IPL 2021 MI vs SRH: ધમાકેદાર શરુઆત બાદ હૈદરાબાદની નાટકીય હાર, ચાહર-ટ્રેન્ટની બોલીંગ વડે મુંબઈની 13 રને જીત

આઈપીએલ 2021ની સિઝનની 9મી મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Mumbai Indians vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી.

IPL 2021 MI vs SRH: ધમાકેદાર શરુઆત બાદ હૈદરાબાદની નાટકીય હાર, ચાહર-ટ્રેન્ટની બોલીંગ વડે મુંબઈની 13 રને જીત
Mumbai vs Hyderabad
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 17, 2021 | 11:31 PM

આઈપીએલ 2021ની સિઝનની 9મી મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Mumbai Indians vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. રોહિત શર્મા (Rohit Sharma) અને ક્વિન્ટર ડિકોક (Quinton de Kock)એ 55 રનની ભાગીદારી રમત રમી હતી. 20 ઓવરના અંતે મુંબઈએ 5 વિકેટ ગુમાવીને 150 રન કર્યા હતા. જેના જવાબમાં જોની બેયરિસ્ટો (Jonny Bairstow) અને ડેવિડ વોર્નરે (David Warner) ધમાકેદાર બેટીંગ દ્વારા  શરુઆત કરી હતી. 67 રને પ્રથમ વિકેટ ગુમાવનાર હૈદરાબાદની ટીમ 137 રનમાં જ ઓલઆઉટ થઈ જતા 13 રને મુંબઈની જીત થઈ હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ડેવિડ વોર્નર અને જોની બેયરિસ્ટોએ જબરદસ્ત શરુઆત કરી હતી. બેયરિસ્ટોએ છગ્ગાવાળી રમત રમીને ઝડપી સ્કોર બોર્ડ આગળ વધારતા રોહિત શર્માની ટીમના ચહેરા પર ચિંતાની લકીરો છવાઈ ગઈ હતી. જોકે તે બંને ઓપનરોની 67 રનની ભાગીદારી રમત બાદ બેયરિસ્ટો હિટ વિકેટ આઉટ થતાં જ ભાગીદારી રમત અટકી હતી. તેણે 22 બોલમાં 43 રનની રમત રમી હતી. ત્યારબાદ મનિષ પાંડે પણ માત્ર 2 રન બનાવીને પરત ફર્યો હતો. ત્યારબાદ કેપ્ટન વોર્નર પણ રન આઉટ થતાં હૈદરાબાદની ટીમ પણ ચિંતામાં મુકાઈ ગઈ હતી. વોર્નરે 34 બોલમાં 36 રન કર્યા હતા.

હૈદરાબાદે 15મી ઓવરમાં 102 રનના સ્કોર પર વિરાટ સિંહ અને 104 રન પર અભિષેક શર્માની વિકેટ ગુમાવી હતી. અબ્દુલ સમદને સીધો થ્રો કરીને હાર્દિક પંડ્યાએ રન આઉટકર્યો હતો. વિજય શંકર જીત અપાવી શકવાની હૈદરાબાદને આશા રહી હતી તે પણ 24 બોલમાં 28 રન કરીને બુમરાહનો શિકાર બન્યો હતો. રાશિદ ખાન શૂન્યમાં જ વિકેટ ગુમાવી બેઠો હતો.

આમ 129થી 135 રનના સ્કોરમાં જ ચાર વિકેટો ગુમાવી દેતા હૈદરાબાદ મુશ્કેલીમાં મુકાઈ ગયુ હતુ. શરુઆતની આસાન જીત તરફ આગળ વધી રહેલુ હૈદરાબાદ મેચ ગુમાવવાને આરે આવી ચુક્યુ હતુ. અંતિમ ઓવરમાં 16 રન કરવાનુ મુશ્કેલ ટાર્ગેટ સામે આવ્યુ હતુ. જોકે અંતિમ ઓવરમાં હૈદરાબાદ ઓલ આઉટ થઇ ગયુ હતુ.

મુંબઈ ઈન્ડીયન્સની બોલીંગ રાહુલ ચાહરે જબરદસ્ત બોલીગ પ્રદર્શન કરીને હૈદરાબાદ તરફ જઈ રહેલી એક તરફી બનેલી રમતને અટકાવી દીધી હતી. હાર્દિક પંડ્યાએ પણ વોર્નર અને અબ્દુલ સમદને જબરદસ્ત રન આઉટ કર્યા હતા. જે પણ મેચનું પાસુ પલટવા માટે મહત્વની વિકેટ રહી હતી. રાહુલ ચાહરે 4 ઓવરમાં 3 મહત્વની વિકેટ ઝડપી હતી. જેમાં તેણે 15 ઓવરમાં જ 2 વિકેટ ઝડપીને જાણે મેચને ટર્નીંગ પોઈન્ટ સ્વરુપ બોલીંગ કરી હતી. કૃણાલ પંડયાએ 3 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી. કિરોન પોલાર્ડે 2 ઓવર કરીને 10 રન આપ્યા હતા. જસપ્રિત બુમરાહે 4 ઓવર કરીને 14 રન આપ્યા હતા, તેણે એક વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટે 3.4 ઓવર કરીને 3 વિકેટ ઝડપી હતી.

મુંબઇ ઇન્ડીયન્સ બેટીંગ

રોહિત શર્મા અને ક્વિન્ટન ડીકોકે શરુઆત સારી કરી હતી. બંનેએ પાવર પ્લે દરમ્યાન અર્ધ શતકીય ભાગીદારી રમત રમી હતી. રોહિત શર્માએ 2 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 25 બોલમાં 32 રનની ઈનીંગ રમીને તે કેચ આઉટ થયો હતો. 55 રનના ટીમ સ્કોર પર રોહિત શર્માના સ્વરુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. બીજી વિકેટ સૂર્યકુમાર યાદવના સ્વરુપમાં ગુમાવી હતી, તેણે 10 રન કર્યા હતા.

ઓપનર ડીકોક 39 બોલમાં 40 રન કરીને આઉટ થયો હતો. ઈશાન કિશન 21 બોલમાં 12 રન કરીને આઉટ થયો હતો. આમ મુંબઈ 114 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી હતી. દરમ્યાન પોલાર્ડે સિઝનનો સૌથી લાંબો છગ્ગો લગાવ્યો હતો. તેણે 105 મીટરનો છગ્ગો લગાવીને સૌને દંગ રાખી દીધા હતા. તેણે 22 બોલમાં અણનમ 35 રન કર્યા હતા. પોલાર્ડે અંતિમ ઓવરમાં 2 છગ્ગા લગાવ્યા હતા. કૃણાલ પંડ્યા 3 રન કરીને અણનમ રહ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ બોલીંગ

મુજીબ ઉર રહેમાને 4 ઓવર કરીને 29 રન આપ્યા હતા અને તેણે 2 વિકેટ ઝડપી હતી. વિજય શંકરે 3 ઓવર કરીને 19  રન આપી 2 વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને 4 ઓવર કરીને 22 રન આપ્યા હતા. તેને વિકેટ નસીબ થઈ શકી નહોતી. ભુવનેશ્વર કુમારની બોલીંગ ખર્ચાળ રહી હતી, તેણે 4 ઓવર કરીને 45 રન આપ્યા હતા. ખલીલ અહેમદે 4 ઓવર કરીને 24 રન આપીને 1 વિકેટ મેળવી હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">