IPL 2021: હૈદરાબાદ એ કેપ્ટન બદલવા સાથે જીતના પાટે ચઢવા આજે રાજસ્થાન સામે કમર કસવી પડશે

આઇપીએલ 2021 માં આજે ડબલ હેડર દિવસ છે. એટલે કે આજે એક જ દિવસમાં બે મેચ રમાનારી છે. બપોરે સાડા ત્રણ કલાકે દિલ્હી ના અરુણ જેટલી સ્ટેડિયમ પર રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે મેચ રમાશે.

IPL 2021: હૈદરાબાદ એ કેપ્ટન બદલવા સાથે જીતના પાટે ચઢવા આજે રાજસ્થાન સામે કમર કસવી પડશે
Rajasthan vs Hyderabad
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 02, 2021 | 1:20 PM

આઇપીએલ 2021 માં આજે ડબલ હેડર દિવસ છે. એટલે કે આજે એક જ દિવસમાં બે મેચ રમાનારી છે. બપોરે સાડા ત્રણ કલાકે દિલ્હી ના અરુણ જેટલી સ્ટેડિયમ પર રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે મેચ રમાશે.આ મેચમાં જીતનુ દબાણ બંને ટીમો પર રહેશે. કારણ કે બંને ટીમો ની હાલત ટુર્નામેન્ટમાં એક જેવી છે. મેચમાં વધારે દબાણ સનરાઇઝર્સ હૈદરાબાદને રહેશે, કારણ કે જીત મેળવવા માટે તેણે તેના કેપ્ટનમાં પણ પરિવર્તન કર્યુ છે. રાજસ્થાન સામે મેચ ના એક દિવસ પહેલા જ હૈદરાબાદે ડેવિડ વોર્નર (David Warner) ને હટાવીને કેન વિલિયમસન (Kane Williamson) ને કેપ્ટનશીપ સોંપી છે.

સિઝનમાં બંને ટીમો એક બીજા સામે આજે પ્રથમ વાર ટકરાશે, આ પહેલા બંને ટીમો પોત પોતાની સાતમી મેચ પણ આજે રમશે. આ પહેલા રમેલી છ મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ બંનેની સ્થિતી નાજૂક રહી છે. રાજસ્થાન એ તેની 6 મેચમાંથી 2 મેચ જીતી છે જ્યારે તે પોઇન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે. તો વળી સનરાઇઝર્સ હૈદરાબાદ ને તેની 6 પૈકીની એક જ મેચમાં જીત મળી છે. આમ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં સૌથી નિચે છે.

સેમસન અને મોરિસ પર છે આધાર તાકાત અને નબળાઇ ને લઇને રાજસ્થાનની વાત કરવામાં આવે તો, તેમની બેટીંગ નો સેન્ટર પોઇન્ટ હજુ પણ સંજૂ સેમસન જ છે. પાછળની મેચમાં જોસ બટલરે હાથ ખોલીને રન બનાવ્યા હતા. પરંતુ તેમાં તેનો કંસિસ્ટેંટ હોવુ ખૂબ જ જરુરી છે. કેપ્ટન ઉપરાંત ટીમ ની બીજી મોટી તાકાત આઇપીએલ ના ઇતીહાસમાં સૌથી મોંઘા ખેલાડી બનેલા ક્રિસ મોરિસ છે. જેણે અત્યાર સુધીમાં 11 વિકેટ ઝડપી છે. મોરિસને છોડીને રાજસ્થાનના એક પણ બોલરે પ્રથમ છ મેચમાં ડબલ ડીઝીટ વિકેટ ઝડપી નથી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કેપ્ટન બદલવા થી બદલાશે કિસ્મત ! જ્યાં સુધી હૈદરાબાદનો સવાલ છે તો, તેણે તેના નિયમીત કેપ્ટનને જ વેતરી લીધો છે. તે જ બતાવે છે કે ટીમ પર હારનુ કેટલુ દબાણ તેમની પર છે. જોકે મોટો સવાલ એ પણ છે કે, શુ કેપ્ટન બદલવા થી હૈદરાબાદની સિઝનમાં વાપસી થઇ શકશે ? કેન વિલિયમસન એ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે અગાઉ પણ કેપ્ટનશીપ કરી છે, તેણે સારી રીતે ટીમને લીડ પણ કરી છે. જોકે જે રીતે જે પરિસ્થિતીઓમાં ડેવિડ વોર્નરનો પાવર સિઝ કરી લેવાયો છે, તેની અસર અન્ય ખેલાડીઓ પર જરુર પડશે.

વાત આંકડાની રહી વાત આંકડાકીય, તો બંને વચ્ચે હારજીતના આંકડા કશ્મકશ ભર્યા રહયા છે. રાજસ્થાન અને હૈદરાબાદ વત્તે આઇપીએલ માં 13 વખત મેચ રમાઇ છે, જેમાં સાત મેચમાં હૈદરાબાદ ની જીત થઇ છે. જ્યારે 6 વખત રાજસ્થાન જીત મેળવી ચુક્યુ છે. આજે જોકે મેચ દિલ્હીમાં રમાનારી છે અને દિલ્હીમાં રાજસ્થાનનુ પલડુ મોટેભાગે ભારેજ રહ્યુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">