
ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final)ની ક્રિકેટ રસિકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. 18 જૂને સાઉથમ્પ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે WTC ફાઈનલ મેચ રમાનારી છે. ICCના ટેસ્ટ રેન્કિંગના આંકડાની રીતે જોવામાં આવે તો ભારત મજબૂત સ્થિતીમાં છે. પરંતુ છેલ્લા 18 વર્ષના આંકડાઓને જોવામાં આવે તો ભારતીય ટીમ (Team India) સામે ન્યુઝીલેન્ડ ICC ઈવેન્ટમાં જીતવુ આસાન નથી રહ્યુ.
ભારત અને ન્યુઝીલેન્ડ બંને ICC ટૂર્નામેન્ટમાં 18 વર્ષમાં 13 વખત આમને સામને ટકરાયા છે. જેમાં ભારતીય ટીમ ફક્ત 3 જ વખત જીત મેળવી શકી છે. જ્યારે 10 વખત ન્યુઝીલેન્ડ જીત્યુ છે. ટીમ ઈન્ડીયા એ ન્યુઝીલેન્ડને દક્ષિણ આફ્રિકાના સેન્ચ્યુરનમાં 2003માં વિશ્વકપમાં હરાવ્યુ હતુ. ભારતીય ટીમ 7 વિકેટે ન્યુઝીલેન્ડને હરાવ્યુ હતુ. ત્યારબાદથી ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે અજેય રહી છે.
છેલ્લા 18 વર્ષમાં ICC ટૂર્નામેન્ટમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચના પરિણામો પર એક નજર કરીએ
વર્ષ 2007માં રમાયેલી T20 વિશ્વકપના શરુઆતના સ્ટેજમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 10 રને હાર્યુ હતુ. એમએસ ધોનીની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ જોકે, તે T20 વિશ્વકપ 2007 વિજેતા થઈ હતી. ભારતે સુપર 8 દરમ્યાન ટીમ ઈન્ડીયાએ ન્યુઝીલેન્ડની ટીમ સામે હાર મેળવવી પડી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટીંગ કરતા 190 રનનો સ્કોર ખડક્યો હતો.
વર્ષ 2016માં રમાયેલા T20 વિશ્વકપમાં ભારતીય ટીમ ટુર્નામેન્ટની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. જેમાં સૌના આશ્ચર્ય વચ્ચે ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને જીત મેળવી હતી. પ્રથમ બેટીંગ કરતા ન્યુઝીલેન્ડે 7 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય બેટીંગ કરતા માત્ર 79 રન પર જ સમેટાઈ ગઈ હતી.
ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે વિશ્વકપ 2019ની સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જે મેચને વરસાદનો અવરોધ નડ્યો હતો. ટીમ ઈન્ડીયાએ કમાલની બોલીંગ વડે ન્યુઝીલેન્ડને 8 વિકેટ પર 239 રન પર રોકી લીધુ હતુ. વરસાદને લઈને બે દિવસે પુરી થઈ શકેલી મેચમાં ભારતને ન્યુઝીલેન્ડે હરાવી દીધુ હતુ.
ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ટકરાનારી છે. જોકે લીગ સ્ટેજમાં જ્યારે બંને ટીમો એક બીજાથી ટકરાઈ હતી, ત્યારે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2020માં ન્યુઝીલેન્ડમાં રમાયેલી બંને ટેસ્ટ મેચ ભારતે ગુમાવી હતી. પહેલી ટેસ્ટ મેચ 10 વિકેટથી અને બીજી ટેસ્ટ મેચ 7 વિકેટથી ભારતે ગુમાવી પડી હતી. WTC ટૂર્નામેન્ટમાં રમેલી આ એક માત્ર શ્રેણી ભારતે ગુમાવી હતી.