IPL 2021: PBKS અને DC બંને એક જેવી જ નબળાઇઓ સાથે આમનો સામનો કરશે, ઋષભ પંતની કેપ્ટનશીપની કસોટી

IPL 2021 માં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ (Delhi Capitals vs Punjab Kings) વચ્ચે રવિવારે સાંજે મુંબઇમાં મેચ રમાશે. આજની મેચમાં દિલ્હી કેપિટલ્સના યુવાન કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ના કૌશલ્યની પણ પરીક્ષા થશે.

IPL 2021: PBKS અને DC બંને એક જેવી જ નબળાઇઓ સાથે આમનો સામનો કરશે, ઋષભ પંતની કેપ્ટનશીપની કસોટી
KL Rahul-Rishabh Pant
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 18, 2021 | 1:18 PM

IPL 2021 માં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ (Delhi Capitals vs Punjab Kings) વચ્ચે રવિવારે સાંજે મુંબઇમાં મેચ રમાશે. આજની મેચમાં દિલ્હી કેપિટલ્સના યુવાન કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ના કૌશલ્યની પણ પરીક્ષા થશે. બંને ટીમો પોત પોતાની પાછળની મેચ ગુમાવ્યા બાદ આજે મેદાને જીત મેળવવા માટે ઉતરશે. જોકે દિલ્હી કેપિટલ્સ ને એક મજબૂત ટીમ તરીકે જોવામાં આવે છે. તેનુ પલડુ પણ કેએલ રાહુલ (KL Rahul) ની ટીમ પંજાબના પ્રમાણમાં ભારે માનવામાં આવી રહ્યુ છે.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને IPL ના દ્રષ્ટીકોણ થી જોવામાં આવે તો તે અનુભવ વિનાનો છે. તેણે પાછળની મેચમાં પોતાના અનુભવના અભાવનો પરિચય પણ આપ્યો હતો. અનુભવી બોલર આર અશ્વિનને તેણે તેનો ક્વોટા જ પૂરો કરવા ના દિધો અને પરિણામે ટીમે તેનુ મોટુ નુકશાન ભોગવવુ પડ્યુ હતુ. તેણે તેના બદલે ટોમ કરનની મધ્યમ ગતીની બોલીંગ પર ભરોસો વધારે દેખાડ્યો હતો.

રવિવારની મેચમાં એનરિચ નોર્ત્જે ને પ્લેયીંગ ઇલેવનમાં સામેલ કરવામા આવી શકે છે. જેના થી ટીમના બોલીંગ આક્રમણને વધારે મજબૂતી મળી શકશે. કારણ કે પાછળની મેચમાં કરનની મઘ્યમગતીની બોલીંગનો ક્રિસ મોરિસ અને ડેવિડ મિલરે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. પંજાબ કિંગ્સ ને બીજી બાજુ પોતાના બેટ્સમેનોની નિષ્ફળતાને લઇને ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પરાજિત થવુ પડ્યુ હતુ. દિપક ચાહરના વધારે ઉછાળ અને મૂવમેન્ટ સામે તેમના બેટ્સમેનો પાસે કોઇ જ જવાબ નહોતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

વાનખેડે સ્ટેડિયમની પિચ દુધીયા રોશનીમાં ટોચના બેટ્સમેનો સામે મુશ્કેલી સર્જે છે. તો ભેજને લઇને પણ આ પિચ પર ઝડપી બોલરોને મદદ મળી રહી છે. આવામાં કેએલ રાહુલ વિરુદ્ધ કાગિસો રબાડા તથા ક્રિસ વોક્સ વિરુદ્ધ ક્રિસ ગેઇલની ટક્કર રોમાંચક રહી શકશે. આ ઉપરાંત પૃથ્વી શો પણ મંહમદ શામીની ધારદાર બોલીંગનો સામનો કરવા તૈયાર રહેવુ પડશે. શિખર ધવને પણ અર્શદિપ સિંહ પર હાવી થતી રમત રમવી પડશે.

બંને ટીમોની પાસે ટોચના ક્રમમમાં દમદાર બેટ્સમેન છે. દિલ્હી ની ટીમ પૃથ્વી શો, શિખર ધવન અને ઋષભ પંત પર મોટેભાગે નિર્ભર છે. તો પંજાબની ટીમ પણ કેએલ રાહુલ, ક્રિસ ગેઇલ અને દિપક હુડ્ડા પર નિર્ભર છે. તો વળી બંને ટીમોની નબળાઇઓ પણ એક જેવી જ છે. અજીંક્ય રહાણેમાં પાવર હિટીંગનો અભાવ વર્તાય છે, તો માર્કસ સ્ટોઇનીસનુ ખરાબ ફોર્મ દિલ્હીના મધ્યક્રમને પ્રભાવિત કરી રહી છે. ત્યારે મંયક અગ્રવાલ ની લાંબા સમય થી ચાલી આવતા કંગાળ ફોર્મ અને નિકોલસ પૂરન ની શોર્ટ પિચ બોલ રમવાની નબળાઇ પંજાબ માટે સારી વાત નથી.

દિલ્હી કેપિટલ્સનુ બોલીંગ આક્રમણ કાગિસો રબાડા, એનરિચ નોર્ત્જે અને અશ્વિનની હાજરીમાં મજબૂત છે. જ્યારે પંજાબ કિંગ્સ તરફ થી મહંમદ શામીને બાદ કરતો અન્ય કોઇ બોલર ખાસ પ્રભાવી બોલીંગ કરી શક્યો નથી. મોટી કિમંત પર ખરીદ કરવામાં આવેલ ઝાય રિચાર્ડસન અને રિલે મેરેડિથ અત્યાર સુધી નિષ્ફળતાની યાદીમાં જ સામેલ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">