IPL 2021 Orang Cap: સંજૂ સેમસન ઓરેન્જ કેપ થી સહેજ માટે દૂર રહી ગયો, ધવન હજુ પણ ટોપ પર

IPL માં ઓરેન્જ કેપ (Orange Cap) તે બેટ્સમેનને આપવામાં આવે છે, જે સિઝનના અંતે સૌથી વધુ રન બનાવે છે. જોકે આ કેપના હકદાર લીગ દરમ્યાન પણ બદલાતા રહે છે.

IPL 2021 Orang Cap: સંજૂ સેમસન ઓરેન્જ કેપ થી સહેજ માટે દૂર રહી ગયો, ધવન હજુ પણ ટોપ પર
Sikhar Dhawan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 8:43 AM

IPL 2021 તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. હવે આ લીગમાં પ્લેઓફમાં જવાની લડાઈ તેજ બની છે. આ સાથે લીગમાં પણ રોમાંચ આવી ગયો છે. ઓરેન્જ કેપ (Orange Cap) ની રેસનો રોમાંચ પણ ખૂબ વધ્યો છે. મંગળવારે બે મેચ બાદ ઓરેન્જ કેપમાં ટોપ-5 માં ફેરફાર થયા હતા. શિખર ધવને (Shikhar Dhawan) સંજુ સેમસન (Sanju Samson) ને પછાડીને ફરીથી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જોકે આ સિવાય અન્ય કોઈ ફેરફાર જોવા મળ્યા નહોતા. બુધવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે હતી. જેમાં RCB એ આ મેચ જીતી હતી.

સેમસન બુધવારે માત્ર 2 રન થી ઓરેન્જ કેપમાં ટોપ પર આવવાથી દૂર રહી ગયો હતો. RCB સામેની મેચના અંતે તેનો સિઝનમાં સ્કોર 454 થયો છે, જ્યારે શિખર ધવન 454 રન પર છે. લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. આમ લીગની પ્રથમ સીઝનથી ચાલી રહ્યું છે. લીગ દરમ્યાન પણ, આ કેપના હકદાર બદલાતા રહે છે. આ કેપ મેચના અંતે તે બેટ્સમેનને આપવામાં આવે છે, જે તે સમયે સૌથી વધુ રન બનાવનારની યાદીમાં પ્રથમ ક્રમે છે.

રાહુલને ગત સિઝનમાં કેપ મળી હતી

ગત સિઝનમાં આ કેપ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ પાસે હતી. તેણે 14 મેચમાં 670 રન બનાવ્યા હતા. આ વર્ષે પણ તે પોતાની શાનદાર બેટિંગ સાથે રેસમાં છે. તેમના સિવાય ચેન્નઈ સુપર કિંગ્સના ફાફ ડુ પ્લેસિસ, દિલ્હી કેપિટલ્સના પૃથ્વી શો, ચેન્નઈના ઋતુરાજ ગાયકવાડ પણ આ રેસમાં છે. લીગના અંતે કોને આ કેપ મળશે તે જોવું રહ્યું, પરંતુ અત્યારે આ રેસ ખૂબ જ રસપ્રદ છે. ઓરેન્જ કેપમાં મોટભાગે દરરોજ ટોપ -5 માં ફેરફાર જોવા મળી રહ્યા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

43 મેચ બાદ ઓરેન્જ કેપમાં ટોપ-5 ની આ સ્થિતી છે

  1. શિખર ધવન (DC) – 11 મેચ, 454 રન
  2. સંજુ સેમસન (RR) – 10 મેચ, 452 રન
  3. કેએલ રાહુલ (PBKS) – 10 મેચ, 422 રન
  4. ફાફ ડુ પ્લેસિસ (CSK) – 10 મેચ, 394 રન
  5. ઋતુરાજ ગાયકવાડ (CSK) – 10 મેચ, 362 રન

આ પણ વાંચોઃ Team India: ટીમ ઇન્ડીયામાં ફૂટ પડી, વિરાટ કોહલી સામે રહાણે અને પુજારા ઉતર્યા, BCCI ને કરાઇ ફરીયાદ, જાણો શુ છે પૂરો મામલો?

આ પણ વાંચોઃ Reservoir Status: અરવલ્લી અને સાબરકાંઠાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક, જાણો, વાત્રક, હાથમતી, મેશ્વો અને માઝૂમની સ્થિતી

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">