IPL 2021: ધોની એ જે બાઉન્ડરી લગાવવી હતી એ માટે લાંબી રાહ જોવી પડી, ચોગ્ગો ફટકારી ઇતિહાસ બદલ્યો

આઇપીએલ 2021 ની આજે ધુંઆધાર ટક્કર ચેન્નાઇ સુપર કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Chennai Super Kings vs Kolkata Knight Riders) વચ્ચે જોવા મળી હતી. કલકત્તાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી.

IPL 2021: ધોની એ જે બાઉન્ડરી લગાવવી હતી એ માટે લાંબી રાહ જોવી પડી, ચોગ્ગો ફટકારી ઇતિહાસ બદલ્યો
MS Dhoni
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 22, 2021 | 6:56 AM

આઇપીએલ 2021 ની આજે ધુંઆધાર ટક્કર ચેન્નાઇ સુપર કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Chennai Super Kings vs Kolkata Knight Riders) વચ્ચે જોવા મળી હતી. કલકત્તાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ચેન્નાઇએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 220 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ટીમના ઓપનર બેટ્સમેન ફાફ ડુ પ્લેસીસ (Faf du Plessis) એ 95 રનની અણનમ ઇનીંગ રમી હતી. 60 બોલનો સામનો કરીને 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad, ) પણ ફીફટી ફટકારી હતી. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) એ ચોથા નંબર પર બેટીંગ માટે આવીને 8 બોલમાં 17 રનની ઝડપી રમત રમી હતી. ધોનીએ રમત દરમ્યાન સુનિલ નારાયણની બોલ પર ચોગ્ગો લગાવી દીધો હતો.

ધોનીએ ચેન્નાઇની ઇનીંગની 17મી ઓવરમાં મોઇન અલી આઉટ થવા બાદ મેદાનમાં આવી પહોંચ્યો હતો. પ્રથમ બંને બોલ પર મોઇન અલી એ ચોગ્ગો અને છગ્ગો લગાવ્યો હતો. જો કે તે ત્રીજા બોલને મોટો શોટ રમવા જતા જ વિકેટકીપર દિનેશ કાર્તિક દ્રારા સ્ટંપ આઉટ થયો હતો. ચોથા બોલ પર ધોનીએ સિંગલ રન લીધો હતો. ત્યાર બાદ પાંચમાં બોલ પર ડુપ્લેસિસ એ સિંગલ લીધો હતો. જો કે તે નો બોલ હતો. તેના બાદ ધોની એ આગળના બોલે ધોનીએ ચોગ્ગો લગાવ્યો હતો. જે સુનિલ નારાયણ સામે પ્રથમ વખત કોઇ બાઉન્ડરી ધોનીએ લગાવી હતી. ધોની એ સુનિલના અત્યાર સુધીમાં 65 બોલ રમ્યા બાદ બાઉન્ડરી લગાવી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ચેન્નાઇની ઇનીંગમાં ડુપ્લેસિસે માત્ર 60 બોલમાં 95 રન અણનમ ફટકાર્યા હતા. ચેન્નાઇએ 20 ઓવરના અંતે 3 વિકેટે 220 રન કર્યા હતા. જવાબમાં આન્દ્રે રસેલ અને પેટ કમિન્સે એ ચોગ્ગા છગ્ગા સાથે ઝડપી ફીફટી ફટકારી મુશ્કેલ સ્થિતીને રોમાંચક મોડ પર લાવી દીધી હતી. કલકત્તા એ 19.1 ઓવરમાં 202 રન કરીને ઓલઆઉટ થતા ચેન્નાઇનો 18 રને વિજય થયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">