IPL 2021 : મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં રમાઇ શકે છે IPL

IPL 2021ની સિઝનની પ્લે ઓફ અને ફાઇનલ મેચ અમદાવાદમાં નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઇ શકે છે.

IPL 2021 : મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં રમાઇ શકે છે IPL
IPL 2021
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 28, 2021 | 3:12 PM

મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધતા IPL 2021 નું સ્થળ બદલાય તેવી શક્યતા છે. IPLની 2021ની સિઝન ભારતમાં રમાશે. જેની જાહેરાત BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી હતી. પણ હાલ મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. PTI ના જણાવ્યા પ્રમાણે આઇપીએલ 2021ની સિઝનની પ્લે ઓફ અને ફાઇનલ મેચ અમદાવાદમાં નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઇ શકે છે. જ્યારે આઇપીએલ 2021ની લીગ કક્ષાની મેચ દેશના ત્રણ શહેરોમાં રમાડવા માટે ચર્ચાઓ ચાલી રહી છે.

આ શહેરમાં હૈદરાબાદ, બેંગલુરૂ અને કલકત્તા પ્રમુખ સ્થાને ચાલી રહ્યા છે. જોકે મુંબઇમાં પણ મેચના આયોજન માટે વિચારણા છે. પરંતુ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઇમાં મેચ રમાડવી કે નહીં તેનો નિર્ણય હાલ લેવાયો નથી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આઇપીએલની મેચ અમદાવાદમાં થવા માટેનું સૌથી મોટું કારણ આ સ્ટેડિયમની સૌથી વધુ બેઠક ક્ષમતા છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ બેઠક ક્ષમતા 1.32 લાખની છે. જો કોરોનાની હાલની ગાઇડલાઇનને પણ ધ્યાનમાં લેવામાં આવે તો 50 ટકા બેઠક ક્ષમતા પ્રમાણે 66,000 દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે આ સ્ટેડિયમમાં કુલ 11 પિચ છે જે ટીમો માટે અનુકુળ રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">