IPL 2021: કેપ્ટન વગર જ શરુ થયો મુંબઈ ઈન્ડીયન્સનો ટ્રેનિંગ કેમ્પ, અનેક સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી

IPL 2021ના બીજા હાલ્ફની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે દુબઈમાં રમાનારી છે. જે માટે બંને ટીમો UAEમાં પહોંચી ચુકી છે.

IPL 2021: કેપ્ટન વગર જ શરુ થયો મુંબઈ ઈન્ડીયન્સનો ટ્રેનિંગ કેમ્પ, અનેક સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી
Mumbai Indians

IPLના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) પણ આ વખતે ટાઈટલ માટે પ્રબળ દાવેદાર છે. ટીમે તેના પ્રથમ તબક્કાની સાતમાંથી ચાર મેચ જીતી લીધી છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. લીગના બીજા તબક્કા માટે મુંબઈની ટીમ 13 ઓગસ્ટના રોજ UAE પહોંચી હતી. મુંબઈની ટીમ લીગના બીજા તબક્કાની શરૂઆત કરશે. 19 સપ્ટેમ્બરના રોજ પ્રથમ મેચમાં રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમનારી છે. આ માટેની ટીમે અબુધાબીમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મુંબઈએ શરુ કર્યો અભ્યાસ

છ દિવસના ક્વોરન્ટાઈન બાદ ટીમે શનિવારે તેના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. મુંબઈએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી આ સેશનનો વીડિયો શેર કર્યો છે. જેમાં ઈશાન કિશન, ધવલ કુલકર્ણી સહિત ઘણા ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે ટીમનો કોચિંગ સ્ટાફ પણ ખેલાડીઓ સાથે તાલીમ સત્રનો એક ભાગ બન્યા હતા.

 

વિદેશી ખેલાડીઓ હજુ નથી જોડાયા ટીમ સાથે

જોકે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ટીમ સાથે જોડાયા નથી કે વિદેશી ખેલાડીઓ પણ હજુ યુએઈ પહોંચ્યા નથી. ટીમના કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત જસપ્રિત બુમરાહ સહિત ઘણા ખેલાડીઓ હાલમાં ઈંગ્લેન્ડમાં છે. જ્યાં તેઓ ટેસ્ટ શ્રેણી રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓ સિરીઝ પૂરી થયા બાદ સીધા જ ખાસ વિમાન દ્વારા યુએઈ પહોંચશે.

BCCIનો આરોગ્ય પ્રોટોકોલ અનુસરવો પડશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લેનાર કોઈપણ આંતરરાષ્ટ્રીય ખેલાડીને આઈસોલેશનમાં રહેવું પડશે નહીં. પરંતુ ‘બબલ’ ઉલ્લંઘન માટે ફ્રેન્ચાઈઝીના સભ્યો અને પરિવારો સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) આગામી મહિને સંયુક્ત આરબ અમીરાતમાં ફરી શરૂ થનારી T20 ટુર્નામેન્ટ પહેલા આરોગ્ય અને સલામતી પ્રોટોકોલ જારી કર્યો હતો.

 

IPLમાં વિશ્વભરના ખેલાડીઓ ભાગ લેશે, જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. પ્રોટોકોલ મુજબ “તમામ ફ્રેન્ચાઈઝી ટીમના સભ્યોએ તેમની ફ્લાઈટના 72 કલાક પહેલા COVID-19 RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. RT-PCR ટેસ્ટ બાદ દરેક વ્યક્તિએ પોતાની જાતને ક્વોરેન્ટાઈનમાં રાખવી પડશે અને અન્ય લોકો સાથે સંપર્ક ટાળવો પડશે.

 

 

આ પણ વાંચોઃ FIA ફોર્મ્યુલા રિજનલ ચેમ્પિયનશિપ અને ફોર્મ્યુલા 4 ભારતમાં થઈ રહી છે લોન્ચ

 

આ પણ વાંચોઃ IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ સ્ટાર ઓલરાઉન્ડરને સમાવ્યો ટીમમાં, ત્રણ ફેરફાર સાથે નજર આવશે RCB

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati