અંડર-19 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા 5 વખત ચેમ્પિયન બની ચૂકી છે, આ વખતે પણ જીતના ઈરાદે મેદાનમાં ઉતરશે

ICC એ મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. તે 19મી જાન્યુઆરીથી શરૂ થઈને 11મી ફેબ્રુઆરી સુધી રમાશે. સેમી ફાઈનલ અને ફાઈનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી અંડર-19 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા 5 વખત ચેમ્પિયન બની છે.

અંડર-19 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા 5 વખત ચેમ્પિયન બની ચૂકી છે, આ વખતે પણ જીતના ઈરાદે મેદાનમાં ઉતરશે
| Updated on: Jan 02, 2024 | 4:58 PM

અંડર 19 વર્લ્ડકપનું આયોજન વર્ષ 1988થી થઈ રહ્યું છે. 1998 બાદ દર બીજા વર્ષે આયોજિત થાય છે. અત્યારસુધી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા 5 વખત ચેમ્પિયન બની છે. ઓસ્ટ્રેલિયાએ 3 અને પાકિસ્તાને 2 વખત ટાઈટલ જીત્યા છે. બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ પણ એક એક વખત આ ટ્રોફી જીતી ચૂકી છે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ અંડર 19 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ રહી ચૂકી છે.

2000, 2008, 2012, 2018 અને 2022માં ટીમ ઈન્ડિયાએ અંડર 19 વર્લ્ડકપ પર કબ્જો કર્યો હતો. આ સિવાય ભારત વર્ષ 2016 અને 2020માં રનર અપ રહી હતી.

અહિ જુઓ ભારતીય ટીમનું શેડ્યુલ

 

સ્ટેન્ડબાય રહેનાર ઉદય ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે

અંડર 19 એશિયા કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ ઉદય સહારન કરી રહ્યો છે. 19 વર્ષનો ઉદય સહારન રાજસ્થાનનો રહેવાસી છે અને છેલ્લા અંડર 19 વર્લ્ડકપ દરમિયાન સ્ટેડબાય રાખવામાં આવ્યો હતો.

 

 

ભારતની અંડર-19 ટીમ

એશિયા કપ માટે ભારતની અંડર-19 ટીમ જોઈએ તો અર્શન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલી અવનીશ રાવ (વિકેટમેન), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન) ), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર), ધનુષ ગૌડા, આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી.સ્ટેન્ડબાય ખેલાડીઓ: પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન. રિઝર્વ ખેલાડીઓઃ દિગ્વિજય પાટીલ, જયંત ગોયત, પી. વિગ્નેશ, કિરણ ચોરમલે

યશ ધુલની કેપ્ટનશીપમાં અંડર 19 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો

ભારતીય ટીમે છેલ્લી વખત યશ ધુલની કેપ્ટનશીપમાં અંડર 19 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. આ ટીમના કેટલાક ખેલાડીઓ હવે આઈપીએલની અલગ અલગ ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ ચૂક્યા છે. તો પૃથ્વી શો, શુભમન ગિલ, ઈશાન કિશન પણ અંડર 19 વર્લ્ડકપની વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો : ‘ફેમિલી મેન’ ડેવિડ વોર્નર માટે પરિવારથી મોટું કંઈ નથી, 3 લક્ષ્મીઓ હંમેશા રહે છે તેની સાથે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો