IPL 2021: ટૂર્નામેન્ટ શરુ થવા પહેલા સ્ફોટક બેટ્સમેન એબી ડીવિલિયર્સને પોતાની ઉંમર વધતી લાગી, કહ્યુ મારે તો આ ઉંમરે આરામ કરવો જોઇએ

37 વર્ષીય આ ક્રિકેટર RCB ના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. જો આ ટીમને પોતાના ટાઇટલ મેળવવાના સ્વપનાને પૂર્ણ કરવુ હોય તો એબી ડીવિલિયર્સ (AB De Villiers) નુ ચાલવુ ખૂબ જ જરુરી છે.

IPL 2021: ટૂર્નામેન્ટ શરુ થવા પહેલા સ્ફોટક બેટ્સમેન એબી ડીવિલિયર્સને પોતાની ઉંમર વધતી લાગી, કહ્યુ મારે તો આ ઉંમરે આરામ કરવો જોઇએ
AB De Villiers

દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એબી ડીવિલિયર્સ (AB De Villiers) હાલમાં IPL 2021 માટે UAE માં છે. તે વિરાટ કોહલી (Virat Kohli) ના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ટીમના સભ્ય છે. ટુર્નામેન્ટની શરૂઆત પહેલા ડીવિલિયર્સે પોતાને ઉંમર લાયક માનતા કહ્યું હતું કે, સ્પર્ધાત્મક ક્રિકેટની જરૂરિયાતોને પૂરી કરવા માટે તેને આરામની જરૂર છે. આ 37 વર્ષીય ક્રિકેટર RCB ના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. જો આ ટીમે તેના ખિતાબનો દુકાળ સમાપ્ત કરવો હોય તો ડીવિલિયર્સની રમત ખૂબ મહત્વની બની રહેશે.

ભારતમાં પ્રથમ હાફમાં ડીવિલિયર્સનુ પ્રદર્શન સારું રહ્યું હતું. કોહલી અને RCB ઈચ્છે છે કે એબીડી UAE ની પીચ પર પણ ધૂમ મચાવી દે. ડીવિલિયર્સે આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. RCB એ 13 સપ્ટેમ્બરે તેની બેટિંગનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. ડીવિલિયર્સ આમાં મોટા શોટ મારતા જોવા મળે છે.

ડીવિલિયર્સે બેટિંગ પ્રેક્ટિસ વિશે કહ્યું, તે ઘણું સારું હતું. વિકેટ ખરેખર અઘરી હતી. બોલરોએ બોલને સારી રીતે ફેંક્યો હતો અને અહીં ઘણો ભેજ છે. અમે ઘણો પરસેવો પાડીશું જે એક રીતે સારું છે કારણ કે તેનાથી થોડું વજન ઓછું થશે. પરંતુ મારા જેવા ઉંમર લાયક માટે મારે બને તેટલો આરામ કરવો જોઈએ. આ એક સારુ સેશન રહ્યુ હતું અને અહીં દરેકને જોઈને આનંદ થયો. દરેક વ્યક્તિ રમવા માટે ખૂબ જ આતુર દેખાતી હતી. હું આવતીકાલની વોર્મ-અપ મેચની રાહ જોઈ રહ્યો છું IPL 2021 ના ​​બીજા ભાગની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચેની મેચથી થશે. આ દરમ્યાન, RCB એ સોમવારે એટલે કે 20 સપ્ટેમ્બરે મેચ રમવાની છે.

ડીવિલિયર્સ RCB ની ટીમના સાથીઓને મળીને ખુશ છે

એબી ડીવિલિયર્સે જણાવ્યું હતું કે, IPL ના પહેલા હાફ બાદ RCB ટીમના સાથીઓને મળીને આનંદ થયો. પ્રથમ હાફને મે મહિના દરમ્યાન રોકવો પડ્યો હતો. કારણ કે કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ બની ગયા હતા. ડીવિલિયર્સે કહ્યું, ચોક્કસપણે મને આ લોકો યાદ આવ્યા. હું બે-ત્રણ લોકોને મળ્યો છું અને આગામી દિવસોમાં મોટાભાગના લોકોને મળીશ. આજે રાત્રે મને થોડા લોકો સાથે વાત કરવામાં અને તેમની કહાનીઓ સાંભળીને આનંદ થયો. છેલ્લા બે મહિનામાં તે જે પરિસ્થિતિમાંથી પસાર થયો હતો તે સાંભળ્યું. ઘણી રસપ્રદ બાબતો બની છે અને એક ટીમ તરીકે ફરી સાથે આવવું સારું છે.

RCB એ IPL 2021 પહેલા હાફમાં અટકાવી ત્યાં સુધી સાતમાંથી પાંચ મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતી. એબી ડીવિલિયર્સે આ સાત મેચમાં 51.75 ની સરેરાશથી 207 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી બે અર્ધસદી આવી. સૌથી વધુ રન બનાવનારાઓમાં તે 12 મા ક્રમે હતો.

 

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડીયાની પસંદગીને લઇને ઇંગ્લેન્ડમાં રહેલા પૂર્વ દિગ્ગજે કહ્યુ, આ ખેલાડીનુ નામ ટીમમાં નહી જોઇ ઝટકો લાગ્યો

 

આ પણ વાંચોઃ IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં નહી જોડાયેલા ખેલાડીઓને લઇને વિરાટ કોહલીએ કહ્યુ, કોઇ દુઃખ નથી, નવા ખેલાડીઓ પર પૂરો ભરોસો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati