ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે ODI-T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

|

Dec 13, 2024 | 9:57 PM

આવતા વર્ષના વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા સતત ખરાબ પ્રદર્શનમાંથી પસાર થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા એક પણ મેચ જીતી શકી ન હતી અને 3 મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી હતી. આમ છતાં બોર્ડે કેપ્ટનશિપ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. જોકે ટીમમાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે ODI-T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
Womens Cricket
Image Credit source: PTI

Follow us on

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI શ્રેણીમાં કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમે હવે તેની નજર આગામી મેચ પર લગાવી દીધી છે. ટીમ ઈન્ડિયાએ હવે વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરવાનો છે અને આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ 15 ડિસેમ્બરથી શરૂ થનારી T20 અને ODI શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે અને કેપ્ટનશિપને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

હરમનપ્રીત કૌર જ રહેશે કપ્તાન

સતત ખરાબ પ્રદર્શનને કારણે હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ BCCIની સિલેક્શન કમિટીએ હરમનપ્રીત પર ફરી વિશ્વાસ દાખવ્યો છે અને ટીમની કામના સોંપી છે. જ્યારે ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડીને ટીમમાંથી બહાર કરવામાં આવી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રવિવારથી T20 સિરીઝની શરૂઆત થશે અને તેના માત્ર 48 કલાક પહેલા જ BCCIએ ટીમની જાહેરાત કરી છે. T20 શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!
Vastu shastra : કેવી રીતે જાણી શકાય, ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં ?
Video : રસ્તા પરની આ 3 લાઇન વિશે જાણી લો, નહીં થાય તમારું એક્સિડન્ટ
'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરવાના 7 ફાયદા
Video :સુરક્ષિત યાત્રા માટે દેવરાહા બાબાએ જણાવ્યો મંત્ર, દરેકે જાણવો જરૂરી

અરુંધતી રેડ્ડી T20-ODI ટીમમાંથી બહાર

T20 વર્લ્ડ કપ અને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસનો હિસ્સો રહેલી અરુંધતીને પણ બહાર કરવામાં આવી છે. નંદિની કશ્યપે પોતાનું સ્થાન બનાવ્યું છે, જ્યારે મિનુ મણિ, સાયમા ઠાકોર, પ્રિયા મિશ્રા અને તિતાસ સાધુ પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અરુંધતીને માત્ર T20 જ નહીં પરંતુ ODI ટીમમાંથી પણ બહાર કરવામાં આવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં તેને માત્ર એક જ મેચમાં તક આપવામાં આવી હતી અને તેમાં પણ તેણે 4 વિકેટ ઝડપી હતી.

 

રાધા યાદવ ODI ટીમમાંથી બહાર

બીજી તરફ લેફ્ટ આર્મ સ્પિનર ​​રાધા યાદવને T20 ટીમમાં જગ્યા મળી છે, પરંતુ તેને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવી છે. જ્યારે ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી વનડે સિરીઝમાં તેણે સૌથી વધુ વિકેટ લીધી હતી.

T20 શ્રેણી માટે ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), નંદિની કશ્યપ, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), દીપ્તિ શર્મા, સજના સજીવન, રાઘવી બિષ્ટ, રેણુકા સિંઘ, પ્રિયા મિશ્રા, તિતાસ સાધુ, સાયમા ઠાકોર, મિનુ મણિ, રાધા યાદવ

ODI શ્રેણી માટે ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), પ્રતિકા રાવલ, જેમિમાહ રોડ્રિગ્ઝ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), તેજલ હસનબીસ, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ, પ્રિયા મિશ્રા, તિતાસ સાધુ, સાયમા ઠાકોર, મિનુ મણિ, તનુજા કંવર

ODI અને T20 શ્રેણીનું શેડ્યૂલ

  • 15 ડિસેમ્બર- ​​પહેલી T20, નવી મુંબઈ
  • 17 ડિસેમ્બર- ​​બીજી T20, નવી મુંબઈ
  • 19 ડિસેમ્બર- ​​ત્રીજી T20, નવી મુંબઈ
  • 22 ડિસેમ્બર- ​​પહેલી ODI, વડોદરા
  • 24 ડિસેમ્બર- ​​બીજી વનડે, વડોદરા
  • 27 ડિસેમ્બર- ​​ત્રીજી ODI, વડોદરા

આ પણ વાંચો: રજત પાટીદાર સામે ઝૂકી ગયું દિલ્હી, સેમીફાઈનલમાં 6 સિક્સર 4 ફોર ફટકારી મચાવ્યું તોફાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article