ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયા સામે સતત નવમી શ્રેણી હારી

ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ભારતને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. આ સતત નવમી શ્રેણી છે જેમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. વાનખેડે ખાતે રમાયેલી ત્રીજી ODIમાં ટીમ ઈન્ડિયાનો 190 રને પરાજય થયો હતો.

ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઓસ્ટ્રેલિયા સામે સતત નવમી શ્રેણી હારી
IND vs AUS
| Updated on: Jan 03, 2024 | 2:25 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 338 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 148 રન બનાવ્યા હતા અને ભારત 190 રનથી મેચ હારી ગયું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણી 0-3થી ગુમાવી છે.

ફિબી લિચફિલ્ડની સદી

મુંબઈના વાનખેડે મેદાન પર રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી અને ફિબી લિચફિલ્ડની સદીની મદદથી મોટો સ્કોર બનાવ્યો. ફિબીએ આ ઈનિંગમાં 119 રન બનાવ્યા હતા, જેમાં 16 ફોર અને 1 સિક્સ સામેલ હતી. કેપ્ટન એલિસા હિલીએ પણ અહીં 82 રનની ઈનિંગ રમી હતી.

સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 29 રન બનાવ્યા

જવાબમાં ભારતીય ટીમે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હતી અને સમગ્ર ટીમ 148 રનમાં આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 29 રન બનાવ્યા અને કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહીં. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટેસ્ટ મેચમાં જીત બાદ વનડે શ્રેણીમાં ભારતીય ટીમની આ હાર થઈ હતી.

ભારત ઓસ્ટ્રેલિયા સામે સતત નવમી શ્રેણી હાર્યું

આશ્ચર્યની વાત એ છે કે ભારત ઓસ્ટ્રેલિયા સામે સતત નવમી શ્રેણી હારી ગયું છે જે એક રેકોર્ડ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 53 ODI મેચ રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયા માત્ર 10 મેચ જીતી શકી છે જ્યારે ઓસ્ટ્રેલિયા 43 મેચમાં જીત્યું છે. આ બતાવે છે કે ઓસ્ટ્રેલિયન ટીમ કેટલી શક્તિશાળી રહી છે, જે માત્ર પોતાના ઘરે જ નહીં પરંતુ અન્ય ટીમોના ઘરમાં પણ પોતાનું વર્ચસ્વ દર્શાવે છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણી

પહેલી ODI- ઓસ્ટ્રેલિયા 6 વિકેટે જીત્યું
બીજી ODI- ઓસ્ટ્રેલિયા 3 રને જીત્યું
ત્રીજી ODI- ઓસ્ટ્રેલિયા 190 રને જીત્યું

આ પણ વાંચો : વિરાટ કોહલી સાઉથ આફ્રિકામાં રચશે ઈતિહાસ? ધોની-સહેવાગને પાછળ છોડશે કેએલ રાહુલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:55 am, Wed, 3 January 24