IPL 2021 KKR vs MI: મુંબઈ સામે કલકત્તાને હાથમાં આવેલી બાજી સરકી ગઈ, મુંબઈની 10 રને જીત, રાહુલ ચાહરની 4 વિકેટ

ચેન્નાઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં IPL 2021ની પાંચમી મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Mumbai Indians vs Kolkata Knight Riders ) વચ્ચે રમાઈ. મુંબઈ ઈન્ડીયન્સે ટોસ ગુમાવીને હરિફ ટીમના નિર્ણય પર પ્રથમ બેટીંગ કરતા ધીમી શરુઆત રહી હતી.

  • Avnish Goswami
  • Published On - 23:37 PM, 13 Apr 2021
IPL 2021 KKR vs MI: મુંબઈ સામે કલકત્તાને હાથમાં આવેલી બાજી સરકી ગઈ, મુંબઈની 10 રને જીત, રાહુલ ચાહરની 4 વિકેટ
Kolkata vs Mumbai

ચેન્નાઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં IPL 2021ની પાંચમી મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Mumbai Indians vs Kolkata Knight Riders ) વચ્ચે રમાઈ. મુંબઈ ઈન્ડીયન્સે ટોસ ગુમાવીને હરિફ ટીમના નિર્ણય પર પ્રથમ બેટીંગ કરતા ધીમી શરુઆત રહી હતી. રોહિત શર્મા (Rohit Sharma) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને બાદ કરતા જાણે મુંબઈની બેટીંગ લાઈન નિષ્ફળ રહી હતી. 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડીયન્સ 152નો સ્કોર કરીને ઓલ આઉટ થયુ હતુ. જેના જવાબમાં કલકત્તાએ મક્કમ શરુઆત કરી હતી, પંરતુ બાદમાં રાહુલ ચાહરના આક્રમણ સામે વિકેટો ગુમાવતા હાથમાં આવેલો કોળીયો સરકી ગયો હતો. આમ મુંબઈનો 10 રને વિજય થયો હતો. કલકત્તાએ 20 ઓવરના અંતે  7 વિકેટે 142 રન કર્યા હતા.

 

કલકત્તા નાઇટ રાઈડર્સની બેટીંગ

મુંબઈને માટે આજે બેટીંગ બાદ બોલીંગમાં પણ શરુઆત નબળી રહી હતી. કલકત્તાના ઓપનરોની વિકેટ ઝડપવી જાણે કે મુશ્કેલ બની હતી, નવમી ઓવરમાં જોકે 72 રનના સ્કોર પર આ સફળતા મળી હતી. ઓપનર નિતીશ રાણાએ સળંગ બીજી વાર અર્ધશતક લગાવ્યુ હચુ. તેણે 47 બોલમાં 57 રનની ઈનીંગ રમી હતી. શુભમન ગીલે 24 બોલમાં 33 રનની ઈનીંગ રમી હતી. રાહુલ ત્રિપાઠી 5 રન કરીને વિકેટ ગુમાવી હતી. ઈયોન મોર્ગન ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. તે 7 રન કરનીને વિકેટ ગુમાવી બેઠો હતો.

 

શાકિબ અલ હસન 9 રન કરીને કૃણાલ પંડ્યાનો શિકાર થયો હતો. કલકત્તાએ આમ તો એક સમયે મેચને પોતાના તરફે એક પક્ષીય કરી લીધી હતી. પરંતુ વિકેટ ગુમાવતા રહેતા આખરે અંતિમ ઓવર સુધી મેચ પહોંચી હતી. અંતિમ ઓવરમાં 15 રનની જરુરિયાત ઉભી થઈ હતી. જે દરમ્યાન ત્રીજા બોલે આંદ્ને રસેલની વિકેટ ગુમાવતા 3 બોલમાં 13 રનની જીત માટે જરુરી બન્યા હતા. પરંતુ આગળના બોલે પણ ચોથા બોલે પેટ કમિન્સ ક્લીન બોલ્ડ થયો હતો, આમ અંતિમ ઓવરમાં કલકત્તાએ હાથમાં આવેલી મેચ ગુમાવી દીધી હતી.

 

મુંબઈ ઈન્ડીયન્સની બોલીંગ

રાહુલ ચાહરે જબરદસ્ત બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ. એક તરફ મુંબઈના બોલરો વિકેટ શોધતા હતા, ત્યાં રાહુલે એક બાદ એક ચાર વિકેટ ઝડપી લીધી હતી. બંને ઓપનરોથી લઈને રાહુલ ત્રિપાઠી અને ઈયોન મોર્ગનને તેણે તેના શિકાર બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ પણ એક ઓવર બોલીંગ કરી હતી, તેણે 9 રન આપ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. અંતિમ ઓવરમાં સળંગ બે વિકેટ ઝડપીને મેચને મુંબઈના પક્ષમાં કરી દીધી હતી. કૃણાલ પંડ્યાએ 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી. તેણે કરકસર ભરી બોલીંગ કરી માત્ર 13 રન આપ્યા હતા. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. તેણે તેના સ્પેલની અંતિમ ઓવર જબરદસ્ત કરી હતી.

 

મુંબઇ ઈન્ડિયન્સની બેટીંગ

 

મુંબઈની શરુઆત ખરાબ રહી હતી. ઓપનર ક્વિન્ટન ડિકોક 2 રન કરીને જ વિકેટ ગુમાવી બેઠો હતો. ઈનીંગની બીજી ઓવરમાં 10 રનના સ્કોર પર જ તેની વિકેટના સ્વરુપમાં મુંબઈએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે બેટીંગમાં આવતા જ આક્રમક રમત રમવાની શરુ કરી હતી. રોહિત શર્માએ પણ તેને બેટીંગની વધુ તક આપવા પ્રયાસ કર્યો હતો. સુર્યકુમારે 36 બોલમાં 56 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ 32 બોલમાં 43 રન કર્યા હતા.

 

ઈશાન કિશન એક રન, હાર્દિક પંડ્યા 17 બોલમાં 15 રન, કિરોન પોલાર્ડ 5 રન અને માર્કો યાનસેન શૂન્ય પર પેવેલિયન પરત ફરતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. ટીમના બેટ્સમેનો જાણે કે કલકત્તાના બોલરો સામે ટકી શકયા નહોતા. 12મી ઓવરમાં 88 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ 18 ઓવરમાં 126 રનના સ્કોર પર 7 વિકેટનો સ્કોર થઈ ગયો હતો. છ વિકેટ તો માત્ર 31 રનના અંતરમાં જ ગુમાવી દીધી હતી.

 

કલકત્તા નાઇટ રાઇડર્સ બોલીંગ

આન્દ્રે રસેલે બે ઓવર કરીને 15 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે કમાલનો જોદુ કર્યો હતો. અડધી ટીમ મુંબઈને તેણે માત્ર બે જ ઓવરમાં પેવેલિયન પરત મોકલી હતી. કલકત્તાએ આત્મવિશ્વાસથી ભરપૂર હોય એમ બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ. બોલરોએ શરુઆત થી જ મુંબઈને નિયંત્રણમાં લાવી દીધુ હતુ. વરુણ ચક્રવર્તીએ પ્રથમ સફળતા અપવ્યા બાદ નિયમિત અંતરે વિકેટો મેળવવામાં સફળતા મળી હતી. વરુણે 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ મેળવી હતી. જ્યારે પેટ કમિન્સે 4 ઓરમાં 24 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રૃષ્ણાએ 4 ઓવર કરીને 42 રન આપ્યા હતા, તેને એક વિકેટ મળી હતી.