ક્રિકેટના રસિકો જોઈ લો, કેવું રહ્યું ભારતીય ક્રિકેટ ટીમ માટે 2023નું વર્ષ, BCCIએ શેર કર્યો હૃદય સ્પર્શી વીડિયો
વર્ષ 2023 ભારતીય ક્રિકેટ ટીમ માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. જો કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં 2023 ની તમામ બાબતો અંગે જણાવ્યું છે.

સૌ કોઈ જાણે છે કે વર્ષ 2023 ભારતીય ક્રિકેટ ટીમ માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. જો કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમનું વર્ષભરનું પ્રદર્શન બતાવવામાં આવ્યું છે. તેમજ ભારતીય પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલી યાદગાર ક્ષણો બતાવવામાં આવી છે.
વર્ષ 2023ની શરૂઆત ભારતીય ટીમે શ્રીલંકા સિરીઝથી કરી હતી. મહત્વનું છે કે આ ટી20 સીરિઝમાં ભારતીય ટીમે શ્રીલંકાને 2-1થી હરાવ્યું હતું. આ પછી ભારતીય મહિલા અંડર-19 ટીમે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.
BCCIએ એક રસપ્રદ વીડિયો કર્યો શેર
તમને જણાવી દઈએ કે BCCIનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આના સિવાય દરેક ફેન્સ bcci દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.
⏪ Recap an eventful 2023 with some moments on the field ft. #TeamIndia
Tell us your favourite one among all pic.twitter.com/JNjLbNgCVQ
— BCCI (@BCCI) December 31, 2023
વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમની થઈ હતી હાર
નોંધનીય છે કે આ વર્ષે રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપ વિજેતા બનવાનું ચૂકી ગઈ હતી. પરંતુ આ સિવાય ભારતીય ટીમે એશિયા કપ સહિત અનેક યાદગાર જીત હાંસલ કરી હતી. વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.
વર્લ્ડકપ ફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમે તેની તમામ 10 મેચ જીતી હતી. આ રીતે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી. પરંતુ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવીને છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમ ત્રીજી વખત ODI વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાનું ચૂકી ગઈ હતી, પરંતુ તેમ છતાં આ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
