ભારતીય સીનિયર મહિલા ક્રિકેટ ટીમ અને અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રીકાની ધરતી પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહી છે. સીનિયર મહિલા ટીમ ત્રિ-કોણીય શ્રેણીમાં અને અંડર 19 મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં એક પછી એક મેચ જીતી રહી છે. તે બધા વચ્ચે આઈસીસીએ ભારતની ઝડપી બોલર રેણુકા સિંહને Emerging Cricketer of the Year તરીકે પસંદ કર્યું છે. રેણુકા માટે આ વર્ષ ખુબ ખાસ રહ્યું છે.
રેણુકા સિવાય અન્ય ત્રણ મહિલા ક્રિકેટર પણ આ એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી પણ માત્ર 15 મહિનાના કરિયરમાં જ રેણુકાએ અન્ય મહિલા ક્રિકેટરને પાછળ છોડી આ એવોર્ડ જીતી લીધો છે. રેણુકાએ ઓસ્ટ્રેલિયાની ડાર્સી બ્રાઉન, ઈંગ્લેન્ડની એલિસ કેપસી અને હમવતન યસ્તિકા ભાટિયાને હરાવીને આ એવોર્ડ પોતાને નામે કર્યો છે. વર્ષ 2022માં તેણે 29 મેચમાં 40 વિકેટ લીધી હતી. તેને 2022ની ટી20 ટીમ ઓફ ધ યરમાં પણ સામેલ કરવામાં આવી હતી.
Hear Renuka Singh’s message after receiving the ICC Women’s Emerging Cricketer of the Year 2️⃣0️⃣2️⃣2️⃣ award 👏🏻👏🏻
Watch 🎥https://t.co/1mifdBllrb https://t.co/vOktjrSBEb
— BCCI (@BCCI) January 25, 2023
વર્ષ 2022નું વર્ષ ઘણા ભારતીય ક્રિકેટરો માટે યાદગાર વર્ષ રહ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે વિશ્વ ક્રિકેટમાં ગયા વર્ષે કમાલ કરી હતી. ભારતીય ટીમ માટે તેની ધમાકેદાર બેટિંગને કારણે તેને વર્ષ 2022નો સર્વ શ્રેષ્ઠ પુરુષ ટી20 ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલે આજે બુધવારે પોતાના વાર્ષિક એવોર્ડમાં સૂર્યાને મળેલા આ ખાસ સમ્માનની જાહેરાત કરી હતી. સૂર્યાકુમાર યાદવે ગયા વર્ષે 2022માં ટી-20 ક્રિકેટ સહિતા દરેક ફોર્મેટમાં રનનો વરસાદ કર્યો હતો. તેણે ટી-20માં સૌથી વધારે રનની સાથે 2 સદી પણ ફટકારી હતી.
Presenting the ICC Men’s T20I Cricketer of the Year 2022 👀#ICCAwards
— ICC (@ICC) January 25, 2023
વર્ષ 2021માં ટી-20 ફોર્મેટમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૂર્યકુમાર યાદવ વર્ષ 2022માં ટી-20નો નંબર- 1 ક્રિકેટર બન્યો હતો. દુનિયામાં જ્યાં પણ ભારતીય ટીમની ટી-20 મેચ થઈ, ત્યાં સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પોતાના અવિશ્વનીય શોટ્સથી તેણે આખી દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી હતી.
વર્ષ 2022માં સૂર્યકુમાર યાદવે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન ફટકાર્યા હતા. તેણે વર્ષ 2022માં 32 ટી-20 મેચમાં કુલ 1164 રન બનાવ્યા હતા. તેની 46.56ની એવરેજ રહી હતી. સૂર્યકુમારે તેના 1164 રન 187.43ની વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા. તેણે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ધરતી પર ટી-20માં 1-1 સદી પણ ફટકારી હતી. તેણે આ સાથે 9 જેટલી ફિફટી પણ ફટકારી હતી. તે ટી-20માં એક વર્ષમાં 1000 રન બનાવનાર બીજો ક્રિકેટર બન્યો હતો. તેણે એક વર્ષમાં ટી-20માં સૌથી વધારે છગ્ગા પણ ફટકાર્યા હતા.