IPL 2021 Orange Cap: શિખર ધવનના હાથમાં થી સરકી નંબર-1 ની ખુરશી, પાંચમાં નંબરનો ખેલાડી છીનવી ગયો સ્થાન

ઓરેન્જ કેપ (Orange Cap) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં બેટ્સમેનો માટે સૌથી મોટુ સન્માન છે છે. આ ટુર્નામેન્ટમાં જે બેટ્સમેન સૌથી વધુ રન બનાવે છે. તેના માથા પર ઓરેન્જ કેપ શોભે છે.

IPL 2021 Orange Cap: શિખર ધવનના હાથમાં થી સરકી નંબર-1 ની ખુરશી, પાંચમાં નંબરનો ખેલાડી છીનવી ગયો સ્થાન
Ruturaj Gaikwad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:37 AM

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2021) નો રોમાંચ હવે ચરમસીમાએ છે. પ્લેઓફનું ચિત્ર ટૂંક સમયમાં સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સનુ પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. હવે ટીમો બે ખાલી જગ્યા માટે લડી રહી છે. કેટલીક મેચ બાદ હવે પ્લેઓફનું ચિત્ર પણ સ્પષ્ટ થશે. ખેલાડીઓ તેમની ટીમને જીતવા માટે ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. રોમાંચક મેચમાં બેટ્સમેનોના બેટમાંથી રન બહાર આવી રહ્યા છે.

બેટ્સમેનો તેમના વિસ્ફોટક પ્રદર્શનથી પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે તેની નજર ઓરેન્જ કેપ (Orange Cap) પર પણ સ્થિર છે. શનિવારે ડબલ હેડરમાં ઓરેન્જ કેપને લઇને ભારે હલચલ મચી ગઈ હતી. દિવસની બીજી મેચમાં જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સનો સામનો કર્યો હતો. આ મેચ બાદ ચેન્નાઈના ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) તમામ દિગ્ગજોને પાછળ છોડીને પાંચમા સ્થાનેથી પ્રથમ સ્થાને આવી ગયો છે. તેમણે આ મેચમાં અણનમ 101 રન બનાવ્યા હતા.

આઈપીએલમાં શનિવારે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ દિલ્હી કેપિટલ્સ સામે રમાઇ હતી. દિલ્હીએ આ મેચ જીતી હતી. બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો સામસામે હતી. આ મેચમાં રાજસ્થાનને જીત મળી હતી. દિવસની શરૂઆતમાં, ટોપ-5 ની યાદી દિવસના અંતે બદલાઇ હતી. જ્યારે ગાયકવાડ પ્રથમ સ્થાને પહોંચ્યો, સંજુ સેમસન ત્રીજા સ્થાને પહોંચ્યો ત્યારે આ યાદીએ હલચલ મચાવી દીધી હતી. લાંબા સમય સુધી નંબર વન પર રહેલો શિખર ધવન (Shikhar Dhawan) હવે ચોથા નંબર પર આવી ગયો છે.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

આ કેપ કોને મળે છે

ઓરેન્જ કેપ ઇન્ડીયન પ્રીમિયર લીગમાં બેટ્સમેનો માટે સૌથી મોટુ સન્માન છે. જે બેટ્સમેન આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવે છે. તેના માથા પર ઓરેન્જ કેપ શોભે છે. ઓરેન્જ કેપને લીગની પ્રથમ સીઝનથી આપવાનુ ચાલુ છે. સમગ્ર લીગ દરમિયાન, ઓરેન્જ કેપ વિવિધ બેટ્સમેનોના માથા પર સજાવાવમાં આવે છે. છેલ્લે બેટ્સમેને બેટથી સૌથી વધુ રન બનાવ્યા હોય, તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે.

ગત સિઝનમાં રાહુલની ધમાલ હતી

IPL 2020 ની સિઝનમાં પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે ઓરેન્જ કેપ જીતી હતી. તેણે 14 મેચમાં 670 રન બનાવ્યા હતા. આ વર્ષે પણ તે પોતાની શાનદાર બેટિંગ સાથે રેસમાં છે. તેમના સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સના ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડ પણ આ રેસમાં સામેલ છે. લીગના અંતે કોને આ કેપ મળશે તે જોવું રહ્યું, પરંતુ અત્યારે આ રેસ ખૂબ જ રસપ્રદ છે. ઓરેન્જ કેપમાં દરરોજ ટોપ-5 માં ફેરફાર જોવા મળી રહ્યા છે.

47 મેચ બાદ ઓરેન્જ કેપમાં ટોપ-5 ની આ છે સ્થિતી

1. ઋતુરાજ ગાયકવાડ (CSK) – 12 મેચ, 508 રન 2. કેએલ રાહુલ (PBKS) – 11 મેચ, 489 રન 3. સંજુ સેમસન (RR) – 12 મેચ, 479 રન 4. શિખર ધવન (DC) – 12 મેચ, 462 રન 5. ફાફ ડુ પ્લેસિસ (CSK) – 12 મેચ, 460 રન

આ પણ વાંચોઃ RCB vs PBKS, IPL 2021 Match Prediction: કેએલ રાહુલ આજે વિરાટ કોહલી સામે પ્લેઓફની રેસમાં ટકવા જીત મેળવવા ટક્કર લેશે

આ પણ વાંચોઃ IPL 2021: ચેન્નાઇ હિટ ‘રૈના’ સુપર ફ્લોપ, ધોનીનો ભરોસો કહેવાતા સુરેશ રૈના એ 13 સિઝનમાં આટલુ કંગાળ પ્રદર્શન પ્રથમ વાર કર્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">