IPL 2021, PBKS vs RR: 6 બોલમાં પંજાબ કિંગ્સને ફક્ત 4 રન જરુર હતા, પરંતુ કાર્તિક ત્યાગીએ આ રીતે છીનવી મેચ, જાણો જાદુઇ ઓવરનો રોમાંચ

IPL 2021, PBKS vs RR: 6 બોલમાં પંજાબ કિંગ્સને ફક્ત 4 રન જરુર હતા, પરંતુ કાર્તિક ત્યાગીએ આ રીતે છીનવી મેચ, જાણો જાદુઇ ઓવરનો રોમાંચ
Karthik Tyagi

IPL 2021: જેઓ આખી મેચમાં આગળ રહ્યા, તે પંજાબના કિંગ્સ છેલ્લી ઓવરમાં પાછળ પડી ગયા. સવાલ એ છે કે છેલ્લી ઓવરમાં એવુ તો શું થયું કે બાજી પલટાઇ ગઇ.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Sep 22, 2021 | 9:43 AM

કહેવાય છે કે સો સોનાર અને એક લુહાર. આવું જ કંઈક રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings)ની મેચમાં થયું. પંજાબની ટીમે સમગ્ર મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. મેચની છેલ્લી ઓવર સુધી કોઈને પણ ખ્યાલ નહોતો કે પંજાબીઓની શક્તિ તેમની જીતની શોધમાં ઓછી પડી જશે. તેમણે છેલ્લા 6 બોલમાં માત્ર 4 રન બનાવવાના હતા. અને 8 વિકેટ હાથમાં હતી. પરંતુ જે સમગ્ર મેચમાં આગળ રહ્યા, એ પંજાબના કિંગ્સઓ છેલ્લી ઓવરમાં પાછળ રહી ગયા.

સવાલ એ છે કે છેલ્લી ઓવરમાં શું થયું. તો સીધો અને સરળ જવાબ છે-કાર્તિક ત્યાગી (Karthik Tyagi). હા, સંજુ સેમસન (Sanju Samson) નું તે તીર, જેણે યોગ્ય સ્થાન પર યોગ્ય લક્ષ્યને સાધ્યુ હતુ.

નિકોલસ પૂરન અને માર્કરમની જોડી પંજાબને જીતવા માટે ભૂખી જણાતી હતી. જીત તરફ ઝડપથી આગળ વધતા હતા. તેમણે મેચને એ મુકામ સુધી લઈ ગયા હતા, જ્યાંથી કોઈ તેમની ટીમની હારનો વિચાર પણ ન કરી શકે. પરંતુ, જ્યારે છેલ્લી ઓવરમાં રાજસ્થાનને 4 રનનો બચાવ કરવો પડ્યો, ત્યારે સેમસને બોલ ડાબા હાથના ઝડપી બોલર કાર્તિક ત્યાગીને આપ્યો. તેના કેપ્ટનની આ અપેક્ષા પર, કાર્તિક માત્ર ખરો જ ઉતર્યો નહીં, પરંતુ ટીમને જીતાડવામાં પણ સફળ ઉતર્યો હતો. હવે સમજી લો કે તેણે છેલ્લી ઓવરના દરેક બોલ સાથે તે કામ કેવી રીતે કર્યું.

છેલ્લી ઓવરના રોમાંચનું સંપૂર્ણ વિશ્લેષણ

પ્રથમ બોલ

કાર્તિકે આ બોલને લો ફુલ ટોસ ફેંક્યો હતો. તેના પર કોઈ રન નોંધાયો નહીં. તેનો અર્થ એ હતો કે તે ડોટ બોલ છે. મતલબ હવે પંજાબે જીતવા માટે 5 બોલમાં 4 રન બનાવવાના હતા.

બીજો બોલ

આ વખતે કાર્તિકે લગભગ લગભગ એક યોર્કર ફેંકી દીધો. માર્કરમે આના પર સિંગલ રન લીધો હતો. હવે પંજાબને જીતવા માટે 4 બોલમાં 3 રનની જરૂર હતી.

ત્રીજો બોલ

કાર્તિકે આ વખતે બોલને વાઇડ યોર્કર નાંખ્યો હતો. પૂરને તેને રમવા પ્રયાસ કર્યો હતો, બોલ બેટનો કિનારો લઇને વિકેટકીપર સંજૂ સેમસનના ગ્લોવ્ઝમાં પહોંચ્યો હતો. હવે પંજાબને 3 બોલમાં 3 રનનુ લક્ષ્ય સામે હતુ. જ્યારે હાથમાં 7 વિકેટ હતી.

ચોથો બોલ

કાર્તિકનો આ બોલ નવા આવેલા બેટ્સમેન દીપક હુડ્ડાએ રમ્યો હતો. આ બોલ ડોટ રહ્યો હતો. મતલબ હવે પંજાબે જીતવા માટે 2 બોલમાં 3 રન બનાવવાના હતા. મેચ સુપર ઓવરમાં જતી હોય તેવું પણ લાગી રહ્યું હતું.

પાંચમો બોલ

આ વખતે કાર્તિકે એક સંપૂર્ણ વાઇડ ડિલિવરી ફેંકી હતી, જે રમવાના ચક્કરમાં હુડ્ડા વિકેટની પાછળ કેચ પકડ્યો હતો. મતલબ કે પંજાબ તરફથી રન બન્યો ન હતા, પરંતુ વધુ એક વિકેટ ચોક્કસપણે ગુમાવી હતી. હવે પંજાબને છેલ્લા બોલ પર 3 રનની જરૂર હતી. પંજાબની જીતની આશા હજુ જીવંત હતી, પરંતુ તેનાથી પણ વધારે રાજસ્થાનની ટીમ માટે એક ચમત્કાર થતો જણાયો.

છઠ્ઠો બોલ

કાર્તિકે ફરી એક ફુલ લેન્થ બોલ ફેંક્યો, જેના પર ફેબિયન એક પણ રન બનાવી શક્યો નહીં. રાજસ્થાને આ મેચ 2 રને જીતી લીધી હતી. જે ચમત્કારની તેને આશા હતી તે જ બન્યું. તેણે પંજાબના મોંઢે આવેલી જીતને છીનવી લીધી હતી.

આઈપીએલમાં 11 વર્ષ પછી આવું બન્યું

આઈપીએલના ઈતિહાસમાં 11 વર્ષ પછી, એવું બન્યું છે જ્યારે છેલ્લી ઓવરમાં 4 રનના સ્કોરનો બચાવ થયો હોય. કાર્તિક પહેલા વર્ષ 2009 માં મુનાફ પટેલે પ્રથમ વખત આ પરાક્રમ કર્યું હતું. કાર્તિકે મેચમાં 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં 4 રનનો બચાવ કરવા માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ IPL 2021: પંજાબ સામે અંતિમ ઓવરમાં મેચ પલટી દેનારા ખેડૂત પુત્ર કાર્તિક ત્યાગીની આવી છે કહાની, જાણો યુવા ક્રિકેટરની સફર

આ પણ વાંચોઃ IPL 2021 Orange Cap: રાજસ્થાન સામે શાનદાર રમતને લઇ કેએલ રાહુલ ઓરેન્જ કેપની રેસમાં નંબર-1 શિખર ધવન સાથે બરાબરી પર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati