AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે ભારતને 18 વર્ષથી જીત મેળવવી મુશ્કેલ રહી છે, જાણો ઈતિહાસ

ICCના ટેસ્ટ રેન્કિંગના આંકડાની રીતે જોવામાં આવે તો ભારત મજબૂત સ્થિતીમાં છે. પરંતુ છેલ્લા 18 વર્ષના આંકડાઓને જોવામાં આવે તો ભારતીય ટીમ (Team India) સામે ન્યુઝીલેન્ડ ICC ઈવેન્ટમાં જીતવુ આસાન નથી રહ્યુ.

ICC ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે ભારતને 18 વર્ષથી જીત મેળવવી મુશ્કેલ રહી છે, જાણો ઈતિહાસ
India vs New Zealand
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 10, 2021 | 8:36 PM
Share

ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final)ની ક્રિકેટ રસિકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. 18 જૂને સાઉથમ્પ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે WTC ફાઈનલ મેચ રમાનારી છે. ICCના ટેસ્ટ રેન્કિંગના આંકડાની રીતે જોવામાં આવે તો ભારત મજબૂત સ્થિતીમાં છે. પરંતુ છેલ્લા 18 વર્ષના આંકડાઓને જોવામાં આવે તો ભારતીય ટીમ (Team India) સામે ન્યુઝીલેન્ડ ICC ઈવેન્ટમાં જીતવુ આસાન નથી રહ્યુ.

ભારત અને ન્યુઝીલેન્ડ બંને ICC ટૂર્નામેન્ટમાં 18 વર્ષમાં 13 વખત આમને સામને ટકરાયા છે. જેમાં ભારતીય ટીમ ફક્ત 3 જ વખત જીત મેળવી શકી છે. જ્યારે 10 વખત ન્યુઝીલેન્ડ જીત્યુ છે. ટીમ ઈન્ડીયા એ ન્યુઝીલેન્ડને દક્ષિણ આફ્રિકાના સેન્ચ્યુરનમાં 2003માં વિશ્વકપમાં હરાવ્યુ હતુ. ભારતીય ટીમ 7 વિકેટે ન્યુઝીલેન્ડને હરાવ્યુ હતુ. ત્યારબાદથી ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે અજેય રહી છે.

છેલ્લા 18 વર્ષમાં ICC ટૂર્નામેન્ટમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચના પરિણામો પર એક નજર કરીએ

T20 વિશ્વકપ 2007, ન્યુઝીલેન્ડનો 10 રને વિજય

વર્ષ 2007માં રમાયેલી T20 વિશ્વકપના શરુઆતના સ્ટેજમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 10 રને હાર્યુ હતુ. એમએસ ધોનીની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ જોકે, તે T20 વિશ્વકપ 2007 વિજેતા થઈ હતી. ભારતે સુપર 8 દરમ્યાન ટીમ ઈન્ડીયાએ ન્યુઝીલેન્ડની ટીમ સામે હાર મેળવવી પડી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટીંગ કરતા 190 રનનો સ્કોર ખડક્યો હતો.

T20 વિશ્વકપ 2016, ન્યુઝીલેન્ડનો 47 રને વિજય

વર્ષ 2016માં રમાયેલા T20 વિશ્વકપમાં ભારતીય ટીમ ટુર્નામેન્ટની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. જેમાં સૌના આશ્ચર્ય વચ્ચે ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને જીત મેળવી હતી. પ્રથમ બેટીંગ કરતા ન્યુઝીલેન્ડે 7 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય બેટીંગ કરતા માત્ર 79 રન પર જ સમેટાઈ ગઈ હતી.

વિશ્વકપ 2019ની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડનો 18 રને વિજય

ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે વિશ્વકપ 2019ની સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જે મેચને વરસાદનો અવરોધ નડ્યો હતો. ટીમ ઈન્ડીયાએ કમાલની બોલીંગ વડે ન્યુઝીલેન્ડને 8 વિકેટ પર 239 રન પર રોકી લીધુ હતુ. વરસાદને લઈને બે દિવસે પુરી થઈ શકેલી મેચમાં ભારતને ન્યુઝીલેન્ડે હરાવી દીધુ હતુ.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની લીગ સ્ટેજની બંને ટેસ્ટ મેચમાં ભારતની હાર

ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ટકરાનારી છે. જોકે લીગ સ્ટેજમાં જ્યારે બંને ટીમો એક બીજાથી ટકરાઈ હતી, ત્યારે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2020માં ન્યુઝીલેન્ડમાં રમાયેલી બંને ટેસ્ટ મેચ ભારતે ગુમાવી હતી. પહેલી ટેસ્ટ મેચ 10 વિકેટથી અને બીજી ટેસ્ટ મેચ 7 વિકેટથી ભારતે ગુમાવી પડી હતી. WTC ટૂર્નામેન્ટમાં રમેલી આ એક માત્ર શ્રેણી ભારતે ગુમાવી હતી.

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
g clip-path="url(#clip0_868_265)">