IPL 2021, PBKS vs RR: આજે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર, પ્લેઓફની નજીક પહોંચવા બંનેએ પુરો દમ લગાવી દેવો પડશે

આજે મંગળવારે કેએલ રાહુલ (KL Rahul) અને સંજૂ સેમસન (Sanju Samson) ની ટીમ ટકરાશે, બંને પોઇન્ટ ટેબલમાં 6 અંક ધરાવે છે. એક હાર પ્લેઓફની રેસમાં પાછળ મુકી દેવાને ડરે બંને ટીમો તાકાત લગાવશે.

IPL 2021, PBKS vs RR: આજે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર, પ્લેઓફની નજીક પહોંચવા બંનેએ પુરો દમ લગાવી દેવો પડશે
Sanju Samson-KL Rahul
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 12:15 PM

IPL 2021 ની આજે 32 મી મેચ રમાનારી છે. આજે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે ટક્કર જામનારી છે. બર્થ ડે બોય ક્રિસ ગેઇલ (Chris Gayle) ની રમતનો પણ આજે ઇંતઝાર રહેશે. આ ઉપરાંત કેએલ રાહુલ (KL Rahul) પણ ઓરેન્જ કેપની રેસમાં છે અને તે રન બનાવવાની રેસમાં આગળ રહેવાનો પ્રયાસ કરી શકે છે. બંને ટીમો માટે જોકે હજુ પ્લેઓફમાં પહોંચવા માટે આજે જીત મેળવવી જરુરી છે.

રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિગ્સ બંને પ્રથમ હાલ્ફના અંતે પોઇન્ટ ટેબલમાં આગળ પાછળ રહ્યા છે. જેમાં પંજાબ ની ટીમ 8 મેચો રમીને માત્ર 3 જ મેચ જીતી ચૂક્યુ છે. આમ ટેબલમાં તે 6 પોઇન્ટ સાથે 7માં સ્થાન પર છે. જ્યારે રાજસ્થાનની ટીમ પંજાબ કરતા એક મેચ ઓછુ રમ્યુ છે હજુ. તેણે 7 મેચ રમીને 3 મેચ જીતી છે જ્યારે 4 મેચ હારી છે. આમ 6 પોઇન્ટ સાથે રાજસ્થાનની ટીમ છઠ્ઠા સ્થાને છે.

રાજસ્થાનની ટીમના ટોપ ઓર્ડર પર આજે નજર રહેશે. ટીમના લિવિંગસ્ટોને તાજેતરમાં જ ઇંગ્લેન્ડમાં રમાયેલી ધ હંડ્રેડમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. જેને લઇને રાજસ્થાનનો ટોપ ઓર્ડરનો આ સ્ટાર ઇન ફોર્મ ખેલાડીઓ રાજસ્થાનની ટીમની ઓપનીંગની જવાબદારી નિભાવી શકે છે. આક્રમક ઓપનર કેરેબિયન લુઇસ સાથે જોડી બનાવીને મેદાનમાં ઉતરી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સંજૂ સેમસનની ટીમમાં ક્રિસ મોરિસ, ડેવિડ મિલર અને નંબર વન ટી20 સ્પિનર તબરેજ શમ્સી પસંદ કરાશે. જ્યારે ચેતન સાકરીયા નવોદિત બોલર ટીમમાં સામેલ છે. ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે બોલીંગ આક્રમણનો ઉપયોગ કરવા રણનિતી અપનાવશે.

રાહુલને બોલીંગને લઇને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ટીમમાં મોહંમદ શામી એક અનુભવન બોલર છે. જેની પર ટીમને મોટી આશા રહેશે. આ ઉપરાંત ટીમમાં રવિ બિશ્નોઇ અને આદિલ રાશિદ સ્પિન વિભાગ સંભાળી રહ્યા છે. જ્યારે અર્શદિપ સિંહ પણ ઝડપી બોલીંગ સંભાળે છે.

બંને ટીમો પર નજર

રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન (કેપ્ટન), એવિન લેવિસ, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવાટિયા, ક્રિસ મોરિસ, કાર્તિક ત્યાગી, ચેતન સાકરિયા, મુસ્તફિઝુર રહેમાન, તબરેજ શમ્સી, શ્રેયસ ગોપાલ, લિયામ લિવિંગસ્ટોન, જયદેવ ઉનડકટ, ડેવિડ મિલર, મનન વોહરા, કેસી કરિયપ્પા, ગ્લેન ફિલિપ્સ, મહિપાલ લોમરોર, ઓશેન થોમસ, મયંક માર્કંડે, અનુજ રાવત, ગેરાલ્ડ કોએટ્ઝી, કુલદિપ યાદવ અને આકાશ સિંહ.

પંજાબ કિંગ્સઃ કેએલ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ક્રિસ ગેઇલ, નિકોલસ પૂરણ, દીપક હુડ્ડા, શાહરુખ ખાન, રવિ બિશ્નોઈ, આદિલ રશીદ, મોહમ્મદ શામી, હરપ્રિત બ્રાર, એડેન માર્કરમ, નાથન એલિસ, ઈશાન પોરેલ, ક્રિસ જોર્ડન, જલજ સક્સેના, મોઇજેસ હેનરિક્સ, પ્રભસિમરન સિંહ, મનદીપ સિંહ, મુરુગન અશ્વિન, સરફરાઝ ખાન, ફેબિયન એલન, સૌરભ કુમાર, ઉત્કર્ષ સિંહ, દર્શન નલકંડે અને અર્શદીપ સિંહ.

આ પણ વાંચોઃ IPL 2021: આજે રાજસ્થાન સામે ધમાલ મચાવી આ ધૂંઆધાર બેટ્સમેન મનાવી શકે છે ‘જન્મદિવસ’, જે T20 ક્રિકેટનો બળિયો કહેવાય છે

આ પણ વાંચોઃ IPL 2021: KKR સામે કારમી હાર બાદ વિરાટ કોહલીનુ છલકાયુ દર્દ, કહ્યુ આ મેચે આંખો ખોલી દીધી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">