IPL 2021 KKR vs MI: કલકત્તા સામે મુંબઈની પલટન 152 રન પર ઓલઆઉટ, રસેલની 2 ઓવરમાં 5 વિકેટ

ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં IPL 2021ની પાંચમી મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Mumbai Indians vs Kolkata Knight Riders ) વચ્ચે રમાઈ રહી છે.

IPL 2021 KKR vs MI: કલકત્તા સામે મુંબઈની પલટન 152 રન પર ઓલઆઉટ, રસેલની 2 ઓવરમાં 5 વિકેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 13, 2021 | 9:32 PM

ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં IPL 2021ની પાંચમી મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Mumbai Indians vs Kolkata Knight Riders ) વચ્ચે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડીન્સે ટોસ ગુમાવીને હરિફ ટીમના નિર્ણય પર પ્રથમ બેટીંગ કરવા માટે મેદાને ઉતરવુ પડ્યુ હતુ. રોહિત શર્મા (Rohit Sharma)ની ટીમ મુંબઈની બેટીંગ આજે ધીમી રહી હતી. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને બાદ કરતા જાણે મુંબઈની બેટીંગ લાઈન કલકત્તાએ ધરાશયી કરી દીધી હતી. 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડીયન્સ અંતિમ બોલે 152નો સ્કોર કરીને ઓલ આઉટ થયુ હતુ. આંદ્રે રસેલે માત્ર 2 ઓવર કરીને મુંબઈની અડધી ટીમ એટલે કે 5 વિકટ પેવેલિયન મોકલી આપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની બેટીંગ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુંબઈની શરુઆત ખરાબ રહી હતી. ઓપનર ક્વિન્ટન ડિકોક 2 રન કરીને જ વિકેટ ગુમાવી બેઠો હતો. ઈનીંગની બીજી ઓવરમાં 10 રનના સ્કોર પર જ તેની વિકેટના સ્વરુપમાં મુંબઈએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે બેટીંગમાં આવતા જ આક્રમક રમત રમવાની શરુ કરી હતી. રોહિત શર્માએ પણ તેને બેટીંગની વધુ તક આપવા પ્રયાસ કર્યો હતો. સુર્યકુમારે 36 બોલમાં 56 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ 32 બોલમાં 43 રન કર્યા હતા.

ઈશાન કિશન એક રન, હાર્દિક પંડ્યા 17 બોલમાં 15 રન, કિરોન પોલાર્ડ 5 રન અને માર્કો યાનસેન શૂન્ય પર પેવેલિયન પરત ફરતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. ટીમના બેટ્સમેનો જાણે કે કલકત્તાના બોલરો સામે ટકી શકયા નહોતા. 12મી ઓવરમાં 88 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ 18 ઓવરમાં 126 રનના સ્કોર પર 7 વિકેટનો સ્કોર થઈ ગયો હતો. છ વિકેટ તો માત્ર 31 રનના અંતરમાં જ ગુમાવી દીધી હતી.

કલકત્તા નાઈટ રાઈડર્સની બોલીંગ

આન્દ્રે રસેલે બે ઓવર કરીને 15 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે કમાલનો જોદુ કર્યો હતો. અડધી ટીમ મુંબઈને તેણે માત્ર બે જ ઓવરમાં પેવેલિયન પરત મોકલી હતી. કલકત્તાએ આત્મવિશ્વાસથી ભરપૂર હોય એમ બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ. બોલરોએ શરુઆત થી જ મુંબઈને નિયંત્રણમાં લાવી દીધુ હતુ. વરુણ ચક્રવર્તીએ પ્રથમ સફળતા અપવ્યા બાદ નિયમિત અંતરે વિકેટો મેળવવામાં સફળતા મળી હતી. વરુણે 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ મેળવી હતી. જ્યારે પેટ કમિન્સે 4 ઓરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રૃષ્ણાએ 4 ઓવર કરીને 42 રન આપ્યા હતા, તેને એક વિકેટ મળી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">