INDvsENG: અમદાવાદમાં રમાનારી T20 શ્રેણીની ટીકીટ આ રીતે મેળવી શકાશે, જાણો કેવી રીતે બુકીંગ કરી શકાશે

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે અમદાવાદમાં રમાનારી 5 મેચોની શ્રેણીને લઇને શુક્રવારથી ટીકીટોનુ વેચાણ શરુ થઇ ગયુ છે.

INDvsENG: અમદાવાદમાં રમાનારી T20 શ્રેણીની ટીકીટ આ રીતે મેળવી શકાશે, જાણો કેવી રીતે બુકીંગ કરી શકાશે
Narendra Modi Stadium
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 06, 2021 | 8:54 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે અમદાવાદમાં રમાનારી 5 મેચોની શ્રેણીને લઇને શુક્રવારથી ટીકીટોનુ વેચાણ શરુ થઇ ગયુંં છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ (Narendra Modi Stadium) માં 12 માર્ચ થી T20 શ્રેણીની શરુઆત થનારી છે. અમદાવાદ (Ahmedabad) માં ટેસ્ટ મેચોને લઇને બંને ટીમોની પરિસ્થીતીઓને જાણી શકી છે. દર્શકો માટે T20 સિરીઝ લાંબા સમય બાદ ખુબ જ જબરદસ્ત મનોરંજન આપી શકશે.

આગામી 12 માર્ચથી ભારત અને ઇંગ્લેંડ વચ્ચે T20 શ્રેણીની શરુઆત થનારી છે. જેમાં જેમાં પ્રથમ મેચ 12 માર્ચ, બીજી મેચ 14 માર્ચ, ત્રીજી મેચ 16 માર્ચ, ચોથી મેચ 18 માર્ચ અને પાંચમી મેચ 20 માર્ચે રમાનારી છે. પાંચેય મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 કલાકે શરુ થનારી છે. આ વર્ષે ભારતમાં રમાનારા T20 વિશ્વકપને ધ્યાને રાખીને આ સિરીઝ બંને દેશોના ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વની રહેનારી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા 5 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર એક પોષ્ટ મુકી હતી, જેમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે આગામી T20 શ્રેણીને લઇને ટીકીટ બુકીંંગને લઇને અપડેટ આપ્યુ છે. જે મુજબ GCA બતાવ્યુ છે કે, T20 શ્રેણીને લઇને ટીકીટ બુકીંગ શરૂ થયું છે. bookmyshow.com ની સાથે સાથે gujaratcricketassociation.com દ્વારા ટીકીટ ખરીદ કરી શકાય છે.

ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની T20 સિરીઝની ટીકીટ બુકીંગ શરુ થઇ ચુકી છે. તમામ મેચો માટે ટીકીટ પાસ ઉપલબ્ધ કરવામા આવ્યા છે. તેની કિંમત 500 રુપિયાથી લઇને 10,000 સુધી પ્રતિ ટીકીટનો દર છે. કોરોના વાયરસને લઇને ગુજરાત ક્રિકેટ એસોસીએશન અને બીસીસીઆઇ એ 50 ટકા જ દર્શકોને સ્ટેડિયમમાં આવવાની વ્યવસ્થા કરી છે. આમ મોટા ખેલાડીઓની હાજરી અને ઓછા સમયની મેચને લઇને ટીકીટોના વેચાણ મોટેભાગે પુરા થઇ જવાનુંં અનુમાન છે. લાંબા સમય બાદ અમદાવાદના દર્શકોને ઘર આંગણે T20 મેચ જોવા મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">