IPL 2021: ખેલાડીઓ બાદ હવે ટુર્નામેન્ટમાંથી અમ્પાયર પણ હટવા લાગ્યા, બે મહત્વના અમ્પાયર હટ્યા

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની સ્થિતી ખૂબ જ ગંભીર થઇ ચુકી છે. જોકે આ દરમ્યાન આઇપીએલનુ આયોજન જારી છે. લીગની વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં 23 મેચ રમાઇ ચુકી છે.

IPL 2021: ખેલાડીઓ બાદ હવે ટુર્નામેન્ટમાંથી અમ્પાયર પણ હટવા લાગ્યા, બે મહત્વના અમ્પાયર હટ્યા
IPL-Umpires
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 29, 2021 | 11:16 AM

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની સ્થિતી ખૂબ જ ગંભીર થઇ ચુકી છે. જોકે આ દરમ્યાન આઇપીએલનુ આયોજન જારી છે. લીગની વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં 23 મેચ રમાઇ ચુકી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) પણ સફળતા પૂર્વક સિઝનને પૂર્ણ કરવાની આશા સેવી છે. જોકે આ દરમ્યાન કેટલાક વિદેશી ખેલાડીઓ કોરોના વાયરસને અને વ્યક્તિગત કારણોને આગળ ધરીને સિઝનની અધવચ્ચે થી જ છોડીને પોત પોતાના દેશમાં પરત ફરી ચુક્યા છે.

હવે ટુર્નામેન્ટના બે મહત્વના અંપાયરો પણ ટુર્નામેન્ટને છોડી રહ્યા છે. અપંયાર નિતીન મેનન (Nitin Menon) અને પોલ રાયફલ (Paul Reiffel) પણ વ્યક્તિગત કારણ દર્શાવી ને તેઓ ટુર્નામેન્ટને છોડી ચુક્યા છે. આ પ્રથમ વાર બની રહ્યુ છે કે, કોઇ મેચ અધિકારી સિઝન વચ્ચે થી જ હટી રહ્યા હોય. એક રિપોર્ટ મુજબ BCCI એ પહેલા જ અનેક ઘરેલુ અંપાયરોને રિઝર્વ ના રુપમાં રાખ્યા હતા. જે ટુર્નામેન્ટની બાકીની મેચમાં અંપાયરીંગ કરશે.

ગત સપ્તાહે ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેંડના ખેલાડીઓ અધવચ્ચે થી જ ટુર્નામેન્ટને છોડીને પરત સ્વદેશ ફરી ચુક્યા છે. ઇંગ્લેંડના લિયામ લિવિંગસ્ટોન અને એન્ડ્રયુ ટાય કે રાજસ્થાન રોયલ્સની ટીમમાં સામેલ હતા, ઉપરાંત આરસીબીના એડમ ઝંપા અને કેન રિચર્ડસન પણ ટુર્નામેન્ટને છોડીને પરત ફર્યા હતા. તેઓએ બાયોબબલનો થાક અને કોરોના વાયરસના કારણ આગળ ધર્યા હતા. દિગ્ગજ સ્પિનર અશ્વિન પણ તેમના પરિવારમાં કોરોના સંક્રમણ મામલાને લઇને ટુર્નામેન્ટમાંથી હટી જવાનો નિર્ણય કર્યો હતો.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

અમ્પાયર મેનનની પત્નિ અને માતા કોરોના સંક્રમિત મીડિયા રિપોર્ટસનુસાર, હવે ટુર્નામેન્ટના મહત્વના ભારતીય અંપાયર નિતીન મેનન આ સિઝન માંથી હટી ચુક્યા છે. જાણકારી મુજબ મેનનની માતા અને પત્નિ કોરોના સંક્રમિત થયા છે. આવી સ્થિતીમાં તે પોતાના પરિવારના દેખભાળ માટે પોતાના ઘરે ઇન્દોર પરત ફર્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલીયન અંપાયર પોલ રાયફલ પણ ટુર્નામેન્ટ છોડીને પરત ફરી ચુક્યા છે, આ બંને આઇસીસી ની એલીટ અંપાયર પેનેલના સભ્યો છે. તો વળી બીસીસીઆઇને આશા હતી કે, ઓસ્ટ્રેલીયા ના અંપાયર રોડ ટકર ટુર્નામેન્ટનો હિસ્સો બનવા માટે ભારત આવશે. જોકે તેઓ એ પણ વ્યક્તિગત કારણ દર્શાવીને ટુર્નામેન્ટમાં આવવા થી ઇન્કાર કર્યો છે.

ઘરેલુ અમ્પાયર નિભાવશે જવાબદારી રિપોર્ટનુસાર BCCI ના અધિકારીઓ ના હવાલા થી બતાવવામા આવ્યુ હતુ કે, નિતીન ની માતા અને પત્નિ કોરોના પોઝિટીવ જણાયા છે. તેમણે તેમના નાના બાળકોનુ પણ ધ્યાન રાખવાનુ છે. જેને લઇને તેઓ પરત ફરી ચુક્યા છે. જ્યારે રાયફલે BCCI ને બતાવ્યુ હતુ કે, તેમને ડર છે કે ઓસ્ટ્રેલીયાની સરકારે વિમાની સેવા રદ કરવાને લઇને તેઓ સ્વદેશ પરત ફરી શકશે નહી. બીસીસીઆઇ પાસે પહેલા થી જ અનેક ઘરેલુ અંપાયર બેક-અપ ના રુપે તૈયાર છે. જે મેનન અને રાઇફલ ના સ્થાને અંપાયરીંગ કરશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">