IPL 2021: ચેતેશ્વર પુજારાનું છલકાયું દર્દ, કહ્યુ આઇપીએલમાં નજર અંદાજ થવાથી દુ:ખી રહેતો હતો

આઇપીએલ 2021 સાથે જ ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ની લાંબા સમય બાદ આઇપીએલમાં વાપસી થઇ હતી. આ પહેલા તેઓ ગત ફેબ્રુઆરી માસમાં આઈપીએલ ઓકશન (IPL Auction) દરમ્યાન પુજારાને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ 50 લાખ રુપિયામાં ખરીદ કર્યો હતો.

IPL 2021: ચેતેશ્વર પુજારાનું છલકાયું દર્દ, કહ્યુ આઇપીએલમાં નજર અંદાજ થવાથી દુ:ખી રહેતો હતો
Cheteshwar Pujara
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 08, 2021 | 9:54 AM

આઇપીએલ 2021 સાથે જ ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ની લાંબા સમય બાદ આઇપીએલમાં વાપસી થઇ હતી. આ પહેલા તેઓ ગત ફેબ્રુઆરી માસમાં આઈપીએલ ઓકશન (IPL Auction) દરમ્યાન પુજારાને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ 50 લાખ રુપિયામાં ખરીદ કર્યો હતો.

પુજારાની આ બેઝ પ્રાઇઝ હતી. આ પહેલા આઇપીએલ ની છઠ્ઠી સિઝનમાં પણ કોઇ ફેન્ચાઇઝીએ તેને ખરીદ કર્યો નહોતો. તેણે આ પહેલા છેલ્લે વર્ષ 2014માં પંજાબ કિંગ્સ તરફ થી આઇપીએલ રમી હતી. 2014માં પંજાબ કિંગ્સ તરફ થી 6 મેચ રમીને તેણે 124 રન બનાવ્યા હતા. તેણે વર્ષ 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે પોતાનુ એક માત્ર અર્ધ શતક લગાવ્યુ હતુ. જે મેચમાં તેણે 51 રન કર્યા હતા.

પુજારા એ એક સોશિયલ મીડિયા શો દરમ્યાન કહ્યુ હતુ કે, આઇપીએલ થી બહાર રહેવુ ખરેખર જ તેના માટે મુશ્કેલ હતુ. તે ઓકશન દરમ્યાન સતત નજર અંદાજ થવાને લઇને પણ એક હદ સુધી દુખી હતો. આઇપીએલ માં અનસોલ્ડ રહેવુ આસાન નહોતુ, ખૂબ મુશ્કેલ હતુ.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

તેના થી મને આઘાત અનુભવાતો હતો. જોકે તે એક એવી બાબત છે કે જેને હું નિયંત્રીત નથી કરી શકતો. એક પોઇન્ટ બાજ મને અહેસાસ થયો કે હું તે બાબતો પર ફોકસ કરીશ અને તેને હું નિયંત્રીત કરી શકુ છુ. સાથએ હું નાના ફોર્મેટ ની દિશામાં સારુ કામ કરી શકુ છું.

આઇપીએલ 2020 જે પહેલા એપ્રિલ મે દરમ્યાન આયોજીત કરાનાર હતી, જેમાં પુજારા એ ભાગ લીધો નહોતો. તેના બદલે તેણે કાઉન્ટી ટીમ ગ્લોસ્ટરશાયર સાથે છ મેચો માટે શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. ભારતના ઝડપી બોલર જવાગલ શ્રીનાથ બાદ તે બીજો ભારતીય ખેલાડી બન્યો હતો કે જેણે આમ કર્યુ હતુ.

પુજારાની તે ચોથી કાઉન્ટી ટીમ હતી. જે પહેલા ડર્બી શાયર, યોર્કશાયર અને નોંટીંઘમશાયર કાઉન્ટીનો હિસ્સો રહી ચુક્યો છે. આઇપીએલ 14 સ્થગીત થવા પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સ તરફ થી એક પણ મેચ રમી શક્યો નહોતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">