IPL 2021: ઝડપી બોલર શિવમ માવીએ કહી દીધી એવી વાત કે ડેલ સ્ટેનની આંખોમાં આંસુ છલકાઇ ગયા

પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ને 5 વિકેટ થી જીત મળી હતી. જે જીત મેળવવા પોતાની બોલીંગ વડે મહત્વની ભૂમિકા નિભાવનારા શિવમ માવી (Shivam Mavi) ના એક નિવેદને ડેલ સ્ટેન (Dale Steyn) ની આંખોને છલકાવી દીધી.

IPL 2021: ઝડપી બોલર શિવમ માવીએ કહી દીધી એવી વાત કે ડેલ સ્ટેનની આંખોમાં આંસુ છલકાઇ ગયા
Shivam Mavi-Dale Steyn
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 28, 2021 | 11:01 AM

પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ને 5 વિકેટ થી જીત મળી હતી. જે જીત મેળવવા પોતાની બોલીંગ વડે મહત્વની ભૂમિકા નિભાવનારા શિવમ માવી (Shivam Mavi) ના એક નિવેદને ડેલ સ્ટેન (Dale Steyn) ની આંખોને છલકાવી દીધી. કલકત્તા ને મળેલી આઇપીએલ 2021 ની બીજી જીત બાદ શિવમ માવીએ કહ્યુ હતુ કે, સ્ટેન તેમના આદર્શન છે અને તે તેમની જેમ આઉટ સ્વિંગર ફેંકવા ઇચ્છે છે. આઇપીએલ 2021 ની 21 મી મેચમાં કલકત્તા એ પંજાબને હાર આપી હતી.

શિવમ માવી દ્રારા કરાયેલા આ નિવેદનને લઇને ડેલ સ્ટેન એ એક સ્પોર્ટસ મિડીયા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, ઇમાનદારી થી કહુ તો તે એક શાનદાર છે. તેણે લગભગ મારી આંખોમાં આંસુ લાવી દીધા હતા. મે એ વિચારીને રમતને ક્યારેય રમી નહોતી કે તેનો આવો પ્રભાવ વિશ્વના બીજા ખૂણામાં આ પ્રકારે પડશે. શિવમ માવીના પ્રદર્શન પર વાત કરતા સ્ટેન એ કહ્યુ હતુ કે, હું આશા કરુ છુ કે, ખુદને વધારે પુશ કરશે. આ પ્રકારનુ પ્રદર્શન તેમને ખૂબ જ મદદ કરશે જ્યાં પહોંચવુ છે તેના માટે. જેમ કે ટીમ ઇન્ડીયા કે કેકેઆર માટે એક મોટી ભૂમિકા માટે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

શિવમ માવીએ પંજાબ ના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલને વિના ખાતુ ખોલ્યે જ પેવેલિયન તરફ પરત મોકલ્યો હતો. મેચ માં પોતાની દમદાર બોલીંગ વડે સૌને પ્રભાવિત કર્યા હતા. માવીએ મેચ બાદ સ્ટેન ને માટે કહ્યુ હતુ કે, જ્યારે મે સ્પોર્ટસની શરુઆત કરી હતી. ત્યાર થી ડેલ સ્ટેનને ખૂબ નજીક થી ફોલો કરી રહ્યો છું. શરુઆતમાં આઉટ સ્વિંગર્સ ફેંકતો હતો. જેના કારણે જ મે સ્ટેનને ફોલો કર્યા હતા. હું જોઉ છુ કે બુમરાહ અને ભુવનેશ્વર શુ કરી રહ્યા છે, જોકે સ્ટેન મારા માટે આદર્શ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">