IPL 2021 CSKvsMI: ચેન્નાઈના ધુરંધરોએ રનનો કર્યો વરસાદ, મુંબઈને જીતવા માટે 219 રનનો આપ્યો ટાર્ગેટ

ચેન્નાઈના ફાફ ડુ પ્લેસિસ (Faf du Plessis) અને મોઈન અલી (Moeen Ali) બંનેએ શતકીય ભાગીદારી રમત રમી હતી. અંબાતી રાયડૂ (Ambati Rayudu)એ 20 બોલમાં ઝડપી અર્ધશતક લગાવ્યુ હતુ. ચેન્નાઈએ 20 ઓવરના અંતે 4 વિકેટે 218 રન કર્યા હતા.

  • Avnish Goswami
  • Published On - 21:37 PM, 1 May 2021
IPL 2021 CSKvsMI: ચેન્નાઈના ધુરંધરોએ રનનો કર્યો વરસાદ, મુંબઈને જીતવા માટે 219 રનનો આપ્યો ટાર્ગેટ
Mumbai vs Chennai

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) ખાતે મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે આઈપીએલ 2021ની મેચ રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી.

ચેન્નાઈના ફાફ ડુ પ્લેસિસ (Faf du Plessis) અને મોઈન અલી (Moeen Ali) બંનેએ શતકીય ભાગીદારી રમત રમી હતી. અંબાતી રાયડૂ (Ambati Rayudu)એ 20 બોલમાં ઝડપી અર્ધશતક લગાવ્યુ હતુ. ચેન્નાઈએ 20 ઓવરના અંતે 4 વિકેટે 218 રન કર્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સની બેટીંગ

ટોસ હારીને બેટીંગ કરવાની શરુઆત કરવા દરમ્યાન ઓપનર ઋતુરાજ ગાયકવાડની વિકેટ 4 રનના સ્કોર પર જ ગુમાવી હતી. ત્યારબાદ ફાફ ડુ પ્લેસીસ અને મોઈન અલીએ શતકીય ભાગીદારી રમત રમી હતી. ડુ પ્લેસિસે 28 બોલમાં 50 રન કર્યા હતા.

જ્યારે મોઈન અલીએ 36 બોલમાં 58 રન બનાવ્યા હતા. સુરેશ રૈના 2 રન કરીને વિકેટ ગુમાવી હતી. અંબાતી રાયડૂએ 20 બોલમાં ફિફટી કરી હતી. તેણે 72 રન 27 બોલમાં કર્યા હતા. આ દરમ્યાન 7 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 22 બોલમાં 22 રન કર્યા હતા.

મુંબઈ ઈન્ડીયન્સની બોલીંગ

ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવર કીરને 42 રન આપ્યા હતા. તેણે એક વિકેટ ઝડપી હતી. કિરોન પોલાર્ડે 2 ઓવર કરીને 12 રન આપી 2 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 56 રન લુટાવ્યા હતા, તેણે એક વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહરે 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. ધવલ કુલકર્ણીએ 4 ઓવર કરીને 48 રન આપ્યા હતા.