IPL 2021: આજે કલકત્તાને વાનખેડેમાં રમતને લઇને ઉચાટ, રાજસ્થાનને ટોપ ઓર્ડરની ચિંતા સતાવી રહી છે

IPL 2021 માં શનિવારે કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે ટક્કર થશે. એટલે કે ઇયોન મોર્ગન (Eoin Morgan) અને સંજૂ સેમસન (Sanju Samson) વચ્ચે નો આ પડકાર રહેશે.

IPL 2021: આજે કલકત્તાને વાનખેડેમાં રમતને લઇને ઉચાટ, રાજસ્થાનને ટોપ ઓર્ડરની ચિંતા સતાવી રહી છે
Kolkata vs Rajasthan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 24, 2021 | 5:15 PM

IPL 2021 માં શનિવારે કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે ટક્કર થશે. એટલે કે ઇયોન મોર્ગન (Eoin Morgan) અને સંજૂ સેમસન (Sanju Samson) વચ્ચે નો આ પડકાર રહેશે. આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસન ને થોડી ચિંતા ઓછી છે. કારણ કે, તેને પોતાની જીતની ચિંતાને લઇ બે ફિકરાઇ હશે. ટોસ જીતાય કે ના જીતાય તેમના મેચ જીતવાને લઇને ચાન્સ વધારે છે. જેનુ મોટુ કારણ છે, આજની મેચ મુંબઇ ના વાનખેડે સ્ટેડિમયમ (Wankhede Stadium) માં રમાનારી છે.

આજે જ્યારે બંને ટીમો મેદાન પર ઉતરશે તો તેમની વચ્ચે આ સિઝનની પ્રથમ ટક્કર હશે. તો બંને ટીમો આજે સિઝનની પોત પોતાની પાંચમી મેચ રમી રહી હશે. આ પહેલા બંને એ ચાર ચાર મેચ રમી છે, જેમાં બંને એ 3-3 હાર મેળવી છે. એટલે કે ફક્ત એક જ મેચ બંને ટીમોએ જીતી છે. પોઇન્ટ ટેબલમાં પણ રાજસ્થાન રોયલ્સ સૌથી નિચેના સ્થાને છે. જ્યારે કલકત્તા તેના એક સ્થાન ઉપર એટલે કે સાતમાં ક્રમાંક પર છે.

24મી મુલાકાતમાં જીત લેશે કઇ કરવટ? IPL ની પિચ પર બંને ટીમો વચ્ચે આજે 24 મી વખત ટકરાવ થશે. આ પહેલા બંને વચ્ચે 23 વખત મેચ રમાઇ ચુકી છે. જેમાં જોકે બંને વચ્ચે મુકાબલા બરાબરના લાગી રહ્યા છે. કલકત્તાએ રાજસ્થાન કરતા 2 મેચ વધારે જીતી છે. રાજસ્થાને 10 મેચમાં જીત મેળવી છે, તો કલકત્તાએ 12 મચોમાં જીતમ મેળવી છે. ભારતીય મેદાનો માં આઇપીએલમાં બંને ટીમો 18 વખત ટકરાઇ છે, જેમાં રાજસ્થાન 8 મેચ જીત્યુ છે. જ્યારે કલકત્તાએ 9 મેચમાં સફળતા હાંસલ કરી છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

મુંબઇમાં મેચ એટલે રાજસ્થાનની વાત બની ગઇ ! આજે બંને ટીમો વચ્ચેની મેચ મુંબઇમાં રમાનારી છે. આ એક વાત છે કે જે રાજસ્થાન માટે રાહત રુપ છે. જોકે આમ છતાં પણ તેણે તેના ટોપ ઓર્ડરને સુધારવો જરુરી છે. કારણ કે રાજસ્થાને આ સિઝનમાં પાવપ્લેમાં સૌથી વધુ દશ વિકેટ ગુમાવનારી ટીમ છે. રહી વાત મુંબઇમાં મેચ થી ટેન્શન ફ્રી થવાની તો, કલકત્તા નાઇટ રાઇડર્સનો વાનખેડેમાં અત્યાર સુધીનો રેકોર્ડ ખરાબ રહ્યો છે.

વાનખેડે પર કલકત્તાનો રેકોર્ડ કલકત્તા નાઇટ રાઇડર્સ એ મુંબઇ ના વાનખેડે સ્ટેડિયમમાં રમેલી 9 આઇપીએલ મેચમાં ફ્કત એક જ મેચમાં જીત મેળવી છે. કલકત્તા ની આ એક નબળી બાજુ પર રાજસ્થાન હુમલો કરીને પોતાની જીત આસાન કરી શકે એમ છે. જે જીતને રાજસ્થાનને ખૂબ જરુર પણ છે. પોઇન્ટ ટેબલમાં પણ ઉપર આવવા માટે હવે જીત મેળવવી રાજસ્થાન જ નહી પણ કલક્તાને પણ એટલી જ જરુર છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">