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં નિશ્વીત!, સંજૂ સેમસનની કેપ્ટન ઇનીંગ એળે ગઇ

આ પણ વાંચોઃ Former cricketers : ભૂતપૂર્વ ક્રિકેટરોની મદદ માટે BCCI પણ આગળ આવ્યું, બોર્ડની આવી યોજના છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">