IPL 2021 Auction : માસ્ટર બ્લાસ્ટરના પુત્ર અર્જુન તેંદુલકરને મુંબઇ ઇન્ડીયન્સે 20 લાખમાં ખરીદ્યો

IPL 2021 Auction : જેના પર સૌની નજર હતી એ ખેલાડી આખરે અર્જુન તેંદુલકરની ખરીદી થઇ છે. અર્જુન તેંદુલકરની મુંબઇ ઇન્ડીયન્સની ટીમે ખરીદી કરી છે.

IPL 2021 Auction : માસ્ટર બ્લાસ્ટરના પુત્ર અર્જુન તેંદુલકરને મુંબઇ ઇન્ડીયન્સે 20 લાખમાં ખરીદ્યો
Follow Us:
| Updated on: Feb 18, 2021 | 8:30 PM

IPL 2021 Auction :જેના પર સૌની નજર હતી એ ખેલાડી આખરે અર્જુન તેંદુલકરની ખરીદી થઇ છે. અર્જુન તેંદુલકરની મુંબઇ ઇન્ડીયન્સની ટીમે ખરીદી કરી છે. તેને બેઝ પ્રાઇઝ પર મુંબઇ ટીમે ખરીદ્યો છે.

અર્જુન ડાબા હાથનો બેટ્સમેન અને ડાબોડી ઝડપી બોલર છે. તેમણે તાજેતરમાં સમાપ્ત થયેલ 2021 સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ તરફથી બે મેચ રમી હતી.

મહાન ક્રિકેટર સચિન તેંદુલકરના પુત્ર અર્જૂન તેંદુલકર એ આ વર્ષે મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં ડેબ્યુ કર્યુ હતુ. હાલમાં જ એમઆઇજી ક્રિકેટ ક્લબ તરફથી રમતા તેણે 31 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. આ સાથે જ અર્જૂન એ 3 વિકેટ ઝડપી હતી. 21 વર્ષીય આ ખેલાડી પર મુંબઇ ઇન્ડીયન્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની નજર હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

અર્જુને 31 બોલમાં 77 રન બનાવ્યા. તેમજ ફેબ્રુઆરીમાં 73 મી પોલીસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં એમઆઈજી ક્રિકેટ ક્લબ તરફથી 3-41 સાથે પાછા ફર્યા. તેમણે શ્રીલંકા સામે 2018 માં કોલંબોમાં યુથ ટેસ્ટ સિરીઝમાં ભારત માટે અન્ડર -19 પ્રવેશ કર્યો હતો. અર્જુન ભૂતકાળમાં મુંબઇની અંડર -19, અંડર -16 અને અંડર -14 ટીમો માટે પણ રમી ચૂક્યો છે. 2017-18 માં બિહાર ટ્રોફી દરમિયાન અર્જુને 5 મેચમાં 19 વિકેટ ઝડપી હતી જેમાં બે વાર પાંચ વિકેટનો સમાવેશ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">