IPL 2021: અર્જૂન તેંડુલકરે અધવચ્ચે જ છોડી સિઝન, મુંબઇ ઇન્ડીયન્સને આ ધૂરંધરને કર્યો સામેલ

દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુનને આ વર્ષની શરૂઆતમાં IPL ખેલાડીઓની હરાજીમાં મુંબઈ ઈન્ડીયન્સે (Mumbai Indians) તેને બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો હતો.

IPL 2021: અર્જૂન તેંડુલકરે અધવચ્ચે જ છોડી સિઝન, મુંબઇ ઇન્ડીયન્સને આ ધૂરંધરને કર્યો સામેલ
Arjun Tendulkar

અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) ને ઈન્ડીયન પ્રીમિયર લીગ (IPL) માં ડેબ્યુ કરવા માટે ઓછામાં ઓછી વધુ એક સીઝનની રાહ જોવી પડશે. ડાબા હાથનો ઝડપી બોલર અર્જુન ઘાયલ થયો હતો. તેના કારણે મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ફ્રેન્ચાઈઝે બુધવારે સિમરતજીત સિંહને તેના સ્થાને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.

મુંબઈ ઈન્ડીયન્સે કહ્યું, મુંબઈ ઈન્ડીયન્સે IPL 2021 સિઝનના બાકીના સમય માટે ઈજાગ્રસ્ત અર્જુન તેંડુલકરના સ્થાને સિમરજીત સિંહ (Simranjeet Singh) ને સામેલ કર્યો છે. જમણા હાથના મધ્યમ ઝડપી બોલરે IPL માર્ગદર્શિકા અનુસાર ફરજિયાત ક્વોરન્ટાઇન પૂર્ણ કર્યા બાદ ટીમ સાથે તાલીમ શરૂ કરી હતી.

દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને આ વર્ષની શરૂઆતમાં ખેલાડીઓની હરાજીમાં મુંબઈ ઈન્ડીયન્સે તેને બેઝ પ્રાઈઝ 20 લાખમાં ખરીદ્યો હતો. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે બે T20 મેચ રમી છે.

સિમરજીતે 15 T20 મેચ રમી છે અને તાજેતરમાં જ ભારતીય ટીમ સાથે પાંચ નેટ બોલરોમાંની એક તરીકે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. હરાજી પહેલા અર્જુને 31 બોલમાં અણનમ 77 રન બનાવ્યા ત્યારે ચર્ચામાં રહ્યો હતો. તે પછી 3 વિકેટ લઈને તેની ટીમ મિગ ક્રિકેટ ક્લબને જીતી લીધી હતી.

UAE માં મુંબઈની નબળી શરૂઆત

UAE ની ટુર્નામેન્ટમાં મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી, સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2021 પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને સરકી ગયા પછી, મુંબઈએ કેએલ રાહુલના નેતૃત્વમાં પંજાબ કિંગ્સ (PBKS) ને હરાવીને નિર્ણાયક બે પોઈન્ટ મેળવ્યા હતા.

પંજાબ સામેની મેચ પહેલા ખરાબ ફોર્મના કારણે મુંબઈનો મિડલ ઓર્ડર સવાલોમાં હતો. હાર્દિક પંડ્યા પંજાબ સામે તેના ફોર્મમાં પાછો ફર્યો અને તેણે 30 બોલમાં અણનમ 40 રન ફટકારી પોતાની ટીમને ખૂબ જ જરૂરી જીત અપાવી હતી.

પ્લેઓફ માટે કઠિન રસ્તો

મુંબઈ ઈન્ડીયન્સ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ ફ્રેન્ચાઈઝી છે. જેણે રેકોર્ડ પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ હવે 2 ઓક્ટોબરે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં તેમની આગામી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. રોહિતના નેતૃત્વવાળી મુંબઈએ પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે લીગ તબક્કામાં પોતાની બાકીની તમામ ત્રણ મેચ જીતવી પડશે.

આ પણ વાંચોઃ Team India: ટીમ ઇન્ડીયામાં ફૂટ પડી, વિરાટ કોહલી સામે રહાણે અને પુજારા ઉતર્યા, BCCI ને કરાઇ ફરીયાદ, જાણો શુ છે પૂરો મામલો?

આ પણ વાંચોઃ BCCI: અનિલ કુંબલે નહી બની શકે ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ, સૌરવ ગાંગુલી પક્ષ લેવામાં એકલો પડ્યો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati