આર્થિક ભીંસમાં મુકાયેલા પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી માટે એક ઉદ્યોગપતિએ મદદનો હાથ લંબાવ્યો, 1 લાખ રુપિયાની નોકરી ઓફર કરી

તેના બાળપણના મિત્ર સચિન તેંડુલકર (Sachin Tendulkar) વિશે વિનોદ કાંબલી (Vinod Kambli) કહે છે કે તે બધું જ જાણે છે. તેને સચિન પાસેથી કોઈ આશા નથી. કહ્યુ બોર્ડના પેન્શન પર ગુજરાન કરુ છું.

આર્થિક ભીંસમાં મુકાયેલા પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી માટે એક ઉદ્યોગપતિએ મદદનો હાથ લંબાવ્યો, 1 લાખ રુપિયાની નોકરી ઓફર કરી
Vinod Kambli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 9:55 AM

ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી (Vinod Kambli) ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમની આર્થિક સ્થિતિ સારી નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે તેની પાસે કામ નથી અને તેની પાસે પૈસા નથી. આ સમયે તેમનો એકમાત્ર આધાર BCCI તરફથી તેમને મળતું પેન્શન છે, જે વધારે નથી. આવી સ્થિતિમાં તેમના માટે 50 વર્ષની ઉંમરે પરિવાર ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. 2019 માં, તેણે T20 મુંબઈ લીગમાં તેની છેલ્લી કોચિંગ એસાઈન્મેન્ટ પૂર્ણ કરી. આવી સ્થિતિમાં મુંબઈના સંદીપ થોરાટ (Sandeep Thorat) નામના ઉદ્યોગપતિએ મદદનો હાથ લંબાવ્યો છે.

ઉદ્યોગપતિ સંદીપ થોરાટે વિનોદ કાંબલીને મહિને એક લાખ રૂપિયાના પગારે નોકરીની ઓફર આપી છે. તેને મુંબઈની સહ્યાદ્રી ઈન્ડસ્ટ્રીયલ ગ્રુપની ફાઈનાન્સ કંપનીમાં નોકરીની ઓફર કરવામાં આવી છે. વિનોદ કાંબલીએ 2019 ના કોચિંગ અસાઇનમેન્ટ પછી કોરોના સમયગાળા દરમિયાન કોઈ કામ કર્યું ન હતું. આવી સ્થિતિમાં વિનોદ કાંબલી આ નવી જોબ ઓફર સ્વીકારે છે કે નહીં, તે જોવાનું રહેશે.

નોકરીની ઓફર સાથે સંદીપ થોરાટે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું

નોકરીની ઓફર આપતા ઉદ્યોગપતિ સંદીપ થોરાટે કહ્યું, ‘મહારાષ્ટ્રમાં એક કરતાં વધુ સારા લોકો છે. પરંતુ શા માટે તેમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે? વિનોદ કાંબલીએ ભારતીય ક્રિકેટને ઉચ્ચ સ્તરે લઈ ગયા છે. આજે તેઓ એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે કે તેઓ પોતાના પરિવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી. આ આપણા બધાની નિષ્ફળતા છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

ભૂતકાળમાં પણ કાંબલીની નોકરી કરી છે, આ મુશ્કેલીઓને કારણે નોકરી છૂટી

આ પહેલા પણ વિનોદ કાંબલી એક કામ કરી ચુક્યા છે. તે નવી મુંબઈના નેરુલમાં સચિન તેંડુલકર મિડલસેક્સ ગ્લોબલ એકેડમીમાં યુવા ક્રિકેટરોને માર્ગદર્શન આપતો હતો. પરંતુ તેને નેરુલ જઈને ક્રિકેટ શીખવવા માટે ઘરથી ઘણું દૂર જવું પડતું હતું. તેથી તેણે ત્યાં જવાનું બંધ કરી દીધું. આ અંગે માહિતી આપતાં તેણે એક મીડિયા અહેવાલમાં કહ્યું હતું કે, ‘હું સવારે 5 વાગે ઉઠતો હતો. ડી.વાય. પાટીલ ટેક્સી પકડીને સ્ટેડિયમ જતો હતો. અનેક સમસ્યાઓ ઊભી થઈ. તે પછી મેં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સાંજે ક્રિકેટનું કોચિંગ શરૂ કર્યું.

પરિવારને BCCI ના પેન્શનથી ટેકો મળે છે, આ એકમાત્ર આધાર છે

આગળ વિનોદ કાંબલીએ કહ્યું, ‘હું નિવૃત્ત ક્રિકેટર છું. હું સંપૂર્ણપણે બીસીસીઆઈ પેન્શન પર નિર્ભર છું. બોર્ડ તરફથી મને જે પેન્શન મળે છે તે જ મારા જીવન નિર્વાહનો એકમાત્ર આધાર છે. આ માટે હું બોર્ડનો આભારી છું. જેના કારણે કોઈક રીતે મારો પરિવાર ટકી શક્યો છે.

‘સચિન બધું જાણે છે, હવે શું માંગવાનું રહ્યુ છે’

જ્યારે કાંબલીને પૂછવામાં આવ્યું કે શું તેના બાળપણના મિત્ર સચિન તેંડુલકરને તેની હાલત વિશે ખબર છે? આ અંગે કાંબલીએ કહ્યું, ‘સચિન બધું જાણે છે. હું તેની પાસેથી કંઈ અપેક્ષા રાખતો નથી. તેણે મને તેંડુલકર મિડલસેક્સ ગ્લોબલ એકેડમીમાં રાખ્યો. હું તેનાથી ખુશ છું. તે એક સારો મિત્ર છે. તે હંમેશા મારી પાછળ ઉભો રહ્યો છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">